Ahmedabad: ખારીકટ કેનાલ દેખાતી થશે બંધ, AMCએ કેનાલ પર ગાડીઓ દોડતી થાય તેવુ આયોજન બનાવ્યુ

|

Jul 01, 2022 | 12:29 PM

રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ અને એએમસી (AMC) સંયુક્ત આ કામગીરી કરશે. વર્લ્ડ બેંક (World Bank) તરફથી પણ અહીં ફંડની જોવાઇ કરાશે. કેનાલનો વિકાસ કરી બોક્સ કરી બંધ કરાશે.

Ahmedabad: ખારીકટ કેનાલ દેખાતી થશે બંધ, AMCએ કેનાલ પર ગાડીઓ દોડતી થાય તેવુ આયોજન બનાવ્યુ
ખારીકટ કેનાલની થશે કાયાપલટ, ૧૨૦૦ કરોડના ખર્ચે થશે નવીનીકરણ

Follow us on

અમદાવાદમાં (Ahmedabad) નરોડા (Naroda) સ્મશાનગૃહથી વિંઝોલ વહેળા સુધીની ખારીકટ કેનાલ (Kharikat Canal)નું 1200 કરોડના ખર્ચે નવીનીકરણ કરવા મ્યુનિ.તંત્ર તરફથી ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. જેના પગલે ખારીકટ કેનાલ દેખાતી બંધ થશે. અમદાવાદ મહાનગર પાલિકાના (AMC) ઇતિહાસમાં આ પહેલી ઘટના હશે, જેમાં એક સાથે 1200 કરોડનું ટેન્ડર બહાર પાડ્યું હોય, શહેરના પૂર્વ વિસ્તારમાં અંદાજીત 12.9 કિમી લાંબી ખારીકટ કેનાલ પણ ડેવલપ કરાશે.

કેનાલ ઉપર બનશે રોડ

રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ અને એએમસી (AMC) સંયુક્ત આ કામગીરી કરશે. વર્લ્ડ બેંક (World Bank) તરફથી પણ અહીં ફંડની જોવાઇ કરાશે. કેનાલને વિકાસ કરી બોક્સ કરી બંધ કરાશે. કેનાલ પર રોડ બનશે, જેનાથી એસપી રોગ સમકક્ષ એક નવો રોડ શહેરીજનો માટે મળશે. કેનાલ બોક્સ ઝડપથી બંને તે માટે 5 અલગ-અલગ કોન્ટ્રાક્ટર કામ કરશે. આગામી 24 મહિનામાં આ કામ પૂર્ણ કરવા સુચના અપાઇ છે. જેથી ખારીકટ કેનાલ હવે ભુતકાળ બનશે.

600 કરોડ સિંચાઇ ખાતુ આપશે

ત્યારે આ તબક્કે સ્ટે. કમિટી ચેરમેન હિતેષભાઇ બારોટે કહ્યું કે, જે અંદાજ તૈયાર થયો છે તેમાંથી 50 ટકા ખર્ચ એટલે કે 600 કરોડ સિંચાઇ ખાતુ આપશે અને બાકીનાં 600 કરોડ મ્યુનિ. દ્વારા વર્લ્ડબેંકની ગ્રાન્ટમાંથી કે અન્ય ગ્રાન્ટમાંથી ખર્ચવામાં આવશે. આ પ્રોજેકટ ઝડપથી પૂરો થાય તે માટે પાંચ તબક્કામાં તેની કામગીરી કરાશે અને તેના માટે અલગ અલગ કોન્ટ્રાકટરોને કામ અપાશે.

આ પણ વાંચો

વર્ષોથી ઉઠતી હતી ફરિયાદો

અમદાવાદનાં ઉત્તર ઝોનનાં નરોડા-મુઠીયાથી શરૂ થતી ખારીકટ કેનાલ પૂર્વ અને દક્ષિણ ઝોનનાં જુદા જુદા વોર્ડમાંથી પસાર થાય છે. સિંચાઇ માટેની કેનાલ ખુલ્લી હોવાથી તેમાં કચરો ઠાલવી જનારા અને કેમિકલયુક્ત પાણી છોડી જનારા તત્વો પણ સક્રિય હતા. એટલુ જ નહિ ખારીકટ કેનાલની આસપાસ બની ગયેલી સોસાયટીઓ અને ફેકટરીઓનાં ગેરકાયદે જોડાણો પણ ખારીકટમાં થયેલાં હતા. જેના કારણે હાથીજણ ગામથી ખારી નદીમાં ગંદા અને કેમિકલયુક્ત પાણી વહેતાં હોવાની ફરિયાદો વ્યાપક બની હતી.

આ સમસ્યાઓનાં નિકાલ માટે ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ પ્રોજેકટ માટે અનેક વર્ષોથી વિચારણા ચાલતી હતી. પરંતુ તેમાં જંગી બજેટ ખર્ચાય તેમ હોવાથી વિચારણા કાગળ ઉપર રહેતી હતી. પરંતુ વર્તમાન સમયમાં રાજય સરકારે ખારીકટ કેનાલનાં વિકાસ માટે નાણાંકીય સહાય કરવાનો નિર્ણય લેતાં મ્યુનિ.સત્તાધીશોએ નિષ્ણાત એજન્સીઓને રોકી ડિઝાઇન અને અંદાજ તૈયાર કરાવ્યો હતો.

Next Article