અમદાવાદની વસ્ત્રાપુર પોલીસે CBIના અધિકારીની ખોટી ઓળખ આપી કોલ ડિટેલ મેળવતા બે શખ્સની ધરપકડ કરી

|

Dec 18, 2021 | 2:55 PM

વસ્ત્રાપુર પોલીસે કિશન મહેતા અને હિતેશ ચોલ્વિયા નામના બે આરોપીને સરકારી અધિકારી તરીકેની ખોટી ઓળખ આપવાના ગુનામાં ઝડપી પાડયા છે.

અમદાવાદની વસ્ત્રાપુર પોલીસે CBIના અધિકારીની ખોટી ઓળખ આપી કોલ ડિટેલ મેળવતા બે શખ્સની ધરપકડ કરી
Vastrapur Police Arrest Two Person for Commited Crime

Follow us on

અમદાવાદની(Ahmedabad)વસ્ત્રાપુર પોલીસે સીબીઆઇ(CBI)ના અધિકારીની ખોટી ઓળખ આપી કોલ ડિટેલ(Call Detail) મેળવતા બે શખ્સની ધરપકડ કરી છે. જેમાં પૂછપરછ કરતા સામે આવ્યું કે ગાંધીનગર ડીજી ઓફિસમાં સીબીઆઈમાં કામ કરતા હોવાની ખોટી ઓળખ આપીને ખાનગી ટેલિકોમ કંપની માંથી કોલ ડિટેઇલ મેળવવા બને શખ્સો ગયા હતા. જો કે ટેલિકોમ કંપનીના નોડલ ઓફીસરને શંકા જતા સમગ્ર મામલો ઝડપાઇ ગયો અને બને શખ્સો પોલીસ ગિરફતમાં આવી ગયા.

વસ્ત્રાપુર પોલીસે કિશન મહેતા અને હિતેશ ચોલ્વિયા નામના બે આરોપીને સરકારી અધિકારી તરીકેની ખોટી ઓળખ આપવાના ગુનામાં ઝડપી પાડયા છે. આ બંને શખ્સો ખાનગી ટેલિકોમ કંપની માં જઈ કોલ ડિટેઇલ્સ માંગવા માટે ગયા હતા. અને નોડલ ઓફિસર ને પોતે ડીજી ઓફિસ ગાંધીનગરથી આવ્યા હોવાનું જણાવ્યું હતું.

એટલું જ નહીં એક તપાસના બહાને કોલ ડિટેઇલ્સની જરૂરિયાત હોવાનું કહી પોતે સીબીઆઇ ઓફિસર હોવાની ખોટી ઓળખ પણ આપી અને ઉપરી અધિકારીએ આ ડિટેઇલ્સ માંગવા સારુ મોકલ્યા હોવાનું કહી મનીષ નામના શખ્સ સાથે વાત પણ કરાવી હતી. જોકે બન્નેના આઈ કાર્ડ અને વાતચીત કરવાની રીત પર નોડેલ ઓફિસર ને શંકા જતા મામલો ઝડપાઇ ગયો અને બંને વ્યક્તિ બેસાડી પોલીસને હવાલે કરાયા.

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

પ્રાથમિક પૂછપરછ દરમિયાન કેટલીક વિગતો સામે આવી કે બંને આરોપીઓ નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવતા. પરંતુ કોલ ડિટેઇલ્સ માંગવા પાછળ તેમનો ઇરાદો શું હતો ? તે અંગે પોલીસે તપાસ શરૂ કરી તો સામે આવ્યું કે આરોપીની બહેનને કોઈ વ્યક્તિ ફોન કરી હેરાન કરતો જેથી તે નકલી ઓફિસર બની ગયો અને કોલ ડિટેઇલ માંગવા નીકળી પડ્યો હતો. જોકે પોલીસને આરોપીની આ વાત ગળે ન ઉતરતા રિમાન્ડ માંગવા સહિત વધુ તપાસ શરૂ કરાઇ છે.

પોલીસે બંને આરોપીઓ પાસેથી બનાવટી પોલીસના લોગોવાળું આઈ કાર્ડ અને પત્રકાર તરીકેની ઓળખ આપતું આઈકાર્ડ કબ્જે કર્યું છે. જેને પગલે બંને વ્યક્તિ ઓની ઉપર વધુ શંકા ઉપજી રહી છે કે કોલ ડિટેઇલ્સ મેળવવા સારું ટેલિકોમ કંપનીમાં ગયેલા આ બંને ફરજી અધિકારી બનેલા આરોપીઓનો હેતુ શું હતો ?

ત્યારે તપાસના અંતે જ ખ્યાલ આવશે કે આ ગઠિયાઓ શા માટે પોલીસ અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી અને બનાવટી આઈ કાર્ડ બનાવ્યા હતા. અને શા માટે તેઓ નોડલ ઓફિસર પાસે ગયા હતા.

આ પણ વાંચો : રાજ્યની 4 મેટ્રો સિટીમાં 18 વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ, વાલીઓને સતર્ક રહેવાની જરુર

આ પણ વાંચો : ગૌણ સેવા પસંદગી મંડળ હેડ ક્લાર્ક પેપર લીક કેસ, જિલ્લા પોલીસવડાએ આ કર્યા નવા ખુલાસા

Published On - 2:54 pm, Sat, 18 December 21

Next Article