મહેસાણા : પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની રિયલ એસ્ટેટમાં અસર, મકાનોની કિંમત આસમાને પહોંચી

મકાન બનાવવા માટે વપરાતાં સિમેન્ટ, લોખંડ, પાઇપ તેમજ અન્ય મટિરીયલ સહિતના ભાવોમાં એકાએક વધારો નોંધાતા મકાનની પડતર વધી છે જેના લીધે તેની કિંમતમાં વધારો નોંધાયો છે.

પેટ્રોલ(Petrol) ડીઝલના ભાવ વધારા બાદ રીયલ એસ્ટેટ(Real Estate)  ક્ષેત્રે પણ ભાવમાં વધારો (Price Hike) જોવા મળ્યો છે. જેમાં મકાન બનાવવા માટે વપરાતાં સિમેન્ટ, લોખંડ, પાઇપ તેમજ અન્ય મટિરીયલ સહિતના ભાવોમાં એકાએક વધારો નોંધાતા મકાનની કિંમતમાં(House Price)  વધારો નોંધાયો છે. હાલમાં મહેસાણા (Mehsana) જિલ્લામાં કોરોના બાદ મકાનના ભાવમાં અંદાજિત 25 ટકા જેટલો વધારો નોંધાયો હોવાનું બિલ્ડરોનું કહેવુ છે.

મહેસાણાએ ઉતર ગુજરાતનું(North Gujarat)  હબ ગણાય છે અને અનેક લોકો ધંધા અર્થ મહેસાણા આવતા હોય છે. જે લોકો નવા ઘર ખરીદવા માંગતા હોય છે. પરંતુ મકાનની કિંમતમાં વધારો નોંધાતા ઘરના મકાનનું સ્વપ્ન એ સ્વપ્ન બનીને જ રહી ગયું છે.

દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવથી અનેક ચીજ વસ્તુઓ મોંધી બની છે. જેમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતાં આડકતરી રીતે અનેક ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થયો છે.

આ પણ વાંચો : બનાસકાંઠા : ડીઝલના ભાવ વધતા જગતના તાતની મુશ્કેલીઓ વધી, સરકારને ભાવ ઘટાડવા માંગ

આ પણ વાંચો : Birthday Special : કીર્તિ સુરેશે બાળ કલાકાર તરીકે પોતાની કારકીર્દીની શરૂઆત કરી હતી, રાષ્ટ્રીય પુરસ્કાર પણ મેળવી ચુકી છે

Click on your DTH Provider to Add TV9 Gujarati