Ahmedabad: બીજા દિવસે ખાનગી હોસ્પિટલ્સના ડૉક્ટર્સના વિરોધ પ્રદર્શનમાં ભંગાણ, માત્ર 300 ડોક્ટર્સ વિરોધમાં જોડાયા

|

May 15, 2022 | 3:11 PM

અમદાવાદ (Ahmedabad) હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ અસોસિએશન(Nursing homes Association) ફોર્મ ‘C’ મુદ્દે હડતાળ પર ઉતર્યા છે. 400થી વધુ હોસ્પિટલ અને નર્સિંગ હોમના રજિસ્ટ્રેશન ફોર્મ રિન્યુ કરવામાં પડી રહેલી મુશ્કેલીના પગલે હડતાળની જાહેરાત કરવામા આવી છે.

Ahmedabad: બીજા દિવસે ખાનગી હોસ્પિટલ્સના ડૉક્ટર્સના વિરોધ પ્રદર્શનમાં ભંગાણ, માત્ર 300 ડોક્ટર્સ વિરોધમાં જોડાયા
AHNA's protest against Form-C rule

Follow us on

અમદાવાદમાં (Ahmedabad) ફોર્મ C રિન્યુઅલ બાબતે ખાનગી હોસ્પિટલના (Private Hospitals) ડૉક્ટર્સનું વિરોધ પ્રદર્શન આજે પણ યથાવત્ છે. પરંતુ વિરોધના (Protest) બીજા દિવસે ડૉક્ટર્સ અને હોસ્પિટલના સ્ટાફની સંખ્યા ખૂબ ઓછી છે. 1200 ડૉક્ટર્સ સામે વલ્લભ સદન પાસે ફક્ત 300 જેટલા જ ડૉક્ટર વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. જોકે AHNAના પ્રમુખ અને વિરોધમાં જોડાયેલા તબીબો દાવો કરી રહ્યા છે કે મોટી સંખ્યામાં તબીબો વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે.

અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ અસોસિએશન(Nursing homes Association) ફોર્મ ‘C’ મુદ્દે હડતાળ પર ઉતર્યા છે. 400થી વધુ હોસ્પિટલ અને નર્સિંગ હોમના રજિસ્ટ્રેશન ફોર્મ રિન્યુ કરવામાં પડી રહેલી મુશ્કેલીના પગલે હડતાળની જાહેરાત કરવામા આવી છે. જેને લઈને નિયમિત પ્રવેશ, ઓપીડી સેવાઓ અને પ્લાન કરેલી સર્જરી પણ બંધ છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

વર્ષ 1949થી 2021 સુધી હોસ્પિટલ અને નર્સિંગ હોમ્સે (Nursing Homes) રજિસ્ટ્રેશન માટેના તમામ જરૂરી દસ્તાવેજો આપેલા છે અને તેમનું ‘C’ ફોર્મ સમયાંતરે રિન્યુ કરી આપવામાં આવેલું છે. જો કે, 2021ના ઓક્ટોબર મહિનાથી ‘C’ ફોર્મ રિન્યુઅલ માટે અચાનક જ બીયુ પરમિશન ફરજિયાત કરી દેવાતાં મુશ્કેલી સર્જાઈ રહી છે. AHNA ની માગણી છે કે, અટકાવાયેલા રજિસ્ટ્રેશનને તાત્કાલિક C ફોર્મનું રજિસ્ટ્રેશન કરી આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મહાનગરપાલિકા, યોગ્યતા સહિતના સ્ટાફની વિગતો ચકાસી નોંધણી પ્રમાણપત્ર (Registration) જાહેર કરતું હતું. જેને ફોર્મ C તરીકે ઓળખવામાં આવે છે.

બીયું પરમિશનનો મામલો ફરી ઉછળ્યો

તમને જણાવી દઈએ કે, અમદાવાદની હોસ્પિટલમાં બીયું પરમિશનનો(BU Permission) મામલો ફરી ઉછળ્યો છે. ગત 31મે સુધીમાં સી ફોર્મ રજિસ્ટ્રેશન નહિ થતા અમદાવાદની 450 જેટલી હોસ્પિટલને તાળા વાગે તેવી સ્થિતિ સર્જાઈ છે. આ મામલે તાત્કાલિક નિરાકરણ લાવવા અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સીંગ હોમ્સ એસોસિયેશનએ માંગ કરી હતી. શુક્રવાર સુધીમાં ફોર્મ ‘સી’ રિન્યુઅલ ન થવાના મુદ્દે નિર્ણય નહિ આવે તો ખાનગી હોસ્પિટલના ડોકટર્સ રસ્તા પર ઉતરી આંદોલન કરશે ધારણા કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે આજ સુધી કોઈ નિર્ણય ન આવતા અમદાવાદની તમામ ખાનગી હોસ્પિટલ અને નર્સિંગ હોમ્સ બે દિવસ માટે બંધ રહેશે. જેનું એલાન અમદાવાદ (Ahmedabad) હોસ્પિટલ એન્ડ નર્સિંગ એસોસિએશને કર્યું છે.

Next Article