Ahmedabad: સામાજિક કાર્યકર તીસ્તા સેતલવાડ અને પૂર્વ ડીજીપી આર બી શ્રીકુમારની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી

|

Jul 30, 2022 | 5:39 PM

Ahmedabad : સામાજિક કાર્યકર્તા તીસ્તા સેતલવાડ અને પૂર્વ ડીજીપી આર બી શ્રીકુમારની જામીન અરજીના વિરોધમાં અગાઉ સરકારે કોર્ટમાં સોગંધનામુ રજૂ કર્યુ હતુ. જેમા અમદાવાદ સેશન્સ કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળી ચુકાદો અનામત રાખ્યો હતો. આ કેસમાં સેશન્સ કોર્ટે તેમનો ચુકાદો આપતા બંનેની જામીન અરજી ફગાવી છે.

Ahmedabad: સામાજિક કાર્યકર તીસ્તા સેતલવાડ અને પૂર્વ ડીજીપી આર બી શ્રીકુમારની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી
તીસ્તા સેતલવાડ અને આર.બી.શ્રીકુમારની જામીન અરજી ફગાવાઈ

Follow us on

ગુજરાતમાં વર્ષ 2002માં થયેલા ગોધરાકાંડ બાદ થયેલા કોમી રમખાણોના કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ તીસ્તા સેતલવાડ (Teesta Setalvad) અને પૂર્વ DGP આર.બી. શ્રીકુમાર (R B Shrikumar) ની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બનાવટી દસ્તાવેજો બનાવી વિશ્વભરમાં ગુજરાતની અને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની છબી ખરડવાના પ્રયાસમાં ધરપકડ કરાયેલ સામાજિક કાર્યકર્તા તીસ્તા સેતલવાડ અને તત્કાલિન DGP આર.બી. શ્રીકુમારની જામીન અરજી પર અમદાવાદની સેશન્સ કોર્ટ (Sessions Court) એ ચુકાદો સંભળાવ્યો છે. એડિશનલ ચીફ જસ્ટિસ ડીડી ઠક્કરની કોર્ટ જામીન અરજી પર ચુકાદો આપતા તીસ્તા સેતલવાડ અને આર બી શ્રીકુમારની જામીન અરજી ફગાવી છે. આ કેસમાં બંને તહોમતદારે કરેલી જામીન અરજીના વિરોધમાં સરકાર દ્વારા સોગંધનામુ રજૂ કરવામાં આવ્યુ હતુ જેમા બંને વિરુદ્ધ તપાસમાં જે પુરાવા સામે આવ્યા છે તે રજૂ કરવામાં આવ્યા હતા. સેશન્સ કોર્ટે બન્ને પક્ષોની દલીલ સાંભળી 21 જુલાઈએ ચુકાદો અનામત રાખ્યો હતો. જેના પર આજે સુનાવણી કરતા બંનેની જામીન અરજી ફગાવી છે.

 

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો


 

તીસ્તાને  દિવંગત અહેમદ પટેલ દ્વારા તબક્કાવાર મળ્યા હતા 30 લાખ રૂપિયા

તીસ્તા સેતલવાડ સામે રમખાણ પીડિતોની ભાવનાનો દુરુપયોગ કરી પોતાના અંગત હિત સાધવાનો અને પોતાની NGO માટે ભંડોળ એક્ઠુ કરવાનો પણ આરોપ છે. તીસ્તાની NGOએ ગુજરાતના દંગા પીડિતોની સહાય માટે કરોડો રૂપિયાનું ભંડોળ દેશ-વિદેશમાંથી મેળવ્યુ હતુ. જેનો ઉપયોગ તેમણે અંગત હેતુ માટે કર્યો હોવાનો આરોપ છે. ગુજરાત રમખાણો પર બનાવટી દસ્તાવેજોના આધારે ખોટી થિયરી બનાવી તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ગુનેગાર ચીતરી વિશ્વભરમાં તેમને બદનામ કરવાનો પ્રયાસ તીસ્તા દ્વારા કરવામાં આવ્યો હતો. જેમા તેમને તત્કાલિન ગુજરાતના DGP આર.બી.શ્રીકુમારે પણ ભરપૂર મદદ કરી હતી.

આપને જણાવી દઈએ કે તીસ્તા સેતલવાડ, પૂર્વ DGP શ્રીકુમાર અને પૂર્વ IPS સંજીવ ભટ્ટની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ગત મહિને ધરપકડ કરી હતી. આ કેસમાં બનેલી SIT દ્વારા સુપ્રીમ કોર્ટમાં ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો કે તીસ્તા સેતલવાડ અને શ્રીકુમારે કોંગ્રેસના મોટા નેતાના ઈશારે આ કૃત્ય કર્યુ હતુ અને ગુજરાતમાં સત્તામાં રહેલી નરેન્દ્ર મોદીની સરકારને પાડી દેવાના તમામ પ્રયાસ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના દિવંગત નેતા અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલેના ઈશારે એક મોટુ ષડયંત્ર કરવામાં આવ્યુ હતુ. જેનો હેતુ ગુજરતમાં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં રહેલી ભાજપની સરકારને અસ્થિર કરવાનો હતો.

Published On - 4:00 pm, Sat, 30 July 22

Next Article