અમદાવાદના અનેક વિસ્તારોમાંથી અડચણરૂપ દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરાઇ

અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાંથી AMCની ટીમે ઇંડા અને ખાણીપીણીની લારીઓ જપ્ત કરી હતી. આ ઉપરાંત જોધપુર વોર્ડમાં લારી, ટેમ્પા, પાથરણાવાળા વિરુદ્ધ કાર્યવાહી કરી હતી તેમજ ટ્રાફિકને અડચણરૂપ ફેરિયાઓને પણ દૂર કર્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2021 | 11:25 PM

અમદાવાદના(Ahmedabad)  અલગ-અલગ વિસ્તારમાં ખાણી પીણીના સ્ટોલ (Food Stall)  સહિતના દબાણ  હટાવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. જે અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકાએ (AMC) વિવિધ જગ્યાઓએથી દબાણ દૂર કર્યા હતા. શહેરના વાસણા(Vasna)  વિસ્તારમાંથી AMCની ટીમે ઇંડા અને ખાણીપીણીની લારીઓ જપ્ત કરી હતી. આ ઉપરાંત જોધપુર વોર્ડમાં(Jodhpur) લારી, ટેમ્પા, પાથરણાવાળા વિરુદ્ધ કાર્યવાહી કરી હતી તેમજ ટ્રાફિકને અડચણરૂપ ફેરિયાઓને પણ દૂર કર્યા હતા.

આ તરફ ઈસ્કોન ચાર રસ્તા, એસ.જી.હાવે-વે પર ટી સર્કલ સુધી તેમજ આનંદનગર અને પ્રહલાદનાગર રોડ ઉપરાંત એસજી હાઇવે પેરેલલ સર્વિસ રોડ પર અને કોર્પોરેટ રોડ પર દબાણ હટાવવાની કાર્યવાહી કરાઈ હતી. આશ્રમ રોડ પર પણ AMCની ટીમ પહોંચી હતી અને લારીઓ તેમજ અન્ય દબાણો દૂર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ(Ahmedabad)મહાનગરપાલિકાએ શહેરમાં જાહેરમાર્ગો પર ધમધમતી ઈંડા અને નોન-વેજની(Non Veg)લારીઓ સામે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. તેથી નોનવેજની લારીઓને હવે કાયદાનું રક્ષણ નહી મળે. કોર્પોરેશને સ્ટ્રીટ વેન્ડર એક્ટ(Street Vendor Act)હેઠળ કરવામાં આવેલા સર્વેમાં પણ ખાણીપીણીના એકમોની નોંધણી નથી કરી.

જેમાં ચાની કીટલી, ઈંડા કે આમલેટનું વેચાણ કરતી લારીઓ હોય કે પછી અન્ય ખાણીપીણીની વસ્તુનું વેચાણ કરતા એકમો કોઈને પણ સ્ટ્રીટ વેન્ડર ગણવામાં નથી આવ્યા. કોર્પોરેશનના આ નિર્ણયનો લારી-ગલ્લા અને પાથરણા એસોસિએશને વિરોધ કર્યો છે. લારી-ગલ્લા અને પાથરણા એસોસિએશનનો આક્ષેપ છે કે કોર્પોરેશને સ્ટ્રીટ વેન્ડર એકટનું ખોટું અર્થઘટન કર્યું છે.

આ પણ વાંચો : સૌરાષ્ટ્રના ચાર જિલ્લાના ખેડૂતો હજી પણ સહાયથી વંચિત, ઝડપથી સહાય ચૂકવવા માંગ

આ પણ વાંચો : રાજકોટમાં રસ્તા પર લારી ગલ્લાના દબાણો સહન નહિ કરાય : સ્ટેન્ડિંગ ચેરમેન

Follow Us:
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
"UAEમાં મંદિર નિર્માણમાં પીએમ મોદીનો સહકાર મહત્વપૂર્ણ સાબિત થયો"
અબુધાબીમાં મંદિર બનાવવાનો હેતુ દેશને નજીક લાવવાનો: બ્રહ્મવિહારી મહારાજ
અબુધાબીમાં મંદિર બનાવવાનો હેતુ દેશને નજીક લાવવાનો: બ્રહ્મવિહારી મહારાજ
BAPSનું સ્વામિનારાયણ મંદિર 'મિલેનિયમ મિરેકલ'
BAPSનું સ્વામિનારાયણ મંદિર 'મિલેનિયમ મિરેકલ'
g clip-path="url(#clip0_868_265)">