ગુજરાતમાંથી ઝડપાયેલા 4 આતંકવાદીને લઈને સૌથી મોટો ખૂલાસો થયો છે. આ ચારેય આતંકીઓ 2024થતી સોશિયલ મીડિય પર ભડકાઉ પોસ્ટ કરતા હતા. જેમા ગાંધીના ગુજરાતને ધણધણાવવાનો અને અરાજક્તા ફેલાવવાનો પ્રયાસ કરતા હતા. આતંકીઓ સોશિયલ મીડિયા મારફતે વિવાદી વીડિયો પોસ્ટ કરતા હતા અને વીડિયોના માધ્યમથી જેહાદી પ્રવૃતિઓ માટે તેની જમાતના લોકોને ઉશ્કેરતા તેમજ પ્રેરિત કરતા હતા. આવા જ ભડકાઉ ભાષણ દ્વારા જ તેમના આકાઓએ તેમને ઉશ્કેરી દેશવિરોધી કૃત્ય કરવા માટે તૈયાર કર્યા હતા. આ ચારેય આતંકવાદીઓની ધરપકડ બાદ તેમના મોબાઈલ તપાસ માટે FSL માં મોકલવામાં આવ્યા છે. FSL રિપોર્ટ આવ્યા બાદ તેમાંથી પણ તેમના બદ્દઈરાદાને લગતી મહત્વપૂર્ણ સામગ્રી સામે આવી શકે છે. આ ચારેય દેશવિરોધી ગતિવિધિઓમાં સામેલ હોવાનું સામે આવ્યુ છે.
પકડાયેલા ચારેય આતંકીઓ પૈકી બે અમદાવાદના વતની છે જ્યારે એક અરવલ્લીના મોડાસાનો છે અને એક દિલ્હીના નોઈડાનો હોવાનું સામે આવ્યુ છે. અલકાયદાના આતંકી મોડલ સાથે આ ચારેય કનેક્ટ હતા. આ આતંકીઓ સહિત સોશિયલ મીડિયા પર ‘ગઝવા-એ-હિંદ’ને લઈ વીડિયો અને ભાષણો દ્વારા યુવાનોને કટ્ટરપંથી બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ પાસે અલકાયદાનું સાહિત્ય પણ મળ્યું છે. આ ચારેય વ્યક્તિની ગુજરાત ATSએ ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
જોકે આ ઉશ્કેરણીજનક, જેહાદી વીડિયો ફેલાવતા પાંચ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ATSની રડારમાં હતા, જેનું ઓપરેટિંગ એક જ આરોપી કરી રહ્યો હતો. આ એકાઉન્ટની શોધ બાદ FSL સહિત ચાર જુદી-જુદી ટીમો બનાવી આરોપીઓની ધરપકડ શરૂ કરાઈ. જેમાં સૌથી પહેલા ઝડપાયો અમદાવાદના ફતેહવાડીમાં રહેતો મોહમ્મદ ફરદીન. તેના પાસેથી તલવાર અને ધાર્મિક સાહિત્ય પણ મળ્યું છે. તેની પૂછપરછમાં મળેલી માહિતી પરથી ATS એ અન્ય ત્રણ શખ્સ દિલ્હીનો મોહમ્મદ ફેઈક, નોઈડાનો જીશાન અલી અને મોડાસાનો સૈફુલ્લાહ કુરેશીની ધરપકડ કરી છે.
દિલ્હીનો મોહમ્મદ ફેઈક મુખ્ય માસ્ટરમાઈન્ડ હોવાનું ખુલ્યું છે, જે પાકિસ્તાનના ઇન્સ્ટા એકાઉન્ટ્સ સાથે સંપર્કમાં હતો. તેના ઇન્સ્ટા એકાઉન્ટમાં અલકાયદાના વીડિયો, શરિયત લાગુ કરવાની માંગ સાથેના વીડિયો પણ મળી આવ્યા છે. નવાઈની વાત એ છે કે ઓપરેશન સિંદૂર સમયના સંદર્ભ સાથે એક વીડિયો પણ મળ્યો છે. આરોપીઓ એકબીજાનો સંપર્ક ફક્ત ઇન્સ્ટા ID થી જ કરતા હતા અને દરેકે ડમી નામથી ID બનાવેલી હતી. હાલ ગુજરાતમાં અલકાયદા સાથે સંકળાયેલા આતંકવાદીઓ ઝડપાયા બાદ કેન્દ્રીય તપાસ એજન્સીઓ અમદાવાદ આવી પહોંચી છે અને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.
ATSએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી દેશ વિરોધી ઝેર ઓકતી પોસ્ટ જપ્ત કરી છે. જેમાં તેઓ જેહેાદને ફર્ઝ ગણાવે છે. એટલું જ નહી જેહાદનો વિરોધ કરનારને કાફિર કહ્યાં છે. તેઓ ગજવા એ હિંદને સમર્થન આપતી પોસ્ટ પણ કરી હતી. હાલ એટીએસ આ ચારેય શખ્સોની પૂછપરછ તેની સાથે અન્ય કોણ કોણ જોડાયેલુ છે. અને શું હતા તેમના નાપાક ઇરાદા, તેની તપાસ કરી રહી છે.
Input Credit- Mihir Soni, Harin Matravadia, Avenish Gowami