BAPSના વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજે લીધી કોરોનાની રસી, લોકોને ડર્યા વગર રસી લેવાનો આપ્યો સંદેશ

કોરોના વાઈરસ સામે લડવા માટે સમગ્ર દેશ સહિત રાજ્યમાં વેક્સિનેશનની પ્રક્રિયા તેજ બનાવાઈ છે. ત્યારે BAPSના વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજે ( Mahant Swami Maharaj ) પણ કોરોના વાઈરસની રસી (Corona vaccine) લીધી છે.

| Updated on: Apr 02, 2021 | 7:36 PM

કોરોના વાઈરસ સામે લડવા માટે સમગ્ર દેશ સહિત રાજ્યમાં વેક્સિનેશનની પ્રક્રિયા તેજ બનાવાઈ છે. ત્યારે BAPSના વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજે ( Mahant Swami Maharaj ) પણ કોરોના વાઈરસની રસી (Corona vaccine) લીધી છે. બે દિવસ પહેલા તેમને રસી લીધી હતી અને રસી લીધા બાદ હાલમાં તેમનું સ્વાસ્થ્ય એકદમ સારૂ છે. લોકોને ડર્યા વગર તેમને રસી લેવાનો સંદેશો તેમને પાઠવ્યો છે. હાલમાં મહંત સ્વામી મહારાજ મહેમદાબાદના નેનપુરમાં નિવાસ કરી રહ્યા છે.

સુરતમાં BAPS મંદિરના 15 સાધુને કોરોના

રાજ્યમાં અમદાવાદ અને સુરતમાંથી કોરોના વાઈરસના કેસ મોટી સંખ્યામાં સામે આવી રહ્યા છે. સુરતના અડાજણ વિસ્તારના BAPS મંદિરના 15 સાધુઓને કોરોના વાઈરસનો ચેપ લાગતાં મંદિરના અન્ય સ્વામી સહિત ભક્તોમાં પણ કોરોનાનો ભય પ્રસરી જવા પામ્યો છે અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર પણ હરકતમાં આવ્યું છે. સુરતના અડાજણ સ્થિત BAPS મંદિરે ભક્તો માટે હાલ બંધ કરી દેવા SMCએ આદેશ કર્યો છે અને સાધુઓના સંપર્કમાં આવેલા ભક્તોને પણ કોરોનાનો રિપોર્ટ કરાવવા માટે અપીલ કરાઈ છે.

30 એપ્રિલ સુધી તેજસ એક્સપ્રેસ રદ

મુંબઈ અને ગુજરાતમાં વધી રહેલા કોરોના કેસોને ધ્યાનમાં રાખીને રેલ્વેએ 2 એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે ચાલતી તેજસ એક્સપ્રેસને રદ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે મુંબઈ અને ગુજરાત વચ્ચે લોકોની અવર-જવર વધુ છે. કોરોનાના વધતા જતા કહેરને લઈને આ નિર્ણય લેવાયો છે. ગુજરાતમાં 27 માર્ચ બાદ Coronaના કેસો ઉત્તરોત્તર સપાટી પાર કરી રહ્યા છે. 27 માર્ચે 2,276 કેસ, 28 માર્ચે 2,270 કેસ, 29 માર્ચે 2,252 કેસ, 30 માર્ચે 2,220 કેસ અને 31 માર્ચે 2,360 નવા કેસ સામે આવ્યાં હતા. જયારે આજે 1 અપ્રિલે 2,400થી વધુ નવા કેસ સામે આવ્યાં છે.

આ પણ વાંચો: Delhi Corona Update : કોરોનાના કેસો વધતા દિલ્હીમાં ફરી લાગુ થશે Lockdown?, જાણો શું કહ્યું CM અરવિંદ કેજરીવાલે

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">