રથયાત્રા પહેલા રાહુલ ગાંધી અમદાવાદ આવે તેવી પ્રબળ શક્યતા, પ્રદેશ નેતાગીરી દ્વારા કરાઈ અપીલ- Video

|

Jul 04, 2024 | 4:23 PM

અમદાવાદમાં મંગળવારે ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલી મારામારી બાદ રાહુલ ગાંધી ગુજરાત આવે તેવી પ્રબળ શક્યતા છે. કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે થયેલી  બબાલ બાદ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી નામજોગ ફરિયાદ પણ પોલીસે ન લેતા પ્રદેશ કોંગ્રેસની નેતાગીરી દ્વારા રાહુલ ગાંધીને ગુજરાત આવવા માટે અપીલ કરાઈ છે.

લોકસભાના નેતા વિપક્ષ રાહુલ ગાંધી 6 જૂલાઈએ શનિવારે ગુજરાત આવે તેવી પ્રબળ શક્યતા છે. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય બહાર થયેલી મારામારીની ઘટના બાદ પોલીસે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર સહિત અનેક કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. જે બાદ કોંગ્રેસ દ્વારા પણ પોલીસને વીડિયો ફુટેજ રજૂ કરી ભાજપના કાર્યકર્તા વિરુદ્ધ નામજોગ ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ પોલીસે હજુ સુધી કોંગ્રેસની ફરિયાદ ન લેતા આ અંગે પ્રદેશ નેતાગીરી દ્વારા રાહુલ ગાંધીને અપીલ કરવામાં આવી છે.

6 જૂલાઈએ રાહુલ ગાંધી આવી શકે છે ગુજરાત

મારામારીની ઘટના બાદ પોલીસે કોંગ્રેસના 5  કાર્યકર્તાઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના રિમાન્ડ પર  મોકલવામાં આવ્યા છે. આથી કાર્યકર્તાઓનુ મોરલ બુસ્ટ અપ કરવા પણ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાત લે તે પ્રકારની વિગતો પણ સામે આવી છે. કાર્યકર્તાઓમાં એક સંદેશો પહોંચે કે તેઓ આ લડાઈમાં એકલા નથી, પાર્ટીનું શિર્ષ નેતૃત્વ પણ તેમની સાથે છે, અને પ્રશાસન પર પણ કોંગ્રેસની ફરિયાદ સંદર્ભે દબાણ લાવી શકાય તે બંને બાબતોને ધ્યાને રાખી રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત અંગે નિર્ણય કરાયો હોવાની વિગતો હાલ મળી રહી છે.

કોંગ્રેસ કાર્યાલયે થયેલી મારામારીની ઘટનાને પગલે રાહુલ ગુજરાત આવશે

જો કે 7મી જૂલાઈએ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી મહારથયાત્રા નીકળવાની હોવાથી મોટાભાગના પોલીસકર્મીઓ તેમા બંદોબસ્તમાં હશે. આથી તંત્ર દ્વારા રાહુલ ગાંધીને 6 જૂલાઈએ ન આવતા રથયાત્રા પછીના દિવસમાં આવવા જણાવાયુ છે. જોકે પ્રદેશનેતાગીરી દ્વારા રાહુલ ગાંધીને આમંત્રણ આપી દેવામાં આવ્યુ છે અને રાહુલની ટીમ દ્વારા પણ આ અંગેનુ કન્ફર્મેશન આપી દેવાયુ છે કે તેઓ અમદાવાદ આવી રહ્યા છે. રાહુલ ગાંધી આ મુલાકાત દરમિયાન એ તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના નેતાઓને મળશે જેઓ પથ્થરમારાની ઘટના બની એ સમયના પ્રત્યક્ષદર્શીઓ હતા.

Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો
આ ત્રણ Seeds 25 વર્ષથી મોટા તમામ પુરુષો માટે છે વરદાન, ત્રીજું સૌથી મહત્વનું
ડિલિવરી બાદ મહિલાઓ કેટલા દિવસ સુધી પૂજા ન કરી શકે? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
Vastu Tips : ઘરમાં ભૂલથી પણ આ સ્થાનો પર ન રાખો જૂતા-ચપ્પલ, જાણો

શું હતો સમગ્ર ઘટનાક્રમ?

મંગળવારની એ સાંજ જ્યારે લોકસભામાં એકતરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ રજૂ કરી રહ્યા હતા અને એ જ સમયે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય બહારથી મારામારી અને પથ્થરમારાના હિંસક દૃશ્યો સામે આવ્યા. આ ઘટના પાછળ કારણ હતુ સોમવારે રાહુલ ગાંધી દ્વારા લોકસભામાં હિંદુ સમાજ અંગે કરાયેલી વિવાદી ટિપ્પણી. લોકસભામાં રાહુલ ગાંધીની હિંદુઓ વિશે કરેલી ટિપ્પણી બાદ દેશભરમાં ભાજપના કાર્યકરો અને હિંદુ સંગઠનો દ્વારા આક્રમક વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ જ નિવેદનના વિરોધમાં મંગળવારે 2 જૂલાઈની સાંજે કોંગ્રેસ કાર્યાલય બહાર વિરોધ કરવા આવેલા ભાજપના કાર્યકરો અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી અને પથ્થરબાજી થઈ હતી..

શું છે કોંગ્રેસનો આરોપ?

જેમા કોંગ્રેસનો આરોપ છે કે પોલીસે માત્ર એકતરફી વલણ દાખવ્યુ, પોલીસની મંજૂરી વિના ભાજપના કાર્યકરોનું ટોળુ કોંગ્રેસ ભવન પર ધસી આવ્યુ અને દેખાવોના નામે પથ્થરમારો કરાયો હતો. છતા પોલીસે તેમને રોક્યા ન હતા માત્ર મૂકપ્રેક્ષક બની રહી હતી. કોંગ્રેસનો આરોપ છે કે પોલીસે ધારાસભ્ય શૈલેષ પરમારને કોલર પકડીને લઈ ગઈ હતી અને એકતરફી કાર્યવાહી કરી. પોલીસે માત્ર ભાજપની ફરિયાદ લઈ લીધી પરંતુ કોંગ્રેસે વીડિયો ફુટેજ સહિત ભાજપના કાર્યકરો સામે નામજોગ ફરિયાદ આપી તો પોલીસે તે લેવાનો ઈનકાર કરી દીધો.

જો કે પોલીસે આ મામલે ટોળા વિરુદ્ધ બે અલગ અલગ ગુના નોંધ્યા છે. જેમા કોંગ્રેસના 200 જેટલા કાર્યકરોના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. જ્યારે બીજી ફરિયાદ પોલીસ પરના હુમલાની નોંધવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:16 pm, Thu, 4 July 24

Next Article