ઘરમાં ઘરઘાટી હોય તો સાવધાન, અમદાવાદમાં માલિકે ઘરઘાટીને કાઢી મુકતા સગીર દીકરી પર હુમલો કરી લૂંટને આપ્યો અંજામ

|

Nov 10, 2024 | 3:41 PM

જો તમારા ઘરમાં ઘરઘાટી કામ કરતા હોય તો ચેતજો. અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા એક માલિકે તેના ઘરઘાટીને નોકરીમાંથી કાઢી મુક્તા તેનો ખાર રાખી પહેલા તો તેમની સગીર દીકરી પર હુમલો કર્યો અને ઘરમાં લૂંટને અંજામ આપ્યો. આટલાથી પણ સંતોષ ન થતા તેમણે માલિકના એટીએમમાંથી પણ પૈસા કાઢી લીધા.

ઘરમાં ઘરઘાટી હોય તો સાવધાન, અમદાવાદમાં માલિકે ઘરઘાટીને કાઢી મુકતા સગીર દીકરી પર હુમલો કરી લૂંટને આપ્યો અંજામ

Follow us on

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં થોડા દિવસ પહેલા એક નોકરે તેના માલિકના ઘર પર હુમલો કરી તેની સગીર દીકરીઓને માર માર્યા હોવાનો ઘટના સામે આવી હતી. સમગ્ર મામલે પોલીસે ઘરઘાટી આરોપીની ધરપકડ કરી છે. આરોપી બનાવને અંજામ આપી મુંબઈ ભાગી ગયો હતો. જોકે અમદાવાદ પરત આવતા પોલીસે તેની ધરપકડ કરી, જેમાં ખુલાસો થયો કે ઘરઘાટીના નિશાને મકાન માલિક હતા, પરંતુ તે ઘરે હાજર ન હોવાથી બે બાળકીઓ પર હુમલો કર્યો.

અમદાવાદના ઘોડાસર પાસે આવેલા સમર્પણ એપાર્ટમેન્ટમાં 28 તારીખે વહેલી સવારે 12 અને 14 વર્ષની બે સગીર બહેનો પર જીવલેણ હુમલો થવાની ઘટના સામે આવી હતી. જેમાં હુમલો કરનાર આરોપી તુષાર કોસ્ટી ઘરમાં રહેલા રૂપિયા લઈને ફરાર થઈ ગયો હતો. જે બાદ ફરિયાદીના એટીએમ કાર્ડ માંથી 10,000 રૂપિયા પણ ઉપાડી લીધા હતા. જે અંગે વટવા પોલીસે હત્યાનો પ્રયાસ અને લૂંટનો ગુનો દાખલ કર્યો હતો. જેમાં આરોપી તુષાર લૂંટને અંજામ આપી ઉત્તર ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં ફર્યા બાદ મુંબઈ ભાગી ગયો હતો. જોકે તેને કરેલા ગુના અંગે પોલીસની શું તપાસ ચાલે છે તે જોવા અમદાવાદ આવ્યો અને પોલીસે તેને ઝડપી પાડ્યો.

આરોપીની પૂછપરછમાં  અનેક ચોંકાવનારા ખૂલાસા

વટવા પોલીસે તુષાર કોષ્ટીની ધરપકડ કરી પૂછપરછ કરતા હકીકત સામે આવી કે, આરોપી તુષાર ફરિયાદીની ડેરીમાં દારૂ પીતો હતો. જેથી તેને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. જેનો બદલો લેવા આરોપીએ ફરિયાદી અભી પર હુમલો કરવાનો કાવતરું રચ્યું હતું, પરંતુ હુમલાના દિવસે ફરિયાદી હાજર ન હોવાથી તેની બે સગીર દીકરીઓ પર હુમલો કરી લુંટને અંજામ આપ્યો હતો. જીવલેણ હુમલો કર્યા બાદ આરોપીએ ફરિયાદીના એટીએમ કાર્ડ માથી રુપિયા ઉપાડયા હતા. જેથી બેંકનો મેસેજ આવ્યો હતો અને ત્યાર બાદ તપાસ કરતા ફરિયાદીની બે દિકરી પર હુમલો કરી આરોપી ફરાર થયો છે.

આજનું રાશિફળ તારીખ : 27-11-2024
#majaniwedding લગ્નના બંધનમાં બંધાયા મલ્હાર અને પૂજા, જુઓ ફોટો
ઓછું પાણી પીવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે આ 5 નુકસાન, જાણો અહીં
Vastu Tips: સીડી નીચે ટોયલેટ બનાવવાથી શું થાય છે ? જાણો
Immunity Increase : શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માટે આ 4 વસ્તુઓ આરોગો
આજનું રાશિફળ તારીખ : 26-11-2024

જોકે બનાવની ગંભીરતા જોતા ઈજાગ્રસ્ત બાળકીની સારવાર માટે સ્થાનિક પોલીસે તમામ મદદ કરી હોવાનુ પણ સામે આવ્યુ છે. હત્યાનો પ્રયાસ અને લૂંટના ગુનામાં પોલીસે તપાસ કરતા આરોપીએ તપાસને ગેરમાર્ગે દોરવા માટે બીજા કોઈ વ્યક્તિએ હુમલો કર્યા હોવાનું રટણ પોલીસ અને અન્ય લોકો સામે કર્યું હતું. જોકે પોલીસની કસ્ટડીમાં આવ્યા બાદ તેનો ભાંડો ફુટી ગયો અને તેણે કરેલા ગુનાની કબુલાત કરી હતી. તેથી પોલીસે આરોપીએ અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:41 pm, Sun, 10 November 24

Next Article