Ahmedabad : ગુજરાત સાયન્સ સિટીમાં ‘WASTE TO WEALTH’ કાર્યક્રમનું આયોજન, બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લીધો ભાગ

ગુજરાત સાયન્સ સિટીમાં (Gujarat Science City) ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. SAC- ISRO અને ગુજકોસ્ટના સંયુક્ત ઉપક્રમે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘WASTE TO WEALTH’ વિષય પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ.

Ahmedabad : ગુજરાત સાયન્સ સિટીમાં ‘WASTE TO WEALTH’ કાર્યક્રમનું આયોજન, બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લીધો ભાગ
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Aug 07, 2023 | 11:28 AM

Ahmedabad : ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટીમાં (Gujarat Science City) ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. SAC- ISRO અને ગુજકોસ્ટના સંયુક્ત ઉપક્રમે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘WASTE TO WEALTH’ વિષય પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ. આ કાર્યક્રમમાં બે દિવસ માટે કલરિંગ, ડ્રોઈંગ, પેઈન્ટિંગ, મોડેલ મેકિંગ અને વક્તૃત્વ સ્પર્ધા સહિતનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

આ પણ વાંચો-Rajkot : આતંકીઓ પકડાવાના કેસમાં ગુજરાત ATSની ટીમ પશ્ચિમ બંગાળ પહોંચી, આતંકીઓ હથિયાર ખરીદવાની રાહમાં હતા, જૂઓ Video

બાળકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અપાઇ સમજ

કાર્યક્રમના ઉદ્ઘટાન સમારંભમાં ઈસરોના ગ્રૂપ ડાયરેક્ટર ડો. ડી. રામ રજક, સીનિયર સાયન્ટિસ્ટ ડો. રવિકુમાર વર્મા અને રીચા શ્રીવાસ્તવ, ગુજકોસ્ટના સાયન્ટિફિક ઓફિસર પાવિત શાહ અને સાયન્સ સિટીના જનરલ મેનેજર ડો. વ્રજેશ પરીખ ઉપસ્થિત રહ્યા. ઉપસ્થિત મહાનુભાવોએ વેસ્ટમાંથી વેલ્થ કેવી રીતે બનાવી શકાય તે અંગે બાળકોને માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત બાળકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા તેમજ ઓછામા ઓછું વેસ્ટ થાય તે અંગે સમજાવવામાં આવ્યું હતું.

આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક

ત્રણ અલગ અલગ કેટેગરીમાં રાખવામાં આવી સ્પર્ધા

ત્રણ અલગ અલગ કેટેગરીમાં કલરિંગ અને ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ કેટેગરીમાં ધોરણ-1થી 3ના વિદ્યાર્થીઓ માટે, બીજી કેટેગરીમાં ધોરણ-4થી ધોરણ-6ના વિદ્યાર્થીઓ માટે કલરિંગ કોમ્પિટિશન તથા ત્રીજી કેટેગરીમાં ધોરણ-7 અને 8ના વિદ્યાર્થીઓ માટે ડ્રોઈંગ, પેઈન્ટિંગ અને વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી.

સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને અપાયા પ્રમાણપત્ર

ગુજરાત સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જે.બી. વદર, ગુજકોસ્ટના સલાહકાર નરોત્તમ સાહુ, ઈસરોના ડાયરેક્ટર નીલેશ દેસાઈ સહિતના મહાનુભાવોએ પ્રથમ ત્રણ નંબરે વિજેતા થયેલા બાળકોને પુરસ્કાર તેમજ સ્પર્ધામાં સહભાગી થનારા દરેક બાળકોને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. સાથે સાથે પ્રથમ નંબરે આવનારા વિદ્યાર્થીઓને ભેટસ્વરૂપે ટેલિસ્કોપ પણ આપવામાં આવ્યા હતા.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">