રાજકોટમાં TRP ગેમઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડ પાછળ સૌથી મોટુ જો કોઈ કારણ જવાબદાર હોય તો તે તોડબાજ અધિકારીઓનો ભ્રષ્ટાચાર હતો. આ અગ્નિકાંડમાં અનેક નિર્દોષો હોમાયા છતા રાજ્યમાં તોડબાજ લાંચિયા અધિકારીઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા. રાજકોટના અગ્નિકાંડ બાદ અમદાવાદ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર આચરતા લાંચિયા અધિકારીઓ પર હવે સકંજો કસવામાં આવ્યો છે. જેમા મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર 20 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે
આ ATDO હર્ષદ ભોજક અને તેના મળતિયા આશિષ પટેલે મનપા દ્વારા તોડી પાડવામાં આવેલા મકાનો અને દુકાનોના ભાડુઆત અને ફરિયાદીને વૈકલ્પિક વ્યવસ્થા માટે કામગીરી પૂર્ણ કરવા 50 લાખની લાંચ માગી હતી. જેમાં રકઝકના અંતે 20 લાખ આપવાનુ નક્કી થયુ હતુ. ACBની ટીમે છટકુ ગોઠવી આસિસટ્ન્ટ ટીડીઓ હર્ષદ ભોજક અને એન્જિનિયક આશિષ પટેલને ઝડપી લીધા છે.
આ તોડબાજ TDO અને તેનો મળતિયોના પ્રગતિનગર સ્થિત આવેલા ઘરે પણ ACBની ટીમે જડતી તપાસ કરતા 73 લાખ રૂપિયાની રોકડ, સોનાનું બિસ્કીટ અંદાજિત 4.5 લાખની કિંમતનું મળીને કૂલ 77 લાખની મત્તા કબ્જે કરી છે. હાલ તેના દસ્તાવેજો અને મિલકતો બાબતેની ચકાસણી જડતી હાથ ધરાઈ છે.
ATDOનો આંખો ફાડી નાખે તેવો ભ્રષ્ટાચાર સામે આવ્યાના 12 કલાક બાદ તેના સસ્પેનડ્ કરવામાં આવ્યો છે. એસ્ટેટ વિભાગના ડેપ્યુટી કમિશનર રિદ્ધેશ રાવલના જણાવ્યા મુજબ હર્ષદ ભોજક સામે મહાનગરપાલિકા હવે વિભાગીય તપાસ કરાવશે. સમગ્ર મામલે DYMC કક્ષાના અધિકારીઓની કમિટી બનાવવા નિર્ણય કરાયો છે. આ લાંચ પ્રકરણ સામે આવ્યા બાદ તોડબાજ ATDO હર્ષદ ભોજક સાથે અન્ય કોઈ સંકળાયેલુ છે કે કેમ તે અંગેની તપાસ માટે પણ કમિટી બનાવવામાં આવશે. પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગના વર્ગ 2-3 અને 4ના કર્મચારીઓની આ કમિટી પૂછપરછ કરશે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 2:59 pm, Fri, 2 August 24