Ahmedabad : AIMIMનાં ગુજરાત પ્રમુખ સાબિર કાબલીવાલાને ફોન પર ધમકી, કહ્યું કે, તેણે સિદ્ધૂ મૂસેવાલાનું કર્યું છે મર્ડર !

|

Jun 16, 2022 | 8:47 AM

અજાણ્યા શખ્શે સિદ્ધૂ મૂસેવાલાનું મર્ડર કરનાર હોવાનું જણાવ્યું હતુ , ત્યારે ફોન પર મળેલી ધમકી અંગે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં(police Station)  ફરિયાદ નોંધાઈ છે.

Ahmedabad : AIMIMનાં ગુજરાત પ્રમુખ સાબિર કાબલીવાલાને ફોન પર ધમકી, કહ્યું કે, તેણે સિદ્ધૂ મૂસેવાલાનું કર્યું છે મર્ડર !
Sabir Kabilawala (File Photo)

Follow us on

અમદાવાદમાં (Ahmedabad )અસદુદ્દિન ઓવૈસીની પાર્ટીના(Asaduddin Owaisi Party) ગુજરાતના પ્રમુખ સાબિર કાબલીવાલાને(Sabir Kabiliwala)  કોઈ અજાણ્યા શખ્સે ફોન કરીને ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફોન પર સિદ્ધૂ મૂસેવાલાનું મર્ડર કરનાર હોવાનું જણાવ્યું અને તમને મારવાની પણ સોપારી મળી હોવાનું જણાવાયું હતું. ફોન કરનાર શખ્સે પૈસાની માગ પણ કરી, ત્યારે ફોન પર મળેલી ધમકી અંગે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં(police Station)  ફરિયાદ નોંધાઈ છે.તમને જણાવી દઈએ કે, કાબલીવાલાએ ફોન નહીં ઉઠાવતા આરોપીએ એક ઓડીયો ક્લિપ મોકલી હતી.જેમાં આરોપીએ તેને ધમકી આપી હતી.

AIMIM ના પ્રમુખ ને ધમકી આપતા ચર્ચા નો વિષય બન્યો

પંજાબના સિંગર સિદ્ધ મૂસેવાલાનું મેં મર્ડર કરનાર ગોલડી બરારના માણસો એ ગુજરાત AIMIM ના પ્રમુખ ને ધમકી આપતા ચર્ચા નો વિષય બન્યો છે.ઈમરાન નામના વ્યક્તિ AIMIM ના પ્રમુખ સાબિર કાબલીવાલા ને ફોન કરી તમને મારવા માટેની સોપારી મળી છે.વોટ્સએપ કોલ કરીને તમે પૈસા આપી દો કહીને ધમકી આપી હતી. પોતે ફિલ્મ એકટર ને પણ ધમકી આપી હોવાનો ઉલ્લેખ કરી પૈસા ની માગણી કરી હતી.જેને લઈને સાબિર કાબલી વાલા એ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કેફોન કરનારે પોતાની ઓળખ ઇમરાન હોવાની આપીને કહ્યું કે પંજાબના સિંગર સિદધુ મૂસેવાલાનું મેં મર્ડર કર્યું હતું અને હવે તમારી સોપારી સતયુગ મહારાજે આપી છે.એટલું કહીને વૉટસએપ વિડિઓ કોલ કર્યો હતો જેમાં બે હજારની નોટોના બંડલ ભરેલી બેગ બતાવીને પૈસાની માગણી કરી હતી અને એકાઉન્ટ નંબર મોકલી પૈસા ટ્રાન્સફર કરવા માટે કહ્યું અને 3 દિવસમાં પૈસા ટ્રાન્સફર નહીં કરે તો હત્યા કરી દેવાની ધમકી આપી હતી.જો આ બાબતે ગંભીરતા દાખવી સાબીર કાબલી વાલાએ કંટ્રોલ રૂમમાં ફોન કરી દીધો અને ગાયકવાડ હવેલી પોલીસમાં ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી..

 

Next Article