ગુજરાતમાં ભાજપનું ઓબીસી કાર્ડ, આજે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને મહેન્દ્ર મુંજપુરા સભા ગજવશે

|

Oct 17, 2021 | 11:04 AM

ગુજરાતના 2 કેન્દ્રીય પ્રધાનો અલગ અલગ સ્થળોએ 40 જેટલી જાહેર સભા યોજશે. જેમાં આજે કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ચૌહાણ ગાંધીનગરમાં અને ડૉ. મહેન્દ્ર મુંજપરા અમદાવાદ જિલ્લામાં જનસભાઓ યોજાશે.

ગુજરાતમાં(Gujarat)  2022ની વિધાનસભા ચૂંટણી(Assembly Election)  પૂર્વે આજથી જાહેર સભાનો(Public Meeting)  દોર શરૂ થશે. જેમાં ભાજપના(BJP)  બે કેન્દ્રીય પ્રધાનો રાજ્યભરમાં સભાઓ ગજવશે. ગુજરાતના 2 કેન્દ્રીય પ્રધાનો અલગ અલગ સ્થળોએ 40 જેટલી જાહેરસભાઓ યોજશે. જેમાં આજે કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ચૌહાણ ગાંધીનગરમાં અને ડૉ. મહેન્દ્ર મુંજપરા અમદાવાદ જિલ્લામાં જનસભાઓ યોજાશે.

મહત્વપૂર્ણ છે કે ભાજપના પ્રધાનો આ જાહેર સભાઓ OBC સમાજ પ્રભાવિત બેઠકો અને જિલ્લાઓમાં યોજશે. તેમજ ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણી પૂર્વે તેવો 40 જેટલી સભાઓને સંબોધિત કરવાના છે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે ઓબીસી વસ્તી ધરાવતા વિસ્તારમાં સભાઓ કરીને ઓબીસી મતોને વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તરફ આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવશે.

કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણનો જાહેર સભાનો કાર્યક્રમ

સવારે 10 કલાકે યૂનિવર્સલ કોલેજ, મોટી ભોંયણ, કલોલ

બપોરે 12 કલાકે નગરપાલિકા હૉલ, માણસા

બપોરે 3 કલાકે , ગાંધીનગર એપીએમસી હૉલ

સાંજે 5 કલાકે, કચ્છ કડવા પાટીદાર સમાજની વાડી, દહેગામ શહેર

ગુજરાત વિધાનસભાની ચુંટણીઓને લઇને ભાજપે અત્યારથી જ તૈયારીઓ આરંભી દીધી છે. જેના ભાગરૂપે ભાજપે 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકાઓમાં શનિવારથી જ કાર્યકરો માટે પ્રશિક્ષણ વર્ગની શરૂઆત કરી છે.

આ પ્રશિક્ષણ વર્ગમાં જરૂરી માહિતી ઉપરાંત પાર્ટીની કાર્યપદ્ધતિ, વિચારસરણી, ભાજપાનો ઈતિહાસ, જનસંઘનો ઈતિહાસ, એકાત્મ માનવવાદ, કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી, મીડિયા , સોસિયલ મીડિયા, વિવિધ સમાજોને લગતા મુદ્દાઓ, યુવાનો, મહિલાઓ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ સમાજ મુદ્દે પ્રશિક્ષણ વર્ગ માં ચર્ચા કરવામાં આવશે. આ પ્રશિક્ષણ વર્ગમાં 17 મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ વર્ગો 27 ઓક્ટોબર સુધી ચાલશે.

આ પણ વાંચો : મહેસાણા : પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની રિયલ એસ્ટેટમાં અસર, મકાનોની કિંમત આસમાને પહોંચી

આ પણ વાંચો : જમ્મુ કાશ્મીરમાં શહીદ જવાન ખેડાના હરીશ પરમારનો પાર્થિવ દેહ વતન લવાશે, વણઝારીયા ગામ શોકમગ્ન

Published On - 9:14 am, Sun, 17 October 21

Next Video