Ahmedabad: નેશનલ ઈલેક્ટ્રીકલ કોડ ઓફ ઈન્ડિયા દ્વારા દેશમાં શોર્ટ સર્કિટના કારણે લાગતી આગના આંકડા જાહેર કરાયા
ઉનાળો શરૂ થાય એટલે આગના બનાવોમાં વધારો જોવા મળતો હોય છે. જેને લઈ આગના બનાવોમાં કેવી તકેદારી રાખવી અને આગના બનાવોને રોકવા અંગે શું કરવું જોઈએ તેને લઈને નેશનલ ઇલેક્ટ્રિકલ કોડ ઓફ ઇન્ડિયા દ્વારા લોકોને જાગૃત કરવા પ્રયાસ હાથ ધરાયો.
Ahmedabad: નેશનલ ઈલેક્ટ્રીકલ કોડ ઓફ ઈન્ડિયા દ્વારા બે દિવસીય વર્કશોપનું અયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં ફાયર બ્રિગેડના અધિકારી (Fire Brigade Officer), BISના સભ્ય તેમજ ઇલેક્ટ્રિકલ એન્જીનીયર હાજર રહ્યા હતા. વર્કશોપમાં આગની ઘટનાને લઈને ચર્ચાઓ કરવામાં આવી. આ દરમિયાન ખાસ શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના પર વિશેષ ચર્ચા કરવામાં આવી.
ચર્ચા દરમિયાન તારણ બહાર આવ્યું કે શોર્ટ સર્કિટના બનાવ અંગે લોકોમાં રહેલી જાગૃતિના અભાવના કારણે આગના બનાવ બનતા હોય છે. જેમાં હલકી ગુણવત્તાના વાયર અને મીટરના લોડ કરતા વધુ પડતા લોડનો ઉપયોગ કરવો અને અયોગ્ય ફિટિંગના કારણે આગ લાગવાનું તારણ મનાઈ રહ્યું છે. જેમાં ક્યાંક વાયરમેન અને કોન્ટ્રકટરની પણ બેદરકારીના કારણે આગ લાગતી હોવાનું પણ અનુમાન લગાવાયું છે.
દેશમાં શોર્ટ સર્કિટના કારણે એક વર્ષમાં 24 હજાર આગના બનાવ
એક અંદાજ પ્રમાણે આ તમામ બાબતોના કારણે દેશમાં એક વર્ષમાં 24 હજાર આગના બનાવ બન્યા છે. જે અંગે આજે નેશનલ ઇલેક્ટ્રિકલ કોડ ઓફ ઇન્ડિયા 2023ના વર્કશોપમાં માહિતી જાહેર કરવામાં આવી. જે બનાવો ન બને માટે વર્કશોપમાં હાજર BISના અધિકારીએ લોકોને જાગૃત બનવા અને યોગ્ય ગુણવત્તાવાળા વાયરનો ઉપયોગ કરવા, યોગ્ય ફિટિંગ કરવા પર ભાર મુક્યો. જેથી શોર્ટ સર્કિટના બનાવો ને ટાળી શકાય.
વર્કશોપમાં જાહેર કરેલા આંકડા ચિંતાનો વિષય
- દેશમાં દર વર્ષે આશરે 24,000 આગના બનાવ શોર્ટ સર્કિટના કારણે બને છે. જેમાં રહેણાંક વિસ્તારોમાં આગના બનાવ 6.3% બને છે. તો રહેણાંક મકાનમાં વિદ્યુત આગ મોટાભાગે એક અથવા બે પરિવારના નિવાસોમાં (83%) જોવા મળે છે.
- હીટીંગ એપ્લાયન્સીસ અને લાઇટના વધતા ઉપયોગને કારણે રહેણાંક મકાનમાં ઇલેક્ટ્રિકલ આગના બનાવો મોટા ભાગે શિયાળામાં એટલે કે જાન્યુઆરી મહિનામાં (12%) બને છે.
- રહેણાંક મકાનની ઇલેક્ટ્રિકલ આગમાં મોટાભાગે પ્રથમ વખત સળગાવવામાં આવતી અગ્રણી વિશિષ્ટ વસ્તુઓ વિદ્યુત વાયર, કેબલ ઇન્સ્યુલેશન (31%) અને માળખાકીય સભ્ય અથવા ફ્રેમિંગ (18%) હતી.
- રહેણાંક મકાનના ઇલેક્ટ્રિકલ આગમાં ફાળો આપતા અગ્રણી વિશિષ્ટ પરિબળોમાં અન્ય વિદ્યુત નિષ્ફળતા (43%), અનિશ્ચિત શોર્ટ સર્કિટ (23%) અને ખામીયુક્ત, ઘસાઈ ગયેલા ઇન્સ્યુલેશન (11%) થી શોર્ટ સર્કિટ થઈ હતી.
- ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રીકલ ફાયર સેફ્ટી ગ્રૂપ અનુસાર, તમામ રહેણાંકમાં લાગેલી આગમાં ઇલેક્ટ્રિકલ આગનો હિસ્સો 6.3% છે, જેમાં દર વર્ષે અંદાજે 24,000 આગની જાણ કરવામાં આવે છે.
- આ ઉપરાંત વર્કશોપમાં ઉપસ્થિત ફાયર ઓફિસર સ્વસ્તિક જાડેજાએ તાજેતરમાં મીઠાખડી વિસ્તારમાં આદિત્ય કોમ્પ્લેક્ષમાં લાગેલી ઇલેક્ટ્રિક આગ દરમિયાન કેવી રીતે રેસ્ક્યુ કરાયુ તેનું ઉદાહરણ આપી. લોકોને જાગૃત બનવા અપીલ કરી તેમજ ઇલેક્ટ્રિકલ આગ નિવારણના સરળ ઉપાયો પણ જણાવ્યા હતા. જે નીચે મુજબ છે.
ઇલેક્ટ્રિકલ આગ નિવારણના સરળ ઉપાય
- મોટે ભાગે બહુમાળી ઇમારતો અને ટાવરોના એર કંડિશનરમાં આગ પવન સાથે ઝડપથી ફેલાય છે. તેનું રક્ષણ કરવું.
- એર કંડિશનર અથવા એર કંડિશનરના ભાગો સાથે ઓટો અગ્નિશામક સાધન રાખવા.
- અગ્નિશામક અને આગ નિવારણ માત્ર અગ્નિશામક ટીમ અથવા સલાહકારો અથવા જાળવણી વ્યક્તિઓની જવાબદારી નથી. દરેક વ્યક્તિ તેમજ દરેક વિભાગોની જવાબદારી છે.
- બજારમાં ઉપલબ્ધ ISI માર્ક વગરના કેબલ અને વાયર ઉપયોગ ન કરવો.
- બિનમાનક વસ્તુઓનું ઉત્પાદન ટાળવાની ખાતરી કરવાની જરૂર છે જે સૌથી અવિશ્વસનીય છે.
- સિસ્ટમને એડવાન્સ બનાવવાની જરૂર છે, જે કેબલના હીટિંગને શોધી કાઢશે અને એલાર્મ જનરેટ કરશે.
- દેશોના વિવિધ ભાગોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે અને તાલીમનું આયોજન પણ કરવામાં આવે.
- ટેકનિશિયન હજુ પણ ટેસ્ટર અને નીચા સ્તરના સાધનો સાથે કામ કરી રહ્યા છે. જેઓએ ઉચ્ચતમ ડિજિટલ એડવાન્સ મીટરનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવું જોઈએ. NFPAના તમામ કોડ ગ્રાઉન્ડ લેવલ સુધી જાણતા હોવા જોઈએ
આ રીતે ગ્રાઉન્ડ લેવલની ટીમ અને અમલદારોને જરૂરી સાધનો અને અદ્યતન મીટર્સ સાથે મજબૂત કરવાની જરૂર છે. જેથી લાંબા ગાળે જોખમ ઊભું કરતા નબળા કામોને રોકવા માટે રક્ષણ અને સરળ અમલીકરણ સુનિશ્ચિત થાય. અને તેના પરથી આગના બનાવોને ટાળી શકાય.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો