AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad Video: AMCના ફરિયાદ નિવારણ વોર્ડ સભા કાર્યક્રમમાં પાયાના પ્રશ્નોને લઈ જગતપુર ગોદરેજ ગાર્ડન સીટીના રહીશો દ્વારા ભારે હોબાળો, અધિકારીઓ છટકી ગયા કોર્પોરેટરો ભરાયા !

જગતપુર વિસ્તારમાં આવેલી ગોદરેજ ગાર્ડન સીટીના રહીશો મોટી સંખ્યામાં રજુઆત કરવા માટે આ ફરિયાદ નિવારણ વોર્ડ સભામાં પહોંચ્યા હતા. છેલ્લા ઘણા સમયથી ગટર, પાણી, રોડ-રસ્તા, લાઈટ જેવા પાયાની સુવિધાઓથી વંચિત હોવાને પગલે ગુસ્સે ભરાયેલા રહીશોએ ઉગ્ર રજુઆત પુરાવાઓ સાથે કરતા સ્થાનિક જુનિયર કક્ષાના અધિકારીઓને પરસેવો વળી ગયો હતો. 

Ahmedabad Video: AMCના ફરિયાદ નિવારણ વોર્ડ સભા કાર્યક્રમમાં પાયાના પ્રશ્નોને લઈ જગતપુર ગોદરેજ ગાર્ડન સીટીના રહીશો દ્વારા ભારે હોબાળો, અધિકારીઓ છટકી ગયા કોર્પોરેટરો ભરાયા !
અમદાવાદ ફરિયાદ નિવારણ વોર્ડ સભામાં ગોદરેજ ગાર્ડન સીટીના રહીશો દ્વારા ઉગ્ર રજૂઆત
| Updated on: Aug 09, 2023 | 5:44 PM
Share

અમદાવાદ કોર્પોરેશન દ્વારા કોર્પોરેશનની ચૂંટણી પહેલા સ્થાનિક રહીશોના પ્રશ્નોને વાચા આપવા માટે ફરિયાદ નિવારણ વોર્ડ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઉકેલ માટે AMCના અધિકારીઓ-પદાધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે આજથી ઉત્તર-પશ્ચિમ ઝોનના નાગરિકો માટે પણ આ આયોજન કરાયુ હતું.

આ કાર્યક્રમમાં જગતપુર વિસ્તારમાં આવેલી ગોદરેજ ગાર્ડન સીટીના રહીશો મોટી સંખ્યામાં રજુઆત કરવા માટે આ ફરિયાદ નિવારણ વોર્ડ સભામાં પહોંચ્યા હતા. છેલ્લા ઘણા સમયથી ગટર, પાણી, રોડ-રસ્તા, લાઈટ જેવા પાયાની સુવિધાઓથી વંચિત હોવાને પગલે ગુસ્સે ભરાયેલા રહીશોએ ઉગ્ર રજુઆત પુરાવાઓ સાથે કરતા સ્થાનિક જુનિયર કક્ષાના અધિકારીઓને પરસેવો વળી ગયો હતો.

સમય પારખીને પલાયન થઈ ગયેલા અધિકારીઓ વચ્ચે આ વોર્ડ સભામાં જવાબદાર કોણ તે નક્કી કરવું મુશ્કેલ થઈ ગયું હતું. રહીશોના મિજાજ પારખીને હાજર થયેલા 3 કોર્પોરેટરોનો પણ ઉધડો લેવાયો હતો. અધિકારીઓએ કેટલી ફરિયાદ સાંભળી તે અલગ વાત હતી પણ કોર્પોરેટરોને AC વચ્ચે પરસેવો આવી ગયો હતો.

ગોદરેજ ગાર્ડન સીટી વિસ્તારના વિવિધ ક્લસ્ટરોના રહીશો અને ચેરમેન દ્વારા ટીવી 9 સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે તેઓ જાણે બિલ્ડરથી છેતરાયા હોવાની લાગણી અનુભવી રહ્યા છે. બિલ્ડરને ચુકવવામાં આવેલા પૈસામાં કોર્પોરેશનનો ઉલ્લેખ છે જ્યારે કે AMC ના અધિકારીઓ AUDA મા રજુઆત કરવાની સલાહ આપે છે. તંત્ર અને તાકાત વચ્ચે રહીશો પીસાઈ રહ્યા છે પણ ના બિલ્ડરના પેટનું પાણી હલે છે ના તો કોર્પોરેશન કે ઔડાને કોઈ ફરક પડી રહ્યો છે.

જણાવવું રહ્યું કે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલનો વિધાનસભા વિસ્તાર અને ગૃહપ્રધાન અમિત શાહનો લોકસભા વિસ્તાર પડતો હોવા છતા અને વારંવારની રજુઆતો બાદ પણ રહીશોનું કોઈ સાંભળી નથી રહ્યું. જણાવવું રહ્યું કે આજના આ રજુઆત કાર્યક્રમમાં મહિલાઓએ આક્રમક રીતે મોરચો સંભાળતા સ્થાનિક કોર્પોરેટરોને શું જવાબ આપવો તે ખબર નોહતુ પડી રહ્યું.

રહીશોના ઉગ્ર વિરોધ વચ્ચે કોર્પોરેટરો દ્વારા મ્યુનિસિપલ કમિશનરનો પણ સંપર્ક સાધવા માટેની કોશિશ કરવામાં આવી હતી જો કે તે શહેર બહાર હોવાનું જાણવા મળ્યુ હતું. એક સિનિયર અધિકારીએ મધ્યસ્થી કરીને મામલો થાળે પાળવાની એ રીતે મોખિક કોશિશ કરી હતી કે આ બિલ્ડરના આગામી અને અત્યારે ચાલતા પ્રોજક્ટોની પરમિશન પર રોક લગાડવામાં આવશે.

જો કે આ દિલાશો કેટલો સાચો ઠરે છે તો આગામી સમય જ બતાવશે પણ જે રીતે સ્થાનિકોનો મુડ છે તે મુજબ આગામી કોર્પોરેશનની ચૂટણી સમયે ભાજપના કોર્પોરેટરો માટે અને તંત્ર માટે માથાના દુ:ખાવા રૂપ સાબિત થશે તે નક્કી છે અને મળતી માહિતિ પ્રમાણે રહીશો મતદાન બહિષ્કારનું પણ શસ્ત્ર ઉગામી શકે છે.

જુઓ આખી રજૂઆતનો VIDEO

ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ "વિચિત્ર પ્રાણી"- મનસુખ વસાવા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
g clip-path="url(#clip0_868_265)">