કોંગ્રેસના વધુ એક નેતા નારાજ, કૈલાશ ગઢવીએ ટ્વીટ કરીને સંગઠનની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા, પાર્ટી છોડવાના આપ્યા સંકેત
ગત ઓક્ટોબર મહિનામાં કોંગ્રેસ પ્રવકતા અને નેતા કૈલાશ ગઢવીએ પક્ષમાં ઇમાનદાર લોકોની અવગણના થતી હોવાના આક્ષેપ સાથે રાજીનામું ધર્યું હતું. જોકે તે સમયે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી આવી રહી હોવાથી કૈલાસ ગઢવીને સાઉથ કોલકત્તાના નિરીક્ષક બનાવવામાં આવતાં તેમણે રાજીનામું પાછું ખેચી લીધું હતું.
ચૂંટણી (Election) પહેલા કોંગ્રેસ (Congress) ને વધુ એક ફટકો પડી શકે છે. કોંગ્રેસના વધુ એક નેતા નારાજ થયા છે. કૈલાશ ગઢવીએ ટ્વીટ કરીને સંગઠન (organization) ની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. તેમણે ટૂંક સમયમાં જ કૉંગ્રેસ છોડીને અન્ય પાર્ટીમાં જવાના સંકેત આપ્યા છે. જોકે તેમણે એ સ્પષ્ટ નથી કર્યું કે તેઓ કઈ પાર્ટી સાથે જોડાવા જઈ રહ્યા છે. TV9 સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે ઉપરના નેતાઓને કોઈ ફરક પડતો નથી. નીચેના કાર્યકરોની મહેનત એળે જતાં સરકારો બનતી નથી. ચૂંટણી જીતવાની આગ કાર્યકરોમાં છે પણ તે નેતાઓ સુધી પહોંચતી નથી. પાંચ-પાંચ વર્ષ મહેનત બાદ છેલ્લી ઘડીએ મહેનત પર પાણી ફરી વળે છે. કઈ પાર્ટીમાં જોડાવાના છે તે અંગે પૂછતાં તેમણે કહ્યું કે આત્મમંથન માગી લે તેવો નિર્ણય હોવાથી તેઓ માર્ગદર્શન અને સલાહ લેશે. ત્યારબાદ ટૂંક સમયમાં નિર્ણય જાહેર કરશે.
ઉલ્લેખનીય છે કે ગત ઓક્ટોબર મહિનામાં કોંગ્રેસ પ્રવકતા અને નેતા કૈલાશ ગઢવીએ પક્ષમાં ઇમાનદાર લોકોની અવગણના થતી હોવાના આક્ષેપ સાથે રાજીનામું ધર્યું હતું. તેમણે તે સમયે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસમાં પક્ષવિરોધી પ્રવૃતિ કરનાર લોકોને ટિકિટ આપવામાં આવે છે. જ્યારે પક્ષને વફાદાર લોકોને ટિકિટ અપાતી નથી. કૈલાશ ગઢવી ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પણ હતા. જોકે તે સમયે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી આવી રહી હોવાથી કૈલાસ ગઢવીને સાઉથ કોલકત્તાના નિરીક્ષક બનાવવામાં આવતાં તેમણે રાજીનામું પાછું ખેચી લીધું હતું. હવે ફરી કોંગ્રેસનું નાક દબાવવાની કોશિશ કરી રહ્યા હોવાનું પક્ષના કેટલાક લોકો કહી રહ્યા છે.
આ પણ વાંચોઃ Surat: હિન્દુ તરફી પોસ્ટ મુકવા બદલ બંજરંગ દળના કાર્યકરો પર વિધર્મીઓનો હુમલો, 3 ઘાયલ
આ પણ વાંચોઃ Surat : પુણા વિસ્તારમાં તૈયાર થયેલા લેક ગાર્ડનના ઉદ્ઘાટન માટે મુહૂર્તની જોવાતી રાહ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો