AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : પેપરના વેપારી સાથે 3.55 કરોડની ઠગાઈ કરનાર વલસાડના ઠગની ધરપકડ કરાઇ

જેમાં 2022 થી માલ ખરીદી રુપિયા ન ચુકવતા વેપારી પાસે જ્યારે રૂપિયાની માંગણી કરવામાં આવી ત્યારે તેણે 2 કરોડના 8 ચેક અલગ અલગ ખાતાના આપ્યા હતા.જે ચેક બાઉન્સ થતા તેની પણ કેસ ચાલુ છે. આની સાથે જ કુલ 3.55 કરોડ રૂપિયા બાકી હોવાથી આર્થિક ગુના નિવારણ શાખા એ ગુનો નોંધી વેપારીની તપાસ કરતા આરોપી વલસાડ થી મળી આવ્યો હતો

Ahmedabad : પેપરના વેપારી સાથે 3.55 કરોડની ઠગાઈ કરનાર વલસાડના ઠગની ધરપકડ કરાઇ
Ahmedabad Crime
Mihir Soni
| Edited By: | Updated on: Jun 09, 2023 | 9:12 AM
Share

Ahmedabad : અમદાવાદના(Ahmedabad)  વેપારી સાથે 3.55 કરોડની ઠગાઈ કરનાર વલસાડના ઠગની(Fraud)  ધરપકડ કરવામાં આવી છે. જેમાં આરોપીએ 4.70 કરોડનો માલ ખરીદીને પૈસા નહિ ચૂકવીને ઠગાઈ કરી હતી..EOW એ છેતરપીંડી ની ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી છે.અમદાવાદ પોલીસની ઈકોનોમી વિંગએ ધરપકડ કરેલા શખ્સ નું નામ વિમલ પટેલ અને જે મૂળ વલસાડનો રહેવાસી છે. જે વલસાડ માં દર્શી પેપર ના નામ થી પેપર લેવેચ નો વ્યવસાય કરે છે.

કુલ કિંમત 4 કરોડ 70 લાખ થવા પામી હતી

આ આરોપીએ અમદાવાદ ના વેપારી સાથે કરોડોનો વ્યાપાર કરી 3 કરોડ 55 લાખ રૂપિયાની રકમ ન આપીને છેતરપિંડી કરી છે.અમદાવાદ ના પારસ પેપર્સ અને મયુર પેપર્સ નામની કંપનીના માલીક પાસે થી વર્ષ 2022 ના ફેબ્રુઆરી માસ થી મેં માસ સુધી માં કુલ 45 ટ્રક પેપર જેની કુલ કિંમત 4 કરોડ 70 લાખ થવા પામી હતી .જેમાંથી આરોપી વિમલ પટેલ એ અમદાવાદના વેપારી ને 1 કરોડ 15 લાખ રૂપિયા ચૂકવી આપ્યા હતા અને બાકી ના પૈસા નહિ ચૂકવીને છેતરપીંડી કરી છે. જેની ફરિયાદ બાદ EOWએ આરોપીની ધરપકડ કરી છે.

પોલીસે વિમલ પટેલની ધરપકડ કરી છે

જેમાં 2022 થી માલ ખરીદી રુપિયા ન ચુકવતા વેપારી પાસે જ્યારે રૂપિયાની માંગણી કરવામાં આવી ત્યારે તેણે 2 કરોડના 8 ચેક અલગ અલગ ખાતાના આપ્યા હતા.જે ચેક બાઉન્સ થતા તેની પણ કેસ ચાલુ છે. આની સાથે જ કુલ 3.55 કરોડ રૂપિયા બાકી હોવાથી આર્થિક ગુના નિવારણ શાખા એ ગુનો નોંધી વેપારીની તપાસ કરતા આરોપી વલસાડ થી મળી આવ્યો હતો. જેથી પોલીસે વિમલ પટેલની ધરપકડ કરી છે.

મહત્વનુ છે કે આર્થિક વેપારી સાથે કરોડોની ઠગાઈના ગુના વધતા આર્થિક ગુના નિવારણ શાખાની શરૂઆત કરવામાં આવી હતી.. જે ગુનાની તપાસ બાદ આવા ઠગ વેપારીઓની ધરપકડ થવા લાગી છે, જેથી વેપારીઓ સાથે થતી ઠગાઈને અટકાવી શકાય..

g clip-path="url(#clip0_868_265)">