AMCની જમીન વકફમાં જશે? 31 જમીન પરનો હક ખોઈ દેશે AMC.. જાણો શું છે કારણ

|

Nov 02, 2024 | 10:30 PM

અમદાવાદ મહાનગરપાલિકાની કરોડોની જમીન વકફ બોર્ડમાં જઈ શકે છે. આશરે 31 જેટલી જમીનો મુસ્લિમ વકફ બોર્ડમાં જતી રહે તો નવાઈ નહીં અને તેનું કારણ છે...AMCની બેદરકારી, આ જમીનો અંગે કોર્ટ કેસ ચાલુ છે. પરંતુ દાવાના કેસમાં કોઈ વકીલ હાજર જ રહેતા નથી. AMC હજુ તો દિવાળી બાદ વકીલ નક્કી કરીને માહિતી મેળવીને આગળ વધવાનું કહી રહી છે. પણ જો હવે કોઈ વકીલ હાજર નહીં રહે તો આવી શકે છે એકતરફી નિર્ણય.

AMCની જમીન વકફમાં જશે? 31 જમીન પરનો હક ખોઈ દેશે AMC.. જાણો શું છે કારણ

Follow us on

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કરોડો રૂપિયાની જમીન પર તંત્રની બેદરકારીના કારણે ગેરકાયદે દબાણ અથવા કબજો થઈ ગયો છે. શહેરમાં જમાલપુર, ગોમતીપુર, શાહપુર અને સરખેજ રોજા સહિત અલગ-અલગ જગ્યાઓએ કુલ 31 જેટલી જમીનો ઉપર વકફ બોર્ડ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના લીગલ વિભાગ દ્વારા વકીલ રોકી અને જવાબો રજૂ કરવામાં આવ્યા નથી.

ગુજરાત રાજ્ય વકફ ટ્રીબ્યુનલ દ્વારા AMCને છેલ્લો પત્ર પાઠ‌વ્યો છે. જેમાં જો મ્યુનિસિપલ કોર્પોરેશન તેમની સામેના કેસમાં સત્વરે વકીલ રોકીને જવાબ રજૂ નહીં કરે તો વકફ દ્વારા એક તરફી કેસ ચલાવવામાં આવશે, તેવો સ્પષ્ટ ઉલ્લેખ છે અને હજુ તો AMC દિવાળી પછી કંઈક કરીશું તેવા જ જવાબો આપી રહી છે.

વકફ બોર્ડ દ્વારા કરવામાં આવેલા દાવાનો મામલો

મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ વિસ્તારોમાં આવેલી 31 જમીનો પર વકફના દાવાના કેસમાં લીગલ વિભાગ ઊંઘતું ઝડપાયું છે. લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જરે કરોડો રૂપિયાની કોર્પોરેશનની જમીનો ઉપર વકફ બોર્ડ દ્વારા કરવામાં આવેલા દાવાનો મામલો બહાર લાવ્યા.. ત્યારબાદ પણ હજી સુધી લીગલ વિભાગ ઊંઘતું જ રહ્યું છે.

Skin Care : ચહેરા પર વારંવાર થાય છે પિમ્પલ્સ ? આ રીતે લો કાળજી
Iran University Girl Video : યુનિવર્સિટીમાં આંતરિક વસ્ત્રો પહેરીને વિવાદમાં આવેલી યુવતી સાથે શું થયું ?
ભારત કરતાં પાકિસ્તાનમાં 1GB ડેટા સસ્તો કે મોંઘો ?
Video : હાથની આ આંગળીને માલિશ કરવાથી ગોઠણનો દુખાવો થઈ જશે ગાયબ
તબ્બુ કરોડોની માલકિન છે, એક ફિલ્મ માટે મોટો ચાર્જ લે છે
આજે Royal Enfield કરશે મોટો ધમાકો, લોન્ચ થશે બ્રાન્ડની પ્રથમ ઇલેક્ટ્રિક બાઇક

AMC તરફથી કોઈ જવાબદાર અધિકારી કે વકીલ સુનાવણી સમયે હાજર નહીં રહે

ગુજરાત વકફ ટ્રિબ્યુનલ દ્વારા AMCને પાઠવેલી નોટીસમાં એવું જણાવ્યું છે કે, વકફ ટ્રીબ્યુનલ સમક્ષ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિરૂદ્ધ પેન્ડીંગ કેસોમાં AMC વતી કોઇ હાજર રહેતું નથી.. તેને કારણે ન્યાયની કાર્યવાહીમાં વિલંબ થયેલો છે. જેથી, મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરવામાં આવે છે કે, જો આ તમામ કેસોમાં AMC તરફથી કોઈ જવાબદાર અધિકારી કે વકીલ સુનાવણી સમયે હાજર નહીં રહે.  તો તેમની વિરુદ્ધ આ કેસો એક તરફી ચલાવવામાં આ‌વશે, જેની ગંભીર નોંધ લેવામાં આ‌વશે.

કેસોમાં વકફ બોર્ડની તરફેણમાં ચુકાદો આપી દેવામાં આવે એવી શકયતા

કરોડો રૂપિયાની જમીનો અને મિલ્કતો પર લોકો દાવા કરી દે છે, જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના લીગલ વિભાગ દ્વારા વકીલો રોકવામાં આવે છે.. પરંતુ, ક્યાંય તેનો નિકાલ થયો નથી. વકફ બોર્ડના દાવાના કેસમાં પણ કોર્પોરેશનના લીગલ વિભાગ અને વકીલો દ્વારા ઝડપી કાર્યવાહી ન કરવાના કારણે કોર્પોરેશનની વિરુદ્ધના કેસોમાં વકફ બોર્ડની તરફેણમાં ચુકાદો આપી દેવામાં આવે એવી શકયતા છે..

મ્યુનિસિપલ કોર્પોરેશનની કરોડોની જમીન પર બોર્ડના દાવા અંગેની અધિકારીઓને પૂછપરછ કરવામાં આવી.. તો તેઓ પાસે કોઈ જવાબ નહોતો.. જેથી, આ 31 કેસોમાં વકીલની નિમણૂક કરવા માટે અને તેના પર સતત મોનિટરીંગ માટે સેલ બનાવવાની પણ જાહેરાત કરવામાં આ‌વી હતી. જોકે, હજુ સુધી વકીલની નિમણૂક કરવામાં નહીં.. અને બીજી તરફ વકફ ટ્રીબ્યુનલે દાવામાં તેમના તરફેણમાં ચલાવવામાં આવશે. એવી ચીમકી આપી દીધી છે.

 

Next Article