AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત અમદાવાદના બ્રેઇનડેડ મુસ્લિમ યુવકનું અંગદાન

અમદાવાદના (Ahmedabad) શેખ પરિવારે બિનસાંપ્રદાયિકતા (Secularism) અને કોમી એખલાસનું શ્રેષ્ઠ ઉદાહરણ પ્રસ્થાપિત કરવા માટે બ્રેઇનડેડ પુત્રના અંગદાનનો નિર્ણય કર્યો છે.

સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત અમદાવાદના બ્રેઇનડેડ મુસ્લિમ યુવકનું અંગદાન
અમદાવાદના બ્રેઇનડેડ મુસ્લિમ યુવકનું અંગદાન
Jignesh Patel
| Edited By: | Updated on: Oct 16, 2022 | 6:07 PM
Share

અમદાવાદ (Ahmedabad) સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) 93મું અંગદાન થયું છે. અમદાવાદ શહેરના મુસ્લિમ પરિવારે બ્રેઇનડેડ પુત્રના અંગદાનનો સંવેદનશીલ નિર્ણય કરીને ત્રણ જરૂરિયાતમંદ પીડિત દર્દીઓને નવજીવન આપ્યું છે. આખરે તો લોહીનો રંગ લાલ જ હોય છે ને, એવી વિચારધારાથી વરેલા અમદાવાદના શેખ પરિવારે બિનસાંપ્રદાયિકતા (Secularism) અને કોમી એખલાસનું શ્રેષ્ઠ ઉદાહરણ પ્રસ્થાપિત કરવા માટે બ્રેઇનડેડ પુત્રના અંગદાનનો નિર્ણય કર્યો છે. સિવિલ હોસ્પિલમાં અત્યાર સુધીમાં થયેલાં 93 અંગદાનમાં મળેલાં 294 જેટલાં અંગોના પરિણામે 272 વ્યક્તિઓને નવજીવન આપવામાં સફળતા મળી છે.

મુસ્લિમ પરિવારે માનવતાની મિશાલ પ્રસ્થાપિત કરી

અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં રહેતા 35 વર્ષીય શેખ રૂબેનભાઈને માથાના ભાગમાં ગંભીર પ્રકારની ઇજા થતાં 14 ઓક્ટોબરના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન 16મી ઓક્ટોબરના રોજ તબીબો દ્વારા તેમને બ્રેઇનડેડ જાહેર કરાતાં હોસ્પિટલના તબીબોએ તેમના પરિવારજનોને અંગદાન અંગેની સમજ આપી હતી. વટવાના આ મુસ્લિમ પરિવારે માનવતાની મિશાલ પ્રસ્થાપિત કરવા પહેલ કરી. સાથે જ પોતાના દીકરાનાં અંગો અન્ય કોઈ પણ સમાજના વ્યક્તિ જે પીડિત અને જરૂરિયાતમંદ હોય તેને મળે તો આનાથી પુણ્યનું કામ બીજુ શું હોઈ શકે તેવી વિચારધારા સાથે અંગદાનનો સંવેદનશીલ અને માનવતાવાદી નિર્ણય કર્યો.

અંગદાનના નિર્ણય બાદ સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા બ્રેઇનડેડ રૂબેનભાઇના અંગોને રીટ્રાઇવલ માટે લઇ જવામાં આવ્યા. જ્યાં પાંચથી છ કલાકની જહેમતના અંતે બે કિડની અને એક લીવરનું દાન કરવામાં આવ્યુ. જેને અમદાવાદ સિવિલ મેડિસિટીની જ કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. અમદાવાદ સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, બ્રેઇનડેડ રૂબેનભાઇના અંગદાનથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કુલ 93 અંગદાન થયાં છે. જેમાં અમદાવાદ શહેરના મુસ્લિમ પરિવાર દ્વારા અંગદાનની આ પ્રથમ ઘટના છે. આ અગાઉ કચ્છના એક મુસ્લિમ પરિવારે પણ અંગદાન કર્યું હતું. સમાજમાં પ્રવર્તી રહેલી અંગદાનની જાગૃતિના પરિણામે જ કોમી એખલાસનું પ્રતીક સમું આ અંગદાન બની રહ્યું છે.

કોમી એખલાસનાં દૃશ્યો સર્જાયા

રૂબેનભાઇના અંગદાન વેળાએ સિવિલ હોસ્પિટલના આઇ.સી.યુ.માં પણ કોમી એખલાસનાં દૃશ્યો સર્જાયાં હતાં. બ્રેઇનડેડ શરીરને રીટ્રાઇવલ સેન્ટરમાં લઇ જતા પહેલાં કરવામાં આવતી પ્રાર્થના સમયે એક બાજું ઇશ્વરને પ્રાર્થના અને બીજુ બાજું પરવર દીગારને કલમા પઢતા કોમી એખલાસનાં દૃશ્યો પણ જોવા મળ્યાં હતાં. ગુજરાત સરકારના પ્રયાસોના પરિણામે સિવિલ હોસ્પિટલ અમદાવાદે આદરેલા અંગદાનના સેવાયજ્ઞથી માનવતાની મહેક આજે રાજ્યના ખૂણે ખૂણે પ્રસરી છે. જેના કારણે અમદાવાદ ઉપરાંત સુરત, જુનાગઢ, રાજકોટ, જામનગર સહિતનાં શહેરોમાં પણ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં અંગદાન શક્ય બન્યું છે.

Breaking News : ભર શિયાળે કચ્છમાં કમોસમી વરસાદ ખાબક્યો
Breaking News : ભર શિયાળે કચ્છમાં કમોસમી વરસાદ ખાબક્યો
જાણો આજનો દિવસ કેવો રહેશે, પરિવારમાં ખુશીઓ આવશે, લગ્ન માટે શ્રેષ્ઠ સમય
જાણો આજનો દિવસ કેવો રહેશે, પરિવારમાં ખુશીઓ આવશે, લગ્ન માટે શ્રેષ્ઠ સમય
શિક્ષણમંત્રી રિવાબાની મદદથી એક દીકરીના તૂટેલા સપનાને મળી નવી પાંખો
શિક્ષણમંત્રી રિવાબાની મદદથી એક દીકરીના તૂટેલા સપનાને મળી નવી પાંખો
ગુજરાતના 2 આઈએએસ અધિકારીની બદલી
ગુજરાતના 2 આઈએએસ અધિકારીની બદલી
દારૂ પીને ડ્યુટી પર આવવું ભારે પડ્યું, જેલના સળિયા ગણવાનો વારો આવ્યો
દારૂ પીને ડ્યુટી પર આવવું ભારે પડ્યું, જેલના સળિયા ગણવાનો વારો આવ્યો
Breaking News: બ્રિજ પર ગ્રીલ નહીં, મોતની સીધી એન્ટ્રી!
Breaking News: બ્રિજ પર ગ્રીલ નહીં, મોતની સીધી એન્ટ્રી!
સ્કૂલવાન ચાલકે વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું
સ્કૂલવાન ચાલકે વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું
ગુજરાતના હવામાનમાં આવશે પલટો, કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે થશે માવઠું
ગુજરાતના હવામાનમાં આવશે પલટો, કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે થશે માવઠું
વર્લ્ડ ઈકોનોમી ફોરમમાં હર્ષ સંઘવીએ યોજ્યો બેઠકોનો દોર
વર્લ્ડ ઈકોનોમી ફોરમમાં હર્ષ સંઘવીએ યોજ્યો બેઠકોનો દોર
અમદાવાદની જે ટાંકી પર ચડ્યું JCB એ 70 વર્ષ જૂની ટાંકી આખરે જમીનદોસ્ત
અમદાવાદની જે ટાંકી પર ચડ્યું JCB એ 70 વર્ષ જૂની ટાંકી આખરે જમીનદોસ્ત
g clip-path="url(#clip0_868_265)">