Dussehra 2022 : અમદાવાદીઓના સ્વાસ્થ્યની AMC ને છેલ્લે દિવસે ચિંતા થઈ, ફરસાણની દુકાનો પર આરોગ્ય વિભાગનો સપાટો

|

Oct 05, 2022 | 7:20 AM

AMCના આરોગ્ય વિભાગે (Health Department) શહેરના અલગ-અલગ ઝોનમાં 15 વેપારીઓના ત્યાં ચેકીંગ હાથ ધર્યું હતું.  જ્યાં TPC મશીન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

Dussehra 2022 : અમદાવાદીઓના સ્વાસ્થ્યની AMC ને છેલ્લે દિવસે ચિંતા થઈ, ફરસાણની દુકાનો પર આરોગ્ય વિભાગનો સપાટો
Food department checking

Follow us on

Ahmedabad : આજે દશેરાનો (Dussehra) દિવસ છે, આજના દિવસે ફાફડા અને જલેબીનું ધૂમ વેચાણ થશે. અમદાવાદીઓ પેટ અને મન ભરીને જલેબી ફાફડાની મેજબાની માણશે. જો કે તહેવારોના આ દિવસોમાં કેટલાક ફરસાણવાળા અને વેપારીઓ ભેળસેળ કરતા હોવાથી AMCએ દશેરાના એક દિવસ પહેલાથી ચેકિંગ હાથ ધર્યું હતું. AMCના આરોગ્ય વિભાગે (Health Department) શહેરના અલગ-અલગ ઝોનમાં 15 વેપારીઓના ત્યાં ચેકીંગ હાથ ધર્યું હતું.  જ્યાં TPC મશીન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ચેકિંગ દરમિયાન આરોગ્ય વિભાગે અમુક દુકાનો અને ફરસાણમાંથી (Farsan) સેમ્પલ પણ લીધા છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

દશેરાના તહેવારને લઇને મનપા સક્રિય

તો બીજી તરફ દશેરાના તહેવારને લઇને રાજકોટ મનપાનું (Rajkot Municipal Corp)  ફૂડ વિભાગ સક્રિય પણે કામગીરી કરી રહ્યો છે. રાજકોટ મનપાના ફૂડ વિભાગની ત્રણ ટીમો શહેરના અલગ-અલગ વિસ્તારમાં જઇને ખાદ્ય પદાર્થોની દુકાનોમાં તપાસ કરી રહી છે. ફૂડ વિભાગની ટીમો મીઠાઇ સહિતના ખાદ્ય પદાર્થોની ચકાસણી કરી રહી છે. મહત્વપૂર્ણ છે કે, દશેરાના તહેવારમાં રાજકોટવાસીઓ મોટા પ્રમાણમાં ફરસાણ અને મીઠાઇ આરોગશે. ત્યારે આ સ્થિતિમાં લાખો શહેરીજનોના આરોગ્યને લઇને રાજકોટ મનપા ચિંતિત જોવા મળી રહ્યું છે.

Published On - 7:18 am, Wed, 5 October 22

Next Article