Crime News : અમદાવાદમાં ફરી ઝડપાયું બોગસ કોલ સેન્ટર, ઝોન 6 LCB ની ટીમે આરોપીની ધરપકડ કરી

|

Oct 19, 2024 | 11:15 AM

અમદાવાદમાં કોલ સેન્ટર ચલાવનાર આરોપીઓ અમેરિકાના નાગરિકોની લીડ મેળવીને મુંબઈ આપતો હતો. સાથે જ આરોપી પોતે કૉલ સેન્ટર ઘરે બેસીને ઓપરેટ કરતો હતો. પોલીસ આરોપીને ઝડપી પાડ્યો છે.

Crime News : અમદાવાદમાં ફરી ઝડપાયું બોગસ કોલ સેન્ટર, ઝોન 6 LCB ની ટીમે આરોપીની ધરપકડ કરી

Follow us on

અમદાવાદ પોલીસે આરોપી સલમાન ઉર્ફે રાજા જીવાણીની ઝોન – 6 LCB સ્કોર્ડની ધરપકડ કરી કસ્ટડીમાં લીધો છે. આરોપી સલમાન ઘરે બેઠા બોગસ કૉલ સેન્ટર ઓપરેટ કરતો હતો સાથે જ મુંબઈ અંધેરી ઈસ્ટ ખાતે તુષાર સહિત અજાણ્યા શખ્સો બેસાડીને કૉલ સેન્ટર ચલાવે છે. જેને ઓપરેટ થતા તેનું તમામ પ્રકારનું હેન્ડલિંગ સલમાન કરતો હોવાનું સામે આવ્યું છે.

સલમાન નામનો આરોપી ઘરે કૉલ સેન્ટર ચલાવતો હોવાની બાતમી ઝોન -6 એલસીબી સ્કોરડ બાતમી મળતા જ કાકરીયા ખોજા સોસાયટી મકાન 18 નંબર રેડ કરી પકડ્યું હતું. આરોપી સલમાન ઘરે થી કૉલ સેન્ટર ચલાવવા બે લેપટોપ, 3 મોબાઈલ, એક એક્સ્ટર્નલ હાર્ડ ડિસ્ક, એક યુએસબી કન્વર્ટર, એક લેપટોપ સાથે જ કૉલ સેન્ટરના રોકડ 31.50 લાખ કબજે કર્યા છે.

કઈ રીતે ઓપરેટ થતું હતું બોગસ કોલ સેન્ટર ?

પકડાયેલા આરોપી સલમાનની પૂછપરછ કરતા કોલ સેન્ટર મુંબઈ ખાતે તુષાર ચલાવતો હતો. જે હવાલા ખાતે ગેરકાયદેસર પૈસા સિદ્ધાર્થ નરસીદાણી અહીં અમદાવાદ લાવીને સલમાનને આપતો હતો અને અહીં સલમાન પૈસાનો ભાગ પાડી દેતો હતો, સાથે જ મુંબઈમાં રહેલ બોગસ કૉલ સલમાન અમદાવાદ ખાતે ઘરે બેસીને હેન્ડલિંગ કરતો હતો.

અનિલ અંબાણીને મળી મોટી રાહત, નહીં ભરવો પડશે 25 કરોડનો દંડ
સૂર્યદેવના મંત્રનો જાપ કરવાની સાચી રીત કઈ છે, જીવનમાં નહીં રહે પૈસાની કમી !
આજનું રાશિફળ તારીખ : 19-10-2024
અંબાણી પરિવારની વહુ રાધિકાના જન્મદિવસની ઉજવણીનો ઈન્સાઈડ વીડિયો વાયરલ
હીરો Super Splendor XTEC બાઇક આપે છે 69 kmpl ની માઇલેજ
PULL-UPS કરતી આ છોકરીના વીડિયોને કારણે મચી બબાલ, જાણો કેમ

સલમાન છેલ્લા 6 મહિના થી ઘરે બેઠા બોગસ કૉલ સેન્ટર હેન્ડલિંગ અને તમામ લીડ પ્રોવાઈડ કરતો હતો. આ કૉલ સેન્ટર અમેરિકન નાગરિકોને અલગ-અલગ લાલચો આપી તેમની પાસે પૈસા પડાવી લેતા હતા. આ કૉલ સેન્ટર માસ્ટર માઈન્ડ સલમાન હોવાનું સામે આવ્યું છે જેને તાજેતર માં કૉલ સેન્ટર પૈસા હવાલા થી 32 લાખ રૂપિયા આવ્યા હતા.

ઝોન -6 એલસીબી ટીમ કૉલ સેન્ટર ચલાવવા પૈસાની લેતી દેતી કરતો દાણીલીમડાનો સિદ્ધાર્થ નરસીદાણીની અટકાયત કરી છે. જેણે અત્યાર સુધી કેટલા પૈસા હવાલા કર્યા છે જેને લઇ તપાસ શરૂ કરી છે. ત્યારે આરોપી સલમાન અગાઉ બોગસ કૉલ સેન્ટર કામ કરી ચૂક્યો છે સાથે જ ઓસ્ટ્રેલિયા થી પરત આવેલો છે.

Published On - 11:12 am, Sat, 19 October 24

Next Article