Breaking News Rath yatra 2023 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી, રથનું મંદિર પરિસરની બહાર પ્રસ્થાન

રથયાત્રામાં પહિંદવિધિનું અનેરું મહત્વન છે. રથયાત્રા પૂર્વે રાજા આવીને સોનાની સાવરણીથી રસ્તો સાફ કરે, તે વિધિને પહિંદવિધિ કહેવામાં આવે છે. પહેલાના સમયમાં રાજાને આ હક્ક મળતો હતો, હવે આ હક્ક રાજ્યના મુખ્યપ્રધાનને મળે છે.

Breaking News Rath yatra 2023 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી, રથનું મંદિર પરિસરની બહાર પ્રસ્થાન
Chief Minister Bhupendra Patel
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 20, 2023 | 5:11 PM

Rath yatra 2023 : રથયાત્રામાં પહિંદવિધિનું અનેરું મહત્વન છે. રથયાત્રા પૂર્વે રાજા આવીને સોનાની સાવરણીથી રસ્તો સાફ કરે, તે વિધિને પહિંદવિધિ કહેવામાં આવે છે. પહેલાના સમયમાં રાજાને આ હક્ક મળતો હતો, હવે આ હક્ક રાજ્યના મુખ્યપ્રધાનને મળે છે.

આ પણ વાંચો : Breaking News Rath yatra 2023 : ભગવાન જગન્નાથજી નવા રથમાં થયા બિરાજમાન, થોડી જ વારમાં નગરચર્યાએ નીકળશે નાથ

માન્યતા છે કે રાજ્યનો રાજા એ જગન્નાથજીનો પ્રથમ સેવક ગણાય છે. તેથી રથયાત્રા પહેલાં રાજા આવી સોનાની સાવરણીથી રથનો માર્ગ સાફ કરે પછી જ ભગવાન રથમાં બેસીને નગરચર્યા પર નીકળે છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી છે. ગત વર્ષે પણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી હતી. જ્યારે કે એ પહેલા તત્કાલીન મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પહિંદવિધિ કરી હતી.

Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું

પહિંદ વિધિનું અનોખું મહાત્મય

ભગવાન જગન્નાથજી રથયાત્રામાં પહિંદ વિધિનું અનોખું મહાત્મય છે. જેમાં નાથની નગરયાત્રા પહેલા પહિંદ વિધિ કરવાનું અનોખુ મહત્વ ધરાવે છે. આ વિધિમાં રાજ્યના રાજા એટલે કે રાજ્યના મુખ્યમંત્રી(Chief Minister) જગન્નાથજીનો પ્રથમ સેવક હોવાથી તેમના દ્વારા સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરવામાં આવે છે. ગુજરાતમાં આ વિધિને પહિંદ વિધિ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ઓડિશાના જગન્નાથ પુરીમાં તેને છેરા પહેરા તરીકે ઓળખવામાં આવે છે.

ભગવાન જગન્નાથજી રથયાત્રા સૌથી વધુ પહિંદ વિધિ કરવાનો રેકોર્ડ કોના નામે

અમદાવાદમાં ભગવાન જગન્નાથજી રથયાત્રા સૌથી વધુ પહિંદ વિધિ કરવાનો રેકોર્ડ તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીના નામે છે. નરેન્દ્ર મોદીએ વર્ષ 2002 થી વર્ષ 2013 સુધી કુલ 12 વર્ષ સુધી રથયાત્રાની પહિંદ વિધિ કરી હતી. આ ઉપરાંત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, છબીલદાસ મહેતા, સુરેશ મહેતા, શંકરસિંહ વાઘેલા,અને આનંદીબહેન પટેલને રથયાત્રાની પહિન્દ વિધિ કરી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં પૂર્વ સીએમ કેશુભાઈ પટેલે પણ 5 વખત પહિંદ વિધિ કરી છે. આનંદીબહેન પટેલ મુખ્યપ્રધાન પદે ત્રણ વખત રથયાત્રામાં પહિંદવિધિ કરીને થયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. જ્યારે સીએમ તરીકે વિજય રૂપાણીએ પણ 5 વખત રથયાત્રાની પહિંદ વિધિ કરી છે. તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પહિંદવિધિ કરી હતી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">