બી-સફલ ગ્રુપ પર આવકવેરા વિભાગના દરોડામાં 20 લોકર, 1 કરોડ રોકડા અને 1 કરોડના ઘરેણાં મળી આવ્યાં

|

Oct 01, 2021 | 7:55 PM

28 સપ્ટેમ્બરના રોજ શહેરના નામાંકિત બિલ્ડર ગ્રુપને ત્યાં આવકવેરા વિભાગ દ્વારા દરોડા (IT raids) પાડવામાં આવ્યાં હતા. બી-સફલને (B Safal) ત્યાં આઇટી વિભાગ દ્વારા તવાઇ બોલાવવામાં આવી હતી.

બી-સફલ ગ્રુપ પર આવકવેરા વિભાગના દરોડામાં 20 લોકર, 1 કરોડ  રોકડા અને 1 કરોડના ઘરેણાં મળી આવ્યાં
Ahmedabad:Income Tax dept finds over 20 lockers and Rs 1 crore cash during raid on B Safal group

Follow us on

AHMEDABAD : બી-સફલ ગ્રુપ પર આવકવેરા વિભાગના દરોડામાં મોટા ખુલાસો થયા છે. આવકવેરા વિભાગના સર્ચ દરમિયાન 20થી વધુ લોકર મળ્યા, તો આ સાથે જ 1 કરોડ રૂપિયા રોકડા અને ઘરેથી 1 કરોડની કિંમતની જ્વેલરી પણ મળી આવી છે. બી સફલ ગ્રુપ પર આવકવેરા વિભાગના દરોડામાં હજી પણ 22 માંથી 2 સ્થળો પર તપાસ ચાલુ છે.

અમદાવાદના નામી બિલ્ડર ગ્રુપ બી-સફલ પર ઇન્કટેક્ષના દરોડા હજુ યથાવત છે. બિલ્ડર ગ્રુપ પર પડેલા ઇન્કમટેક્ષના દરોડા હજુ આઠ સ્થળો પર ચાલી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ગ્રુપના પ્રમોટર રાજેશ, રૂપેશ તથા લેન્ડ બ્રોકર પ્રવિણ બારડીયાને ત્યા સર્ચ ચાલી રહ્યું છે. સતત ત્રીજા દિવસે સર્ચ દરમિયાન 15 જેટલા લોકરો મળી આવ્યા હોવાની માહિતી મળી હતી. એટલું જ નહીં 100 કરોડથી વધુની કરચોરીની થયાની આવકવેરા વિભાગને આશંકા છે.

28 સપ્ટેમ્બરના રોજ શહેરના નામાંકિત બિલ્ડર ગ્રુપને ત્યાં આવકવેરા વિભાગ દ્વારા દરોડા (IT raids) પાડવામાં આવ્યાં હતા. બી-સફલને (B Safal) ત્યાં આઇટી વિભાગ દ્વારા તવાઇ બોલાવવામાં આવી હતી. જેને લઈને હજુ સર્ચ ચાલી રહ્યું છે. આ સિવાય નામાંકિત બ્રોકરનું પણ નામ આ દરોડામાં હતું. તેમની દરેક જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી હતી. નોંધનીય છે કે ત્યારે શહેરમાં કુલ 22 જગ્યાએ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેની પ્રોસેસના ભાગ રુઓએ હાલ 8 સ્થળોએ શોધખોળ ચાલી રહી છે. આવકવેરા વિભાગની મોટી કરચોરી થયાની આશંકા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ પણ વાંચો : ખેડૂતો માટે સારા સમાચાર : સરકાર જલ્દી જ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ અસરગ્રસ્ત ખેડૂતોને સહાયની જાહેરાત કરશે

Next Article