Breaking News: અમદાવાદમાં નહેરૂબ્રિજ વિસ્તારમાં આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો, એક્ટિવા પર આવેલા ત્રણ ઈસમો 50 લાખ લૂંટી થયા ફરાર
Ahmedabad: નહેરૂબ્રિજ વિસ્તારમાં વધુ એક લૂંટની ઘટના સામે આવી. ડી નરેશ આંગડિયા પેઢીના કર્મચારી સાથે 50 લાખની લૂંટની ઘટના સામે આવી છે. એક્ટિવા પર આવેલા ત્રણ ઈસમો રૂપિયા ભરેલો થેલો લઈ ફરાર થઈ ગયા હતા.
અમદાવાદમાં નહેરૂબ્રિજ વિસ્તારમાં વધુ એક લૂંટની ઘટના સામે આવી છે. લૂંટારૂઓ ડી નરેશ આંગડિયા પેઢીના કર્મચારીઓનો 50 લાખ રૂપિયા ભરેલો થેલો લઈ ફરાર થઈ ગયા. એક્ટિવા પર આવેલા ત્રણ ઈસમો 50 લાખ ભરેલો થેલો લઈ ફરાર થયા હતા. આંગડિયા પેઢીના કર્મચારીઓ રોકડ રકમ લઈને સીજી રોડથી કાલુપુર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન નહેરૂબ્રિજ વિસ્તારમાં આ લૂંટની ઘટના બની હતી. નવરંગપુરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
આ તરફ મહેસાણાના કડીમાં સરાજાહેર 52 લાખ રૂપિયાની લૂંટથી ચકચાર મચી ગઈ છે. નાની કડીના મેઘના છાત્રાલય નજીક બાલાજી બ્રોકર્સ નામની પેઢીના કર્મચારી જગદીશ પટેલ 52 લાખનું પેમેન્ટ લઇને બાઈક પર પેઢીએ જતો હતો. આ દરમિયાન મેઘના છાત્રાલય પાસે સ્વિફ્ટ કારના ચાલકે જગદીશ પટેલની બાઈકને ટક્કર મારી તેને નીચે પાડી દીધા. સ્વિફ્ટ કારની આગળ એક બાઇક પર બે શખ્સો પહેલેથી જ તૈનાત હતા.
આ પણ વાંચો: Surat: લૂંટ અને બળાત્કારના કેસમાં છેલ્લા 20 વર્ષથી ભાગેડુ આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો
કર્મચારી જગદીશ પટેલ બાઈક પરથી નીચે પડતા જ બાઈક સવાર લૂંટારૂઓ તેમની પાસે રહેલી 52 લાખની રોકડ રકમ લઇને ફરાર થઇ ગયા. મામલાની જાણ થતાં જ પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી લૂંટારૂઓની શોધખોળ શરૂ કરી. મહત્વનું છે કે કડી સ્થિત બાલાજી બ્રોકર પેઢી મુકેશ પટેલ અને પરસોત્તમ શ્યામસુંદરની ભાગીદારીમાં ચાલે છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…