અમદાવાદઃ માતાના પ્રેમીની હત્યા કરવા મા-દીકરાએ ફિલ્મને ટક્કર મારે એવી સ્ટોરી ઘડી

અમદાવાદમાં એવો જ એક કિસ્સો સામે આવ્યો છે કે જેણે જાણીતી દૃશ્યમ ફિલ્મની યાદ અપાવી દીધી. અમદાવાદનો આ કિસ્સો ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર મારે તેવો છે. પોલીસ પણ આ ઘટનાનો ભેદ ઉકેલતા જે કારણ સામે આવ્યું તેનાથી ચોંકી ઉઠી હતી.

અમદાવાદઃ માતાના પ્રેમીની હત્યા કરવા મા-દીકરાએ ફિલ્મને ટક્કર મારે એવી સ્ટોરી ઘડી
માતા-પુત્રની ધરપકડ
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Jun 08, 2024 | 2:04 PM

આમતો સમાજમાં અનેક અવનવા કિસ્સાઓ સામે આવતા હોય છે પણ અમુક કિસ્સાઓ જાણેકે ઉડીને આંખે વળગે તેવા હોય છે. અમદાવાદમાં એવો જ એક કિસ્સો સામે આવ્યો છે કે જેણે જાણીતી દૃશ્યમ ફિલ્મની યાદ અપાવી દીધી. અમદાવાદનો આ કિસ્સો ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર મારે તેવો છે. પોલીસ પણ આ ઘટનાનો ભેદ ઉકેલતા જે કારણ સામે આવ્યું તેનાથી ચોંકી ઉઠી હતી.

બનાસકાંઠાના ભાભોરમાં થોડા દિવસ પહેલા એક યુવક લાપતા થયો હતો જેની પોલીસ મથકમાં પણ જાણ કરવામાં આવી હતી. જે યુવકનો લાપતા હોવાનો ભેદ ઉકેલાયો છે સાથે જ જે હકીકત સામે આવી તે ચોકાવનારી હતી.

ગૂમ યુવકની શોધખોળથી થઈ શરુઆત

સમગ્ર ઘટનાની વાત કરીએ તો બનાસકાંઠાના ભાભર ગામનો પ્રભુરામ ઠાકોર પાલનપુરની બનાસ ડેરી ખાતે દુધનું ટેન્કર ચલાવતો હતો. 21મી મે ના રોજ તે નોકરીના કામથી જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો પરંતુ નોકરી પહોંચ્યો નહોતો. 23મીએ તેની સાથે કામ કરતા વિનોદભાઇ ઠાકોરે પણ પ્રભુરામ નોકરી આવ્યો નહોતો અને ફોન પણ બંધ હોવાનું જણાવ્યું હતું. જેથી પ્રભુરામના પરિવારજનોએ શોધખોળ કરી પરંતુ પ્રભુરામની ભાળ મળી ન હતી.

મુકેશ અંબાણીના Jio યુઝર્સને મોટો ઝટકો, આ સસ્તો રિચાર્જ પ્લાન થયો બંધ
મની પ્લાન્ટને ચોરી કરીને લગાવવાથી શું થાય? જાણો રહસ્ય
માથાના વાળ ખરતા રોકશે આ 3 સિક્રેટ ટ્રીક, જાણો
વ્હિસ્કી પીવાથી શરીરમાં થાય છે ચમત્કારિક ફાયદા, જાણો
કેરીની ગોટલી ફેકી ન દેતા, ફાયદા જાણશો તો દંગ રહી જશો
લગ્ન બાદ ઇસ્લામ ધર્મ કબુલશે સોનાક્ષી સિન્હા ? ઝહીરના પિતાએ કહી દીધી મોટી વાત

જેથી 24મી મે ના રોજ ભાભર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની જાણ કરાઇ હતી. ભાભર પોલીસે પ્રભુરામના મોબાઈલના CDR કઢાવીને એનાલિસીસ કરતા લક્ષ્મીબા વાઘેલા નામની મહિલા સાથે પ્રભુરામને વધારે વાત થઇ હોવાનું સામે આવ્યુ હતું. જેથી ભાભર પોલીસે 5 જૂને લક્ષ્મીબાને બોલાવીને પૂછપરછ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી અને પ્રભુરામ ની હત્યા થઈ હોવાનું પણ સામે આવ્યું હતું. જે બાદ સમગ્ર કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

માતા-પુત્રએ હત્યા કરીનો ભેદ ખૂલ્યો

વધુ તપાસમાં પ્રભુરામ ની હત્યામાં લક્ષ્મીબા વાઘેલા અને તેના પુત્ર અર્જુનસિંહએ પ્રભુરામ ની હત્યા કરી હોવાનું ખુલતા પોલીસે માતા પુત્રની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક પ્રભુરામ અને લક્ષ્મીબા વચ્ચે છેલ્લા ચાર વર્ષથી પ્રેમસંબંધ હતો. ગત ફેબ્રુઆરી 2024માં લક્ષમીબાના પતિ જ્યેન્દ્રસિંહ વાઘેલાનું બીમારીના કારણે અવસાન થયું હતું. જેથી વિધવા હોવાથી સમાજમાં આ સબંધના કારણે બદનામી થતી હતી. જ્યારે અર્જુનસિંહની માતાના પ્રભુરામ સાથે પ્રેમસંબંધને લઈને અણગમો હતો. જેના કારણે માતા પુત્રએ પ્રેમીની હત્યા કરવાનું નક્કી કર્યું હતું.

પુત્ર અર્જુનસિંહ બનાસકાંઠાથી 6 મહિના પહેલા અમદાવાદ નોકરી માટે આવ્યો હતો અને બોપલ વિસ્તારમાં રહેતો હતો. બીજી તરફ લક્ષ્મીબા પણ સમાજની બદનામીના કારણે પ્રેમી સાથે સંબંધ ખતમ કરવા માંગતી હતી પરંતુ પ્રેમી તૈયાર નહતો. આ કારણથી જ માતા પુત્રએ હત્યાનું પ્લાનિંગ કર્યું.

હત્યા કરી મોબાઈલ ટ્રેનમાં મુકી દીધો

ગત 21મીએ અર્જુનસિંહે માતાને તેના પ્રેમી પ્રભુરામને લઇને અમદાવાદ આવવાનું કહ્યું હતું. લક્ષ્મીબાએ દીકરાને મળવા જવું છે તેવું કહીને પ્રભુરામને ભાભરથી બસમાં અમદાવાદ લાવી હતી. 22મી મે ના રોજ સવારે અર્જુનસિંહ પ્રભુરામને કુદરતી હાજતે જવાના બહાને ઘુમા ગામની સીમમાં લઈ ગયો હતો અને માથામાં ધારિયુ મારીને હત્યા કરી દીધી હતી. ત્યાર બાદ લાકડા ભેગા કરીને મૃતદેહ સળગાવી દીધો હતો.

એટલું જ નહીં મૃતક પ્રભુરામનો મોબાઈલ ચાલુ કરીને એક ટ્રેનમાં મૂકી દીધો હતો. જેથી પોલીસ લોકેશન મેળવી શકે નહીં. આ ઉપરાંત મૃતદેહ સળગાવી દીધા બાદ અસ્થિઓ પણ કેનાલમાં ફેકીને પુરાવાનો નાશ કર્યો હતો. બોપલ પોલીસે હત્યા કેસમાં માતા અને પુત્રની ધરપકડ કરી છે. મૃતકની હત્યાના ઘટના સ્થળે અવશેષો મેળવીને DNA ટેસ્ટને લઈને કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો:  આ મહારાણી એક સાથે 100 પગરખાંનો વિદેશમાં આપતા ઓર્ડર, કિંમતી હીરા-મોતી જડેલા સૅન્ડલ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

રોંગ સાઈડ રાજુઓ ચેતજો, નહીં તો પોલીસ હવે વાહન જપ્તી સાથે કરશે ધરપકડ
રોંગ સાઈડ રાજુઓ ચેતજો, નહીં તો પોલીસ હવે વાહન જપ્તી સાથે કરશે ધરપકડ
ગધેડાને માન આપવું પડે એવો સમય આવ્યો, ગદર્ભ કરાવી રહ્યા છે લાખોની કમાણી
ગધેડાને માન આપવું પડે એવો સમય આવ્યો, ગદર્ભ કરાવી રહ્યા છે લાખોની કમાણી
રાજ્યમાં આવતીકાલથી અતિભારે વરસાદની આગાહી
રાજ્યમાં આવતીકાલથી અતિભારે વરસાદની આગાહી
જ્યાંથી જીવાત નીકળી તેમને નોટિસ ફટકારાશે, ફૂડ કમિશનરનું નિવેદન, જુઓ
જ્યાંથી જીવાત નીકળી તેમને નોટિસ ફટકારાશે, ફૂડ કમિશનરનું નિવેદન, જુઓ
જવાહર ચાવડાનો થયો મોહભંગ, સોશિયલ મીડિયામાંથી હટાવ્યુ ભાજપનું ચિહ્ન
જવાહર ચાવડાનો થયો મોહભંગ, સોશિયલ મીડિયામાંથી હટાવ્યુ ભાજપનું ચિહ્ન
પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં પૂર્ણિમાને લઈ ભક્તોની ભીડ ઉમટી, જુઓ
પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં પૂર્ણિમાને લઈ ભક્તોની ભીડ ઉમટી, જુઓ
વિદેશી પાર્સલ માંથી ઝડપાયુ 3.50 કરોડનું લિક્વિડ ડ્રગ્સ
વિદેશી પાર્સલ માંથી ઝડપાયુ 3.50 કરોડનું લિક્વિડ ડ્રગ્સ
NEETમાં ગેરરીતિ સામે હવે ABVPએ સરકાર સામે માંડ્યો મોરચો- VIDEO
NEETમાં ગેરરીતિ સામે હવે ABVPએ સરકાર સામે માંડ્યો મોરચો- VIDEO
જળયાત્રા બાદ ભગવાન જગન્નાથજીનો જળાભિષેક, જુઓ-Video
જળયાત્રા બાદ ભગવાન જગન્નાથજીનો જળાભિષેક, જુઓ-Video
આણંદ શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરાયું
આણંદ શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરાયું
g clip-path="url(#clip0_868_265)">