ખેડૂતો માટે સારા સમાચાર : સરકાર જલ્દી જ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ અસરગ્રસ્ત ખેડૂતોને સહાયની જાહેરાત કરશે

મુખ્યમંત્રી કિસાન સહાય યોજન હેઠળ અસરગ્રસ્તોને સહાય ચુંકવવા માટે ટૂંક સમયમાં સરકાર જાહેરાત કરાશે. તેવું કૃષીમંત્રીએ નાબાર્ડના સહયોગ મેળા 2.0માં જણાવ્યું છે.

AHMEDABAD : ચાલુ વર્ષે પાકમાં નુકસાનના વળતર આપવા માટે સરકાર મદદ કરવા તત્પર છે, આ નિવેદન રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પેટલે આપ્યું છે. તેમણે કહ્યું કે “ખેડૂતના નુકસાન અંગે સર્વે કરવામાં આવ્યો છે અને વડાપ્રધાનના ખેડૂતોની આવક ડબલ કરવાના ધ્યેય પર સરકાર કાર્યરત હોવાનું કૃષિ મંત્રીએ જણાવ્યું છે.તેમજ ગત વર્ષથી પાક વીમા ભરાતા તે બંધ કરી મુખ્યમંત્રી કિસાન સહાય યોજન હેઠળ અસરગ્રસ્તોને સહાય ચુંકવવા માટે ટૂંક સમયમાં સરકાર જાહેરાત કરાશે. તેવું કૃષીમંત્રીએ નાબાર્ડના સહયોગ મેળા 2.0માં જણાવ્યું છે.

કોરોના કાળ દરમિયાન પણ ખેડૂતો અને એ સિવાયના ક્ષેત્રોને પણ નુકસાન થયું છે. ત્યારે આવા ક્ષેત્રને આગળ લાવવા માટે આજે નાબાર્ડ દ્વારા સહયોગ મેળા 2.0નું આયોજન કરવામાં આવ્યું. જેની શરૂઆત આજે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરાવી. અમદાવાદ રિવર ફ્રન્ટ ખાતે વલ્લભસદન નજીક આ સહયોગ મેળાનું આયોજન કરવામાં આવ્યું.

1 ઓક્ટોબરથી શરૂ થયેલ આ મેળો 3 ઓક્ટોબર સુધી ચાલશે. મેળામાં એવા સ્ટોલ ધારકો પણ જોવા મળ્યા કે જેઓ પેઢીથી તેમના ધંધા સાથે જોડાયેલા છે. આવા જ વનિતા ચૌહાણ કે જેઓ કોરોનામાં તેઓની રોજી રોટી બંધ થઈ ગઈ હતી. જે બાદ આ મેળામાં તેઓએ ભાગ લેતા તેમને ફરી રોજગારીની તક મળવાની આશા જાગી છે. જેના કારણે તેઓ નાબાર્ડનો આભાર માન્યો. તેમજ સ્ટોલ ધારકોએ આવા મેળા યોજવા જોઈએ તેવું પણ જણાવ્યું.

આ પણ વાંચો : કિસાન સંઘે મુખ્યપ્રધાનને લખ્યો પત્ર, ખેડૂતોના પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવા કરી માંગ

આ પણ વાંચો : મહુવા તાલુકા પંચાયતની કચેરી જર્જરિત, સરકારી કર્મચારીઓ જીવના જોખમે કામ કરે છે

Click on your DTH Provider to Add TV9 Gujarati