AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરેરાશ નવ ઈંચ વરસાદમાં અમદાવાદ પાણી પાણી, હજુ પણ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

અમદાવાદ શહેરમાં રવિવારે સાંજે ખાબકેલા સાંબેલાધાર વરસાદ બાદ તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા. અનેક ઠેકાણે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાયું હતું. લોકોને અવરજવર માટે ભારે અગવડ પડી હતી.

સરેરાશ નવ ઈંચ વરસાદમાં અમદાવાદ પાણી પાણી, હજુ પણ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2022 | 10:56 AM
Share

અમદાવાદમાં (Ahmedbad) રવિવારે સાંજે અતિભારે વરસાદ નોંધાયો હતો. સાંજે સાત વાગ્યાથી શરૂ થયેલા વરસાદે (Rain) અમદાવાદને ધમરોળ્યું હતું. સતત ચાર કલાક ખાબકેલા અતિભારે વરસાદે તારાજી પણ સર્જી હતી. તો રાત્રે 2 કલાકે ફરી વરસાદે જોર પકડયું હતું. જેથી અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ પ્રવર્તી હતી. લોકોને વહેલી સવારે પણ બહાર નીકળવામાં અગવડનો સામનો કરવો પડયો હતો.

અમદાવાદમાં સતત ચાર કલાક જેટલો વરસાદ પડતાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. થલતેજ, કેશવબાદ, વેજલપુર, હેલ્મેટ સર્કલ વગેરે વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે થલતેજમાં લવકુશ ટાવર પાસે વિહારધામ એપાટૅમેન્ટમાં કેટલાક ઘરોમાં ગટરનું પાણી ફરી વળ્યું હતું. હજું પણ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદના પાણી ઓસર્યા નથી. અને, વહેલી સવારે પણ લોકોને અગવડનો સામનો કરવો પડયો હતો.

અમદાવાદમાં ભારે વરસાદ અને હાલાકી, ઇમરજન્સી કોલ્સમાં વધારો

અમદાવાદના ઉસ્માનપુરા અને પાલડી-વેજલપુર-બોપલ સહિતના વિસ્તારોમાં આશરે 12 ઇંચથી 18 ઇંચ સુધી વધારે વરસાદ નોંધાયો છે. જેના કારણે આ વિસ્તારો જળમગ્ન થયા હતા. તેમાં પણ ઓફિસથી ઘરે જતા લોકોને ભારે અગવડ પડી હતી. ભારે વરસાદને કારણે શહેરમાં ઇમરજન્સી કોલ્સમાં એકાએક વધારો નોંધાયો હતો.

રાતે 10 થી 06                   બચાવકોલ

ગાડીમા ફસાયેલા કોલ       07

દીવાલ પડવાના                 02

ઝાડ પાડવાના                   01

થાંભલો પડવાના               01

ટોટલ                                12

અંગાર કોલ

શોર્ટ સર્કિટ                      05

ફેકટરી                             01

ગેસ લાઈનના આગ         01

ટોટલ                             07

રવિવારે સાંજે ફરવા નીકળેલા અને ખરીદી કરવા નીકળેલા કેટલાક શહેરીજનો ભારે વરસાદને કારણે અટવાઇ પડયા હતા. અને, કુલ 100 માણસોને પાણીમાંથી સલામત જગ્યાએ પહોંચાડ્યા હતા.

ભારે વરસાદને કારણે પ્રહલાદનગર રોડ પર આવેલા ઔડા તળાવની પાળી તૂટી ગઇ હતી. તેની પાસે આવેલી વ્રજવિહાર એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા છે.

ભારે વરસાદના પગલે મીઠાખળી અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર માટે અંડરબ્રિજ બંધ કરાયો હતો. સરખેજનો મકરબા અંડરબ્રિજ, પરિમલ અંડરબ્રિજ, વેજલપુર અંડરબ્રિજ, વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ અંડરબ્રિજ પણ બંધ કરવામાં આવ્યો હતો. આમ કુલ 5 જેટલા અંડરબ્રિજ હાલમાં બંધ કરાયા.

ભારે વરસાદ અને પવનથી બોડકદેવ અને ઇસનપુરમાં ઝાડ પડવાની ઘટના બની છે. જેને દૂર કરવા માટે ફાયરબ્રિગેડની ટીમ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. નારણપુરા વિસ્તારમાં આવેલા ડી. કે પટેલ હોલની પાછળ રંગમિલન સોસાયટીમાં પાણીની ટાંકી ધરાશાયી થઈ છે.

Follow Us
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ, "આ માત્ર મંદિર નહીં.....
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ,
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા
ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
g clip-path="url(#clip0_868_265)">