Breaking News : અમદાવાદમાં વરસાદ બાદ રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના કેસમાં થયો વધારો

શહેરમાં ડેન્ગ્યુ અને મલેરિયાનો કહેર જોવા મળી રહ્યો છે. ચાલુ માસ દરમિયાન રોગચાળાના આંકડા જોઈએ તો છેલ્લા 20 દિવસમાં ડેન્ગ્યુના 566, મલેરિયાના 137, ચિકનગુનિયા 9 કેસ નોંધાયા છે. ઝાડા ઉલ્ટીના 335 કેસ, ટાઈફોઈડના 348, કમળા 162 અને કોલેરાના 6 કેસ નોંધાયા છે.

Breaking News : અમદાવાદમાં વરસાદ બાદ રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના કેસમાં થયો વધારો
Ahmedabad
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Sep 26, 2023 | 9:59 PM

Ahmedabad : અમદાવાદમાં વરસાદ બાદ રોગચાળો (Epidemic) વકર્યો છે. શહેરમાં ડેન્ગ્યુના કેસમાં વધારો નોંધાયો છે. પાછલા મહિનાની સરખામણીમાં નોંધપાત્ર કેસ વધ્યા છે. મચ્છરજન્ય અને પાણીજન્ય કેસમાં પણ વધારો થયો છે. શહેરમાં ડેન્ગ્યુ અને મલેરિયાનો કહેર જોવા મળી રહ્યો છે. ચાલુ માસ દરમિયાન રોગચાળાના આંકડા જોઈએ તો છેલ્લા 20 દિવસમાં ડેન્ગ્યુના 566, મલેરિયાના 137, ચિકનગુનિયા 9 કેસ નોંધાયા છે. ઝાડા ઉલ્ટીના 335 કેસ, ટાઈફોઈડના 348, કમળા 162 અને કોલેરાના 6 કેસ નોંધાયા છે.

અમદાવાદમાં વરસાદના વિરામ બાદ મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકરતા ચિંતા વધી છે. અમદાવાદમાં ડેન્ગ્યુના કેસમાં ભારે વધારો થતા દર્દીઓ હોસ્પિટલથી ઉભરાઈ છે. પાછલા મહિનાની સરખામણીમાં નોંધપાત્ર ડેન્ગ્યુના કેસ વધ્યા છે.

હળદર વાળું દૂધ ફાયદાકારક છે કે હળદર વાળું પાણી? શું છે બેસ્ટ
ટીમ ઈન્ડિયાના આ 3 ખેલાડીઓ T20 વર્લ્ડ કપ નહીં રમે, 7 મહિના પહેલા જ થઈ ગયો નિર્ણય?
આજનું રાશિફળ તારીખ : 01-12-2023
કબડ્ડી પ્લેયર્સ જેવી બોડી બનાવવા આ દેશી વસ્તુઓને ડાયટમાં કરો સામેલ
કેપ્ટન બનતા જ સૂર્યકુમાર યાદવના ખરાબ દિવસ શરૂ, ટીમથી થશે બહાર!
કોહલીની જેમ આ સ્ટાર ખેલાડીએ આખા શરીરે ચિતરાવ્યા ટેટૂ, જાણો કોણ છે

અમદાવાદ શહેરમાં વિરામ બાદ પડેલા વરસાદને કારણે રોગચાળો વકર્યો છે. ચાલુ માસ દરમિયાન મચ્છર અને પાણીજન્ય રોગચાળાના કેસમાં વધારો થયો છે. જેને લઈ કોર્પોરેશન દ્વારા સફાઈ કર્મચારીઓનું મેડિકલ ચેકઅપ શરૂ કરવામાં આવ્યું છે. સફાઈ કર્મચારીઓના બ્લડ પ્રેશર, ડાયાબિટીસનું ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. અત્યારસુધી, 2300 કર્મચારીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. રોગચાળાને લઈ લોકોને પણ તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">