આઝાદીની લડતના સાક્ષી રહેલા અમદાવાદના સાબરમતી આશ્રમનો થશે કાયાકલ્પ, રિડેવલપમેન્ટનું કામ શરૂ થતા મનપા દ્વારા કેટલાક રોડ કરાશે બંધ

અમદાવાદના સાબરમતી આશ્રમનો કાયાકલ્પ થવા જઈ રહ્યો છે. 12 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનુ ખાતમુહૂર્ત કરશે. આ આશ્રમનું કામ શરૂ થયા બાદ આશ્રમની આસપાસના માર્ગોને મનપા દ્વારા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Mar 10, 2024 | 11:13 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 12 માર્ચે ફરી ગુજરાત આવશે. તેમની આ ગુજરાત મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદમાં સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. ત્યારબાદ પીએમ મોદી રેલવેના વિવિધ પ્રોજેક્ટ તેમજ અમદાવાદ- મુંબઈ વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કરવાના છે. હાલમાં ગુજરાતમાં કુલ ત્રણ વંદે ભારત ટ્રેન દોડી રહી છે. જેમા ગાંધીનગર- મુંબઈ, અમદાવાદ- જોધપુર, અમદાવાદ- જામનગરનો સમાવેશ થાય છે. ત્યારે હવે ગુજરાતને ચોથી વંદે ભારત ટ્રેન મળવા જઈ રહી છે. જે અમદાવાદ મુંબઈ વચ્ચે શરૂ થશે.

સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું પીએમ મોદી કરશે ખાતમુહૂર્ત

55 એકરમાં ફેલાયેલા ગાંધી આશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું પીએમ મોદી 12 માર્ચે ખાતમુહૂર્ત કરશે. આ આશ્રમનું 1200 કરોડથી વધુના ખર્ચે રિનોવેશન કરવામાં આવનાર છે. સાબરમતી આશ્રમ એ માત્ર આશ્રમ નથી પરંતુ ભારતની આઝાદીની દરેક મોટી ચળવળનો સાક્ષી રહ્યો છે. ઈતિહાસની સૌથી મોટી દાંડી યાત્રાની શરૂઆત પણ ગાંધીજીએ 12 મી માર્ચ 1930ના રોજ અહીંથી જ કરાવી હતી.

ગાંધી આશ્રમથી પસાર થતા રોડને બંધ કરવામાં આવશે

સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ગાંધી આશ્રમથી પસાર થતા રોડને બંધ કરવાનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે. જેના માટે મનપા દ્નારા આસપાસમાં રહેતા સ્થાનિકો અને હોટેલ રેસ્ટોરન્ટવાળાઓના વાંધા સૂચનો મગાવવામાં આવ્યા છે. આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કાર્ગો મોટર્સથી કલેક્ટર કચેરી સુધીના 500 મીટરના રોડને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વિશ્વમાં ગુજરાતનું આ પ્રથમ શહેર જ્યાં માંસાહારી ખાવા અને વેચવા પર છે પ્રતિબંધ
શાહરૂખ ખાન અને જુહીની 7 સુપરહિટ ફિલ્મો, 5મી ફિલ્મ તો કમાલ
Tulsi Parikrama: તુલસીની આસપાસ કેટલી પરિક્રમા કરવી જોઈએ?
Health Tips: તમારા રસોડામાં રહેલી આ વસ્તુ ડાયાબિટીસ અને બીપીની છે રામબાણ દવા
Diarrhea Home Remedy : ડાયેરિયા થઈ જાય તો શું કરવું? જાણો અહીં ઘરેલુ ઉપચાર
શિયાળામાં રોજ પીવો બીટનો જ્યુસ આખુ વર્ષ નહીં આવે બીમારી

ગાંધી આશ્રમ પરિસર અને આસપાસના વિસ્તારને બનાવાશે અદ્યતન

મહાત્મા ગાંધી અહીં રહેતા હોવાથી અનેક લોકો અહીં આવતા હતા. આજે પણ વિદેશથી આવનારા કોઈપણ ટુરિસ્ટ આ આશ્રમને જોવા માટે અચુક આવે છે અને ઈતિહાસને જાણે છે. રોજના હજારો દેશ અને વિદેશના પ્રવાસીઓ આ આશ્રમની મુલાકાતે આવે છે. હાલનો 5 એકરમાં ફેલાયેલો આશ્રમ હવે 55 એકરમાં ગાંધીના મૂલ્યો સાથે નિર્માણ પામશે. અંદાજે 1200 કરોડના ખર્ચે આ આશ્રમનું નવીનીકરણ કરવામા આવશે. જેમાં હાલમાં આવેલી 20 ઇમારતોને યથાસ્થિતિમાં જાળવી રાખવામાં આવશે. આ ઉપરાંત 13 નવા બિલ્ડિંગ ઉભા કરવામાં આવશે અને મુલાકાતીઓની સુવિધામાં વધારો કરવામાં પણ વધારે થશે.

જુની ઈમારતને સાચવી રાખીને આશ્રમનું કરાશે રિનોવેશન

જૂની બિલ્ડિંગોને સાચવી રાખીને નવા બિલ્ડિંગનું બાંધકામ અને અહીં આવતા મુલાકાતઓની સુવિધામાં વધારો કરવો તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે. દેશ વિદેશમાં વસતા એવા લાખો લોકો છે જે ગાંધીજીના જીવન મૂલ્યોથી પ્રેરાયા છે. એક તરફ અહિંસક રીતે દેશને આઝાદી અપાવવાની વાત હોય કે ભૂખ્યા રહીને અયોગ્ય રીતે લાદવામા આવેલ મીઠા પરનો કર દૂર કરવાની વાત હોય આ તમામ બાબતોનું મહત્વ સમજાવતા ગાંધીજીનો આશ્રમ નવા સ્વરૂપમાં આકાર પામશે. ત્યારે 12 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી આશ્રમના નવીનીકરણનો પાયો મુકશે જેને લઈને વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: PM મોદીના વચ્ચે પડ્યા બાદ પુતિને યુક્રેન પર પરમાણુ હુમલાની યોજના બદલી, અમેરિકન રિપોર્ટમાં ખુલાસો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગોતાની પ્રેમ ગુજરાતી શાળા બાળકોને લીલા રંગનું સ્વેટર પહેરવા કરાયુ દબાણ
ગોતાની પ્રેમ ગુજરાતી શાળા બાળકોને લીલા રંગનું સ્વેટર પહેરવા કરાયુ દબાણ
ખ્યાતિ હોસ્પિટલના પાર્ટનર રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ
ખ્યાતિ હોસ્પિટલના પાર્ટનર રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ
BU પરવાનગી વિના ચાલતી અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલને DEOએ નોટિસ ફટકારી
BU પરવાનગી વિના ચાલતી અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલને DEOએ નોટિસ ફટકારી
વિદ્યાર્થીઓના જીવ જોખમમાં ! કાતિલ ઠંડીમાં આઈસરમાં બાળકોને કરાયો પ્રવાસ
વિદ્યાર્થીઓના જીવ જોખમમાં ! કાતિલ ઠંડીમાં આઈસરમાં બાળકોને કરાયો પ્રવાસ
17 દસ્તાવેજની બજાર કિંમત 560 કરોડથી વધારે, પોલીસ કરશે તપાસ
17 દસ્તાવેજની બજાર કિંમત 560 કરોડથી વધારે, પોલીસ કરશે તપાસ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો કેવો રહેશે દિવસ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો કેવો રહેશે દિવસ
ગુજરાતીઓને નહીં મળે હાડ થીજવતી ઠંડીથી રાહત ! માવઠાની આગાહી
ગુજરાતીઓને નહીં મળે હાડ થીજવતી ઠંડીથી રાહત ! માવઠાની આગાહી
હવે 'અપાર કાર્ડ' વિદ્યાર્થીઓ માટે ફરજિયાત !
હવે 'અપાર કાર્ડ' વિદ્યાર્થીઓ માટે ફરજિયાત !
સુરતમાં 2 બોગસ તબીબ ઝડપાયા, જુઓ Video
સુરતમાં 2 બોગસ તબીબ ઝડપાયા, જુઓ Video
પુષ્પા સ્ટાઈલમાં પાટણમાં કરોડોના રક્ત ચંદનની દાણચોરી ઝડપાઈ
પુષ્પા સ્ટાઈલમાં પાટણમાં કરોડોના રક્ત ચંદનની દાણચોરી ઝડપાઈ
g clip-path="url(#clip0_868_265)">