Ahmedabad કોર્પોરેશને પ્રિ-મોનસુન કામગીરીની સમીક્ષા માટે બેઠક બોલાવી, વિપક્ષે કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી

|

Jun 14, 2022 | 8:39 PM

અમદાવાદ(Ahmedabad) શહેરમાં ચોમાસું શરૂ થવા જાય છે ત્યારે 2 નવા જેટીંગ કમ સકશન રીસાયકલ મશીનના કોન્ટ્રાક્ટ આપવામા આવે છે . આ અંગે વિપક્ષ નેતા શેહઝાદખાન પઠાણે જણાવ્યુ કે એસટીપી તથા વોટ૨ સુએરેઝ દ્વારા નવા નવા ડીશીલ્ટીંગના આશરે 40 કરોડના કોન્ટ્રાક્ટ આપવામા આવે છે.

Ahmedabad કોર્પોરેશને પ્રિ-મોનસુન કામગીરીની સમીક્ષા માટે બેઠક બોલાવી, વિપક્ષે કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી
Ahmedabad Corporation Office
Image Credit source: File Image

Follow us on

અમદાવાદ (Ahmedabad) મ્યુનિ કોર્પોરેશન ખાતે પ્રિમોનસુન (Monsoon 2022) કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ હતી આ બેઠકમા વરસાદ પૂર્વે કયા વિભાગમા ક્યાં અને કેટલી કામગીરી કરવામા આવી તે અંગેની બેઠક યોજવામાં આવી હતી. તેમજ સત્તાધારી પક્ષ દ્વારા 20 જુન સુધી બાકી રહેલી તમામ કામગીરી પુરી કરવા તાકીદ કરાઇ છે. કોર્પોરેશન ખાતે મળેલી પ્રિમોનસુન કામગીરીની સમીક્ષા બેઠકમાં સ્ટ્રોમ વોટ૨ની સમસ્યાના નિરાકરણ માટે તળાવોના ઇન્ટરલોકીંગ કરવાની વાતો પાછલા લાંબા સમયથી ચર્ચા કરવામાં આવે છે. પરંતુ તેનુ અમલીકરણ કરવામા આવતુ નથી. સમીક્ષા બેઠકમા અમદાવાદ શહે૨મા આશરે 220 જેટલા રોડને(Road) તાકીદના ધોરણે બનાવવાની વાત કરવામા આવી કારણ કે આ બધા રોડ પર ભુવા પડવાની પુરી શક્યતા રહેલી છે.

સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમા કરોડો રૂપિયાના કામો મંજુર કરવાની દરખાસ્તો ૨જુ ક૨વામા આવી

જો કે આ અંગે વિપક્ષ નેતા શેહઝાદખાન પઠાણે જણાવ્યુ કે કમનસીબીની વાત એ છે કે ડીશીલ્ટીંગથી લઇ અન્ય જે કામો ચોમાસા પહેલા કરવાના હોય છે તેવા કામોને લઇ ગુરૂવારના રોજ મળનારી સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમા કરોડો રૂપિયાના કામો મંજુર કરવાની દરખાસ્તો ૨જુ ક૨વામા આવી છે. સત્તાધારી પક્ષ દ્વારા કરોડોનો ખર્ચ કર્યા બાદ 100 ટકા ડ્રેનેજ નેટવર્ક તથા સ્ટ્રોમ વોટરની સમસ્યાનું નિરાકરણ લાવવાના જુઠા વાયદા કરવામા આવે છે.અમદાવાદ શહેરમાં ચોમાસું શરૂ થવા જાય છે ત્યારે 2 નવા જેટીંગ કમ સકશન રીસાયકલ મશીનના કોન્ટ્રાક્ટ આપવામા આવે છે એસટીપી તથા વોટ૨ સુએરેઝ દ્વારા નવા નવા ડીશીલ્ટીંગના આશરે 40 કરોડના કોન્ટ્રાક્ટ આપવામા આવે છે જ્યારે કે આ બધા કામો એક કે બે મહિના અગાઉ થઇ જવા જોઇએ.

પ્રિમોનસુન એક્ટીવીટીઝ  પાછળ ખર્ચેલા રૂ. 13 કરોડ વ્યર્થ જવાની ભીતિ

વિપક્ષ નેતા શેહઝાદખાન પઠાણે આક્ષેપ કર્યો છે કે, અમદાવાદ મ્યુનિ કોર્પોરેશન દ્વારા શહેરને સ્માર્ટ સીટીનો ટેગ આપવામા આવે છે પરંતુ ચોમાસામા થોડાક જ વરસાદમાં શહે૨ જળબંબાકાર થઈ જાય છે. જ્યારે તુટેલા રોડ, આખા શહેરમા પડતા ભુવા અને વરસાદી પાણીથી સર્જાયેલા સ્વીમીંગ પુલ શહેરીજનોની સમસ્યા અનેકગણી વધારી દે છે. હજારો લોકોના ઘ૨ અને ઓફીસમા વરસાદી પાણી ઘુસી જાય છે, તેમજ લોકો ટ્રાફીક જામમાં ફસાઇ જાય છે. જેને કારણે પ્રિમોનસુન એક્ટીવીટીઝ એક્શન પ્લાન પાછળ ખર્ચેલા રૂ. 13 કરોડ વ્યર્થ જવાની ભીતિ છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

અમદાવાદ શહેરમાં 10 જુનથી ચોમાસુ બેસે છે જયારે અધિકારીઓ હજુ પણ પ્રિમોનસુન કામગીરીનો અમલ કરી શકયા નથી. પ્લાનીંગ પ્રમાણે એક કે બે મહીના પહેલા પ્રિમોનસુન કામગીરી પૂર્ણ થવી જોઇએ. આ ઉપરાંત કોંગ્રેસ પક્ષ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો પ્રજાને સમસ્યાનો સામનો કરવો પડશે તો કોંગ્રેસ પક્ષ દ્વારા જલદ આંદોલન કરવામા આવશે.

Published On - 8:34 pm, Tue, 14 June 22

Next Article