બી.જે. મેડિકલ કોલેજના અમેરિકામાં સ્થાયી પૂર્વ વિદ્યાર્થીઓએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 36 લાખનું ડિજિટલ એક્સ-રે મશીન ડોનેટ કર્યું

|

Jul 17, 2022 | 10:22 AM

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને એક્સ-રે માટે લાંબી કતરોનો સામનો અત્યાર સુધી કરવો પડતો હતો કલાકો સુધીનો સમય પણ એક્સ-રે માટે ખર્ચાઈ જતો હતો હવે આ તમામ મુશ્કેલીઓમાંથી દર્દીઓને કેટલીક અંશે રાહત મળશે સિવિલ હોસ્પિટલની ઓ.પી.ડી, ટ્રોમા સેન્ટર અને જી-૧ માં ડિજીટલ એક્સ-રે ની સુવિધા ઉપલબ્ધ છે.

બી.જે. મેડિકલ કોલેજના અમેરિકામાં સ્થાયી પૂર્વ વિદ્યાર્થીઓએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 36 લાખનું ડિજિટલ એક્સ-રે મશીન ડોનેટ કર્યું
Alumni of B.J medical college

Follow us on

Ahmedabad: અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને એક્સ-રે માટે લાંબી કતરોનો સામનો અત્યાર સુધી કરવો પડતો હતો કલાકો સુધીનો સમય પણ એક્સ-રે માટે ખર્ચાઈ જતો હતો હવે આ તમામ મુશ્કેલીઓમાંથી દર્દીઓને કેટલીક અંશે રાહત મળશે સિવિલ હોસ્પિટલની ઓ.પી.ડી, ટ્રોમા સેન્ટર અને જી-૧ માં ડિજીટલ એક્સ-રે ની સુવિધા ઉપલબ્ધ છે. દર્દીઓને સઘન અને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવા સરકાર સાથે સેવાભાવી સંસ્થાઓ પણ ખભે ખભો મિલાવીને મદદરૂપ બની રહી છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બી.જે.મેડિકલ કૉલેજના પૂર્વ વિદ્યાર્થીઓએ માતૃસંસ્થાનું ઋણ અદા કરતા 36 લાખની કિંમતનું ડિજિટલ એક્સ-રે મશીન ડોનેટ કર્યું છે.

બી.જે. મેડિકલ કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓના અમેરિકા સ્થિત એલ્યુમ્ની એસોસિએશન દ્વારા આ ડોનેશન કરવામાં આવ્યું છે. તદ્ઉપરાંત અશોકભાઇ અને સત્પાલભાઇ મિગલાની બંધુઓ દ્રારા માતૃશ્રીની સ્મૃતિમાં એક ડિજીટલ એક્સ-રે મશીન તેમજ જે.એમ. ફાઇનાન્સ લિમિટેડ કંપની દ્વારા પણ સિવિલ હોસ્પિટલમાં ડિજિટેલ એક્સ-રે મશીન ડોનેટ કરવામાં આવ્યાં છે.

સિવિલ હોસ્પિટલમાં પૂર્વ વિદ્યાર્થીઓના ફંડ મારફતે અને કંપનીઓ દ્વારા સી.એસ.આર. પ્રવૃતિ અંતર્ગત અંદાજિત 1.08 કરોડની રકમનાં 3 ડિજિટલ એક્સ-રે મશીન કાર્યરત કરવામાં આવ્યાં છે. ડોનેશનમાં મળેલા નવીન અત્યાધુનિક ડિજિટલ એક્સ રે મશીનને સિવિલ હોસ્પિટલની ઓ.પી.ડી., ટ્રોમા સેન્ટર અને જી-1 એક્સ રે સેન્ટરમાં કાર્યરત કરવામાં આવ્યાં છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતુ કે, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સધન અને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવા સરકાર સાથે સેવાભાવી સંસ્થાઓ પણ ખભે ખભો મિલાવી મદદરૂપ બની રહી છે. સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ નિભાવવાના ઉમદા હેતુથી વિવિધ કંપનીઓ, સ્વૈચ્છિક અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા દર્દીકલ્યાણના હેતુથી સિવિલ હોસ્પિટલમાં વિવિધ ઉપકરણો અને સુવિધાઓમાં વધારો કરવા ડોનેશન કરવામાં આવ્યું છે. જેના પરિણામે દર્દીઓની આરોગ્ય સુખાકારીમાં વધારો થશે. એક્સ-રે રિપોર્ટ જરૂરી હોય એવા દર્દીઓનો ધસારો જોતા નવીન એક્સ-રે મશીન કાર્યરત થવાથી દર્દીઓને ત્વરિત પરિમાણ ઉપલબ્ધ બનશે.

Next Article