Breaking News: પેટાચૂંટણીમાં કારમી હાર બાદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલે આપ્યુ રાજીનામુ

ગુજરાત વિધાનસભાની બે બેઠકો પર થયેલી પેટાચૂંટણીનુ પરિણામ આવ્યા બાદ હારની જવાબદારી સ્વીકારતા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે તેમના પદ પરથી રાજીનામું આપ્યુ છે. પ્રમુખ પદેથી રાજીનામાનો પત્ર તેમણે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેને મોકલી આપ્યો છે. હાલ તેમના સ્થાને કાર્યકારી પ્રમુખ તરીકે શૈલેષ પરમાર જવાબદારી સ્વીકારશે.

Breaking News: પેટાચૂંટણીમાં કારમી હાર બાદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલે આપ્યુ રાજીનામુ
| Edited By: | Updated on: Jun 23, 2025 | 5:06 PM

પેટાચૂંટણીનું પરિણામનુ ચિત્ર સ્પષ્ટ થયા બાદ શક્તિસિંહ ગોહિલે બહુ ઝડપથી રાજીનામાનો નિર્ણય લીધો અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેને તેમનું રાજીનામુ મોકલી આપ્યુ હતુ. આ અંગે તેમણે જણાવ્યુ કે પેટાચૂંટણીમાં પરિણામો નથી આવ્યા અને હાલથી જ રાજીનામું આપી રહ્યો છુ. શક્તિસિંહ ગોહિલના સ્થાને હવે કાર્યકારી પ્રમુખ તરીકે શૈલેષ પરમાર જવાબદારી નિભાવશે. જ્યાં સુધી નવા પ્રદેશ પ્રમુખની વરણી ન થાય ત્યાં સુધી ગુજરાત કોંગ્રેસની જવાબદારી શૈલેષ પરમાર સંભાળશે.

શક્તિસિંહે સ્પષ્ટ કર્યુ કે હું નહોંતો ઈચ્છતો કે હું રાજીનામુ આપુ અને મને મનાવવામાં આવે. હું જવાબદારી સ્વીકારી રાજીનામુ આપી રહ્યુ છે. કોંગ્રેસમાં પહેલેથી મોરલ રિસ્પોન્સિબિલિટીની પરંપરા રહી છે. હું કોંગ્રેસના સૈનિક તરીકે હંમેશા કામ કરતો રહીશ. પાર્ટી કાર્યકર્તામાંથી નેતા બનાવતી હોય છે હવે કાર્યકર્તા તરીકે પણ કામ કરતો રહીશ. વધુમાં શક્તિસિંહે ઉમેરતા જણાવ્યુ કે જો કડીનું પરિણામ તરફેણમાં આવ્યુ હોત તો મે રાજીનામુ આપ્યુ ન હોત. નાની કે મોટી નિષ્ફળતા, નિષ્ફળતા જ હોય છે. એ માત્ર બે સીટની હોય કે નાની કેમ ન હોય.

કડી અને વિસાવદર બેઠકની પેટા ચૂંટણીમાં કંગાળ પ્રદર્શન બાદ હારની જવાબદારી સ્વીકારતા શક્તિસિંહે પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યુ છે. બંને બેઠકો પર કારમી હાર બાદ શક્તિ સિંહે તેમના એક્સ હેન્ડલ પર પોસ્ટ કરી રાજીનામા અંગેની જાણકારી આપી છે.

ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીનું પરિણામ

વિસાવદરમાં AAP ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ 17 હજાર 554 જ્યારે કડીમાં ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાએ 39 હજાર 452 મતોના માર્જિનથી પેટાચૂંટણી જીતી.

શક્તિસિંહે રાજીનામાની જાણકારી X હેન્ડલ પર આપી

મને ભારતના સૌથી જૂના અને અલબત્ત, ભારતના શ્રેષ્ઠ રાજકીય પક્ષનો શિસ્તબદ્ધ સૈનિક હોવાનો ખૂબ ગર્વ છે.
મેં સખત મહેનત કરી છે અને હંમેશા અમારી પાર્ટીને શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કર્યો છે. કમનસીબે, આજે અમે સફળ થયા નથી. અમે વિસાવદર અને કડી પેટાચૂંટણી હારી ગયા છીએ.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, અમારા સ્વપ્નદ્રષ્ટા નેતા રાહુલ ગાંધી, સંગઠન મહાસચિવ વેણુગોપાલ અને અલબત્ત અમારા ગતિશીલ ગુજરાત પ્રભારી મુકુલ વાસનિક તરફથી મને મળેલા સતત સમર્થન અને સહકાર માટે હું પ્રશંસા કરું છું, સ્વીકારું છું અને આભારી છું. રાજીવજી અને સોનિયાજીનું માર્ગદર્શન મારા જીવનનો સૌથી મોટો આશીર્વાદ રહ્યો છે જેણે મને એક વ્યક્તિ અને જાહેર સેવક તરીકે ઘડ્યો છે અને હું હંમેશા તેમનો આભારી રહીશ.

આપણી કોંગ્રેસ પાર્ટી અને તેની ભવ્ય પરંપરાની સાચી ભાવનામાં, મેં નૈતિક જવાબદારી સ્વીકારી છે અને થોડા કલાકો પહેલાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. હું અમારા બધા પક્ષના નેતાઓ, અમારા પક્ષના ઉત્તમ બબ્બર શેર કાર્યકરો, મારા શુભેચ્છકો, મીડિયા અને અન્ય બધાનો મારામાં સમર્થન અને વિશ્વાસ બદલ આભાર માનું છું.
હું માનું છું કે અમારો પક્ષ કોઈપણ પદ કે વ્યક્તિ કરતાં વધુ મહત્વપૂર્ણ છે. હું ચોક્કસપણે કોંગ્રેસનો શિસ્તબદ્ધ સૈનિક બની રહીશ. હંમેશા.

Input Credit- Narendra Rathod- Ahmedabad 

વિસાવદરની ચૂંટણી જીતતા જ ગોપાલ ઇટાલિયાનું યુવાનોને આહ્વાન, કહ્યુ- આત્માને જગાડો, આપણે પરિવર્તન માટે લડવુ પડશે, જુઓ Video — આ સમાચાર વાંચવા માટેે અહીં ક્લિક કરો

Published On - 4:34 pm, Mon, 23 June 25