અમદાવાદના 611માં સ્થાપના દિવસની ધામધૂમથી કરાઇ ઉજવણી, મુખ્યપ્રધાને ટ્વીટ કરી શુભકામનાઓ પાઠવી

|

Feb 26, 2022 | 12:18 PM

અમદાવાદના સ્થાપના દિવસ નિમિત્તે વહેલી સવારથી માણેકચોક ખાતે આવેલી માણેકનાથની સમાધી પર મેયર અને માણેકનાથજી ના તેરમા વંશજ ચંદનનાથ દ્વારા પૂજા અને આરતી કરવામાં આવી.

અમદાવાદના 611માં સ્થાપના દિવસની ધામધૂમથી કરાઇ ઉજવણી, મુખ્યપ્રધાને ટ્વીટ કરી શુભકામનાઓ પાઠવી
Ahmedabad city (File Image)

Follow us on

ઐતિહાસિક અને પ્રથમ હેરિટેજ સિટી (Heritage City) અમદાવાદ (Ahmedabad)નો આજે 611 મો જન્મદિવસ છે. ત્યારે અમદાવાદના મેયર સહિતના પદાધિકારીઓએ આ દિવસની ધામધૂમથી ઉજવણી કરી. તો બીજી તરફ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટિલ તેમજ ગુજરાત કોંગ્રેસ સહિતનાઓએ ટ્વીટ કરીને અમદાવાદના સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી.

600 વર્ષ કરતાં પણ વધુ જુનો ભવ્ય ઇતિહાસ ધરાવતા સાબરમતી નદીના બે કાંઠે વહેંચાયેલા અમદાવાદનો આજે જન્મદિવસ છે. કહેવાય છે કે અહમદશાહ બાદશાહ અમદાવાદનો પાયો નાખતા હતા, ત્યારે અનેક મુશ્કેલીઓ આવી હતી અને તેનું સમાધાન માણેક નાથ બાબાએ આપ્યું હતું અને ત્યારબાદ માણેકનાથની સાથે મળીને હાલના એલિસ બ્રિજ પાસે અમદાવાદની પ્રથમ ઈંટ મૂકવામાં આવી હતી. આજે તે માણેક બુરજ તરીકે ઓળખાય છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

અમદાવાદના સ્થાપના દિવસ નિમિત્તે વહેલી સવારથી માણેકચોક ખાતે આવેલી માણેકનાથની સમાધી પર મેયર અને માણેકનાથજી ના તેરમા વંશજ ચંદનનાથ દ્વારા પૂજા અને આરતી કરવામાં આવી.

માણેકનાથજીની સમાધિ પર કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તમામ મહાનુભાવો માણેક બુરજ ખાતે શહેરના પ્રથમ નાગરિક કિરીટ પરમારની સાથે સાથે અમદાવાદ શહેરના ભાજપ પ્રમુખ અમિત શાહ અને ચંદન નાથજી સાથે જે પ્રથમ ઈંટ મૂકવામાં આવી હતી ત્યાં પૂજા અર્ચના કરવામાં આવી.

મુખ્યપ્રધાનનું ટ્વીટ

અમદાવાદના સ્થાપના દિવસ નિમિત્તે મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરને સૌને શુભકામના પાઠવી છે. તેમણે લખ્યુ કે અમદાવાદ આજે ધીકતું વ્યાપારી કેન્દ્ર છે.

સી.આર. પાટિલનું ટ્વીટ

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલે પણ અમદાવાદના જન્મદિવસની શુભેચ્છાઓ ટ્વીટ કરીને આપી. તેમણે લખ્યુ કે વિકાસનાં પથ પર સતત આગળ વધી રહેલું આ શહેર ગુજરાતનું સૌથી મહત્વનું શહેર છે.

ગુજરાત કોંગ્રેસનું ટ્વીટ

ગુજરાત કોંગ્રેસે ટ્વીટ કરીને ભારતના પ્રથમ વર્લ્ડ હેરીટેજ સીટીનું બહુમાન મેળવનાર અમદાવાદના સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી.

આ પણ વાંચો-

અમદાવાદ : અમદાવાદનો 611મો જન્મદિવસ..ધૂળિયું શહેર કહેવાતુ લાજવાબ અમદાવાદ..કચકડે કંડારાયેલી અમદાવાદના પ્રખ્યાત સ્થળોની આ અવિસ્મરણીય તસવીરો

આ પણ વાંચો-

ભારતના પ્રથમ હેરિટેજ શહેર અમદાવાદનો આજે સ્થાપના દિવસ, હજુ પણ અમદાવાદમાં જીવિત છે પોળનું કલ્ચર

 

Next Article