ઉત્તમ કામગીરી : અમદાવાદની પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંસ્થાએ મહિલા સફાઈ કામદારો માટે કર્યું આ કામ

|

May 18, 2022 | 7:40 AM

મહિલા કલ્યાણ સંસ્થાના પ્રમુખ ગિતિકા જૈને જણાવ્યું કે, છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા કોવિડ-19 રોગચાળાને કારણે સફાઈ કર્મચારીઓની આર્થિક સ્થિતિ (Financial Condition) પર વિપરીત અસર થઈ છે.

ઉત્તમ કામગીરી : અમદાવાદની પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંસ્થાએ મહિલા સફાઈ કામદારો માટે કર્યું આ કામ
Ahmedabad Western Railway Women's Welfare Organization

Follow us on

Ahmedabad : અમદાવાદની પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંસ્થાએ (WRWWO) માત્ર રેલ્વે કર્મચારીઓ અને તેમના પરિવારોને જ નહીં પરંતુ સમાજના નબળા વર્ગોને પણ શક્ય તમામ મદદ પૂરી પાડવા માટે હંમેશા આગળ રહ્યું છે, ત્યારે મંગળવારે પશ્ચિમ રેલવે (Western Railway)મહિલા કલ્યાણ સંસ્થાના પ્રમુખ ગીતિકા જૈને અમદાવાદ રેલવે સ્ટેશન પર 50 મહિલા સફાઈ કર્મચારીને રાશન કીટ અને સેનિટરી પેડનું વિતરણ કર્યું હતુ.ગિતિકા જૈને જણાવ્યું કે, છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા કોવિડ-19 રોગચાળાને કારણે સફાઈ કર્મચારી ઓની આર્થિક સ્થિતિ (Financial Condition) પર વિપરીત અસર થઈ છે. જેના કારણે તેઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈને માનવતાવાદી અભિગમ અપનાવતા, પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંસ્થા અમદાવાદે 50 મહિલા કર્મચારીઓને સહાય આપવાનું નક્કી કર્યું હતુ.

પ્રમુખ ગિતિકા જૈને મહિલાઓને આપ્યો આ સંદેશ

તેમના સંબોધનમાં ગિતિકા જૈને મહિલા સફાઈ કર્મચારી પ્રત્યે તેમની હૃદયપૂર્વકની સહાનુભૂતિ પણ વ્યક્ત કરી હતી. જેઓ હાલમાં પૂરતી કમાણી કરવામાં અસમર્થ છે તેમણે કહ્યું કે તેઓ મહિલા સફાઈ કર્મચારીઓને મળીને ખૂબ જ ખુશ છે,વધુમાં તેણે જણાવ્યું કે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંસ્થા અમદાવાદનો હંમેશા એવો પ્રયાસ રહ્યો છે કે જરૂરિયાતમંદ લોકો લોકોને પુરતી સહાય પૂરી પાડી શકે.મહિલા કર્મચારીઓની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે તેમની મહેનત અને સમર્પણથી તેઓ રેલ્વે સ્ટેશન, ટ્રેન, રેલ્વે પરિસર, રેલ્વે કોલોની (Railway Colony) વગેરે તમામ સ્થળોની સ્વચ્છતા સુનિશ્ચિત કરે છે.

ઉપરાંત ગિતિકા જૈને જણાવ્યું હતું કે, માસિક ચક્ર દરમિયાન જાતને સ્વચ્છ રાખવાથી ગંભીર રોગોથી બચી શકાય છે. તેમણે એમ પણ જણાવ્યું કે આ સમય દરમિયાન ગંદા કપડા વાપરવાથી ગંભીર બીમારી પણ થઈ શકે છે. આ દરમિયાન મહિલાઓને સ્ત્રીજન્ય રોગોની સારવાર અને તેમાં સેનેટરી પેડની ઉપયોગીતા વિશે જણાવવામાં આવ્યું હતું. તેમણે મહિલાઓને એ પણ સમજાવ્યું છે કે તેઓ ખૂબ જ ઓછા ખર્ચે સેનિટરી પેડ્સનો (Sanitary Pads) ઉપયોગ કરીને મોટી બીમારીઓથી બચી શકે છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

સહાયકોએ સંસ્થાની ઉત્તમ કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો

આ સંસ્થા દ્વારા 50 મહિલા કામદારોને રાશન કીટ આપવામાં આવી હતી. જેમાં 2 કિલો ચોખા, 1 કિલો તુવેર દાળ, 1 કિલો ખાંડ, ચા, હળદર, ધાણા અને મરચાંના પાવડરનો સમાવેશ થાય છે અને સેનેટરી પેડના બે પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંસ્થા અમદાવાદના સેવાના આ કાર્યથી તમામ સહાયકોએ સંસ્થાની ઉત્તમ કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

Next Article