CM ભૂપેન્દ્ર પટેલને અમિત શાહે લખ્યો પત્ર, પાલડીને જમાલપુર-જુહાપુરા થતુ અટકાવો

CM ભૂપેન્દ્ર પટેલને અમિત શાહે લખ્યો પત્ર, પાલડીને જમાલપુર-જુહાપુરા થતુ અટકાવો

| Edited By: | Updated on: Aug 12, 2025 | 6:23 PM

જો કે, અમિત શાહ અને કોર્પોરેટરોએ આ પત્ર જુલાઈ મહિનામાં લખાયેલ છે. ત્યાર બાદ અમદાવાદ શહેરના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક પણ યોજાઈ ગઈ હતી. બેઠકમાં પણ આછડતો આ મુદ્દો ઉઠવા પામ્યો હતો. આ બાદ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમે સ્થળ પર તપાસ આદરી છે.

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને, અમદાવાદના એલિસબ્રિજના ઘારાસભ્ય અમિત શાહ અને કોર્પોરેટરો તેમજ પાલડી વોર્ડ ભાજપના હોદ્દેદારોએ પત્ર લખ્યો છે. આ પત્રમાં પાલડી વિસ્તારમાં અશાંત ધારાનો સરેઆમ ભંગ થઈ રહ્યો હોવાનો ઉલ્લેખ કરાયો છે. પત્રમાં લખ્યું છે કે, કેટલાક લોકો પાલડીને જમાલપુર અને જુહાપુરા બનાવવા માગે છે. અમદાવાદમાં અમલી અશાંત ધારાનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે. કેટલાક મકાનો ખાલી કરાવાઈ રહ્યાં છે. અમદાવાદ જિલ્લા કલેકટર અને મ્યુનિસિપલ કમિશનરે આવા બાંધકામ તોડવા જોઈએ.

અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં અશાંતધારો અમલમાં છે. આ અશાંતધારોનો પાલડી વિસ્તારમાં સરેઆમ ભંગ થઈ રહ્યો છે. એક કોમના મકાનો બીજી કોમના લોકો કોઈ પણ જાતની પરવાનગી વિના ખરીદીને ત્યાં નવેસરથી મકાનો બનાવી રહ્યાં હોવાનો આરોપ ધારાસભ્ય અમિત શાહ અને પાલડી વોર્ડના કોર્પોરેટરો તેમજ ભાજપના હોદ્દેદારોએ કર્યો છે.

પાલડી વિસ્તારમાં આવેલ સિદ્ધગીરી ફ્લેટના મકાન ખાલી કરાવાઈ રહ્યાં છે, લઘુમતી સમાજના લોકો મકાન ખરીદવા માટે ચહલપહલ કરી રહ્યાં છે. અમદાવાદના આશ્રમરોડ ઉપર આવેલ હિન્દુઓની સોસાયટીમાં પણ લઘુમતી સમાજના લોકો મકાન ખરીદવાની પેરવી કરી રહ્યા હોવાનું પત્રમાં ઉલ્લેખ કરાયો છે.

જો કે, અમિત શાહ અને કોર્પોરેટરોએ આ પત્ર જુલાઈ મહિનામાં લખાયેલ છે. ત્યાર બાદ અમદાવાદ શહેરના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક પણ યોજાઈ ગઈ હતી. બેઠકમાં પણ આછડતો આ મુદ્દો ઉઠવા પામ્યો હતો. આ બાદ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમે સ્થળ પર તપાસ આદરી છે. અમદાવાદના પાલડી અને આશ્રમરોડ પર અનેક મકાનો અને ફ્લેટ અશાંત ધારાના ભંગ કરીને વેચાયા અને ખરીદાયા હોવાનું અવારનવાર કહેવામાં આવે છે પરંતુ તંત્ર તેની તપાસ સરકારી રાહે કરે છે અથવા તો રજૂઆતોને મંથરગતિએ આગળ વધારે છે તેમ પણ કહેવામાં આવ્યું છે.

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો