Breaking News: ધંધુકામાં ધર્મેશ ભરવાડના હત્યારાની ધરપકડ, પોલીસે રિઝવાન અને સમીરનું કાઢ્યુ સરઘસ- Video

Ahmedabad: ધંધુકામાં બાઈક ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં હિંદુ યુવકને છરી મારી હત્યા નીપજાવનારા બંને આરોપીની પોલીસે ધરપકડ કરી છે. ધરપકડ બાદ પોલીસે રિઝવાન મણિયાર અને સમીર એમદાની ભરબજારમાં લાવી હતી.

Breaking News: ધંધુકામાં ધર્મેશ ભરવાડના હત્યારાની ધરપકડ, પોલીસે રિઝવાન અને સમીરનું કાઢ્યુ સરઘસ- Video
| Edited By: | Updated on: Apr 19, 2026 | 7:38 PM

અમદાવાદમાં ધંધુકામાં શનિવારે બપોરના સમયે બાઈક ઓવરટેક કરવા બાબતે કેટલાક યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમા જે યુવકે બાઈક ઓવરટેક કરી હતી તે ધર્મેશની સાથે કેટલાક મુસ્લિમ યુવકોએ મારામારી કરી હતી. જેમા આરોપી રિઝવાને ધર્મેશને છરી મારતા તેનુ મોત નીપજ્યુ હતુ. હાલ પોલીસે રિઝવાન મણિયાર અને સમીર એમદાનીની ધરપકડ કરી છે. આરોપી સમીરને મૃતક ધર્મેશ સાથે ઝઘડો થયો હતો. આ જ બોલાચાલી દરમિયાન રિઝવાને ધર્મેશને છરી મારી હતી. બંને આરોપી રિઝવાન અને સમીર છૂટક મજૂરીકામ કરે છે. પોલીસે બંને આરોપીને આવતીકાલે કોર્ટમાં રજૂ કરશે.

હાલ ધંધુકામાં હિંદુ યુવકની આ હત્યાના કેસમાં SITની રચના કરવામાં આવી છે. 4 સભ્યોની SIT દર અઠવાડિયે આપશે રિપોર્ટ સબમિટ કરશે. SITમાં DySP પ્રકાશ પ્રજાપતિ અને LCB PI રઘુ કરમઠીયાનો સમાવેશ કરાયો છે. PSI કરણ વિહોલ અને એસ.એચ ઝાલાનો SITમાં સમાવેશ કરાયો છે. કેસ ચાલે ત્યાં સુધી SIT ટીમ તપાસમાં જોડાયેલી રહેશે.

જુઓ વીડિયો

હત્યા બાદ ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

હિંદુ યુવકની હત્યા બાદ હાલ ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. યુવકની હત્યા બાદ આક્રોશિત ટોળાએ દુકાનોમાં અને વાહનોમાં તોડફોડ કરી આગચંપી કરી હતી. જે મામલે પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. આ તોડફોડ મામલે ખુદ સબ ઇન્સ્પેક્ટર હર્ષરાજસિંહ ઝાલા ફરિયાદી બન્યા છે. મહત્વનું છે કે ધર્મેશ ગમારાની છરીના ઘા મારી હત્યા કરાયા બાદ ટોળું બેકાબૂ બન્યું હતું. ટોળાએ લાકડા અને ઘાતક હથિયારો સાથે દુકાનોમાં તોડફોડ કરી હતી અને દુકાનો, ગેરેજ, હોટલ, લારીઓ અને વાહનોમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. હાલ પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

મૃતકના પરિજનોએ હત્યારાઓને ફાંસી આપવાની કરી માગ

બીજી તરફ ધંધુકામાં પોલીસ દ્વારા લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે અને SRPની હથિયારબંધ ટૂકડીઓની પણ તૈનાતી કરી છે. એટલું જ નહીં, અમદાવાદ સહિત અન્ય જિલ્લાની પોલીસની પણ મદદ લેવામાં આવી છે. પ્રવેશ અને નિકાસ દ્વાર પર પોલીસની ટીમોની તૈનાતી કરવામાં આવી. સમગ્ર ઘટનાક્રમ વચ્ચે પોલીસ વડા મૃતકના પરિજનોને મળ્યા અને તેમની વાત સાંભળી હતી. પરિવારજનોએ ન્યાયની માગ કરી છે તો પોલીસ વડાએ પણ તપાસ સમિતિની રચનાની વાત કરી છે.

તો ગુનેગારોને કાયદાનો પાઠ ભણાવવા પોલીસે આગોતરું આયોજન કર્યું છે અને આરોપીઓની મિલકતની તપાસ શરૂ કરાઇ છે. તમામ માહિતી એકત્ર કર્યા બાદ અન્ય વિભાગો સાથે સંકલન કરીને આરોપીની મિલકતોનું દબાણ દૂર કરવા પણ પોલીસે તજવીજ હાથ ધરી છે.

મહત્વનું છે કે 30 વર્ષીય ધર્મેશ ગમારા જેનો ઓવરટેક બાબતે સમીર નામના યુવક સાથે ઝઘડો થયો હતો. જે પછી મામલો બિચક્યો હતો અને ભરવાડ સમાજના લોકો સમીરના ઘર પાસે પહોંચ્યા હતો. જ્યાં ટોળું ભેગું હતું જે દરમિયાન રિઝવાન નામના યુવકે છરી મારતા ધર્મેશ ગમારાનું મોત નીપજ્યું હતું.

આ તરફ ધર્મેશ ભરવાડના હત્યારાઓનું પણ યુપીની તર્જ પર એન્કાઉન્ટર કરવાની માગ મહંત યોગી દેવનાથ બાપુએ કરી છે. તેમણે ધંધુકાની ઘટનાને વખોડી છે અને ઉત્તરપ્રદેશની જેમ આવા જેહાદી પ્રવૃતિઓ કરનારાઓ વિરુદ્ધ એન્કાઉન્ટર કાર્યવાહી શરૂ કરવાનો સમય હવે આવી ગયો હોવાની વાત કરી છે.

Input Credit- Mihir Soni, Sachin Patil- Ahmedabad

IMF રેન્કિંગમાં ભારતીય અર્થવ્યવસ્થા ચોથા સ્થાનેથી ઘટીને છઠ્ઠા સ્થાને પહોંચી, રિવર્સ ગિયરમા જવા પાછળના કારણો- વાંચો

 

 

Published On - 7:35 pm, Sun, 19 April 26

Follow Us