Ahmedabad : નિકોલ ખાતે નિ:શુલ્ક યોગ શિબિરનું આયોજન, બાબા રામદેવ સહિત આ દિગ્ગજો રહેશે ઉપસ્થિત

|

Jun 19, 2022 | 7:32 AM

વસ્ત્રાલ RAF કેમ્પ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી..જ્યાં જવાનો અને તેમના પરિજનો તેમજ સ્થાનિકોએ ભેગા મળીને યોગાસન કરી યોગ દિવસની ઉજવણી હતી.

Ahmedabad : નિકોલ ખાતે નિ:શુલ્ક યોગ શિબિરનું આયોજન, બાબા રામદેવ સહિત આ દિગ્ગજો રહેશે ઉપસ્થિત
Yoga event in ahmedabad

Follow us on

અમદાવાદમાં (Ahmedabad) આજે નિકોલ ખાતે યોજાનાર નિશુલ્ક યોગ શિબિરમાં બાબા રામદેવ (Baba Ramdev) હાજરી આપવાના છે, ત્યારે બાબા રામદેવ શનિવારે જ અમદાવાદ પહોંચી ગયા હતા. તમને જણાવી દઈએ કે, આજે યોજાનાર કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. 21 જૂને વિશ્વ યોગ દિવસ (International Yoga Day) છે ત્યારે વિશ્વભરમાં યોગ કરનારા લોકોની સંખ્યા વધી છે..યોગ આજે વૈશ્વિક સ્તરે યોગ પહોંચ્યું છે ત્યારે બાબા રામદેવ દ્વારા અમદાવાદીઓને યોગનો લાભ આપવામાં આવશે.આ કાર્યક્રમ 19 અને 20 જૂન સુધી યોજાશે.

બીજી તરફ વસ્ત્રાલ RAF કેમ્પ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી..જ્યાં જવાનો અને તેમના પરિજનો તેમજ સ્થાનિકોએ ભેગા મળીને યોગાસન તેમજ પ્રાણાયમ કરી યોગ દિવસની ઉજવણી હતી આ સાથે યોગનું શુ મહત્વ છે તે પણ સમજાવવાનો પ્રયાસ કરાયો હતો.RAF કેમ્પ અને પતંજલિ સંસ્થા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો

આગામી 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે.વિશ્વભરમાં લોકો યોગ દિવસની (Yoga day) ઉજવણી કરશે. ત્યારે રાજ્યમાં પણ યોગ દિવસની ઉજવણી માટે તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.આ વખતે ‘માનવતા માટે યોગ’ થીમ પર યોગ દિવસની ઉજવણી થશે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે(Sabarmati riverfront)  રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી હાજર રહશે.આ ઉપરાંત જિલ્લા, તાલુકા, પાલિકા અને શાળા કક્ષાએ પણ યોગ દિવસની ઉજવણીનું આયોજન કરાયું છે.રાજ્યમાં મોઢેરા સૂર્યમંદિર અને અંબાજી મંદિર સહિત 17 ધાર્મિકસ્થળો, દાદા હરિની વાવ અને દાંડી સ્મારક સહિત 18 ઐતિહાસિક સ્થાનો, કચ્છના રણ સહિત 22 પ્રવાસન ધામો, માનગઢ હિલ અને સાપુતારા સહિત 17 કુદરતી સૌદર્ય ધામો અને સાયન્સસિટી ખાતે સામુહિક યોગ સાધના થશે.ઉપરાંત રાજ્યમાં 75 આઈકોનિક સ્થળે પણ યોગ દિવસ ઉજવાશે.

Published On - 7:20 am, Sun, 19 June 22

Next Article