Ahmedabad : સાબરમતી અને ભિવાની વચ્ચે અનરિઝર્વ્ડ પરીક્ષા સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે

|

Jun 14, 2022 | 9:32 PM

રેલવે ભરતી બોર્ડ દ્વારા આયોજિત નોન ટેક્નિકલ પોપ્યુલર કેટેગરી (NTPC)બીજા તબક્કાની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સુવિધા માટે રેલવે પ્રશાસન દ્વારા અમદાવાદના (Ahmedabad) સાબરમતી અને ભિવાની વચ્ચે અનરિઝર્વ્ડ પરીક્ષા સ્પેશિયલ ટ્રેનની (Train) એક-એક ટ્રિપ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

Ahmedabad : સાબરમતી અને ભિવાની વચ્ચે અનરિઝર્વ્ડ પરીક્ષા સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે
Symbolic image

Follow us on

રેલવે ભરતી બોર્ડ દ્વારા આયોજિત નોન ટેક્નિકલ પોપ્યુલર કેટેગરી (NTPC)બીજા તબક્કાની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સુવિધા માટે રેલવે પ્રશાસન દ્વારા અમદાવાદના (Ahmedabad) સાબરમતી અને ભિવાની વચ્ચે અનરિઝર્વ્ડ પરીક્ષા સ્પેશિયલ ટ્રેનની (Train) એક-એક ટ્રિપ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી પરિક્ષાર્થીને કોઈ હાલાકી ન પડે અને સુવિધા મળી રહે. જેમાં ટ્રેન નંબર 0 4707/04708  ભિવાની-સાબરમતી-ભિવાની પરીક્ષા સ્પેશિયલ ટ્રેન  (અનરીઝર્વ્ડ)  ટ્રેન નંબર 04707 ભિવાની-સાબરમતી પરીક્ષા સ્પેશિયલ ટ્રેન તા. 15 જૂન 2022 બુધવારના રોજ ભિવાનીથી સવારે 04:30 વાગ્યે રવાના થશે અને એ જ દિવસે રાત્રિના 23:10 વાગ્યે સાબરમતી પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 04708 સાબરમતી-ભિવાની પરીક્ષા સ્પેશિયલ ટ્રેન તા. 16 જૂન 2022 ગુરુવારના રોજ સાબરમતીથી સાંજે 19:45 વાગ્યે રવાના થઇને બીજા દિવસે બપોરે 13:00 વાગ્યે ભિવાની પહોંચશે.

રસ્તામાં બંને દિશાઓની આ ટ્રેનો રેવાડી, અલવર, બાંદીકુઇ, દૌસા, ગાંધીનગર (જયપુર), જયપુર, ફુલેરા, કિશનગઢ, મદાર જંક્શન, અજમેર, બ્યાવર, મારવાડ જંક્શન, ફાલના, આબૂ રોડ, પાલનપુર અને મહેસાણા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનોમાં તમામ કોચ અનરીઝર્વ્ડ રહેશે.

ઉલ્લેખનીય છે કે, પેસેન્જરોને વિનંતી છે કે કોવિડ-19 સંબંધિત તમામ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. પ્રવાસ દરમિયાન માસ્ક પહેરવાનું રાખે. આ ઉપરાંત નોન-ટેક્નિકલ પોપ્યુલર કેટેગરી (NTPC) ના દ્વિતીય ચરણની પરીક્ષામાં સામેલ થનારા ઉમેદવારોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા કેટલીક ટ્રેનોમાં વધારાના સ્લીપર ક્લાસ કોચ ઉમેરવાનો નિર્ણય કરાયો છે. અમદાવાદ મંડળ રેલવે પ્રવક્તાના જણાવ્યા અનુસાર આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

પશ્ચિમ રેલવે નીચેની ટ્રેનોમાં વધારાના સ્લીપર ક્લાસ કોચ ઉમેરશે

  1.  14મી જૂન, 2022ના રોજ  ઉપડનારી ટ્રેન નંબર 22957,  અમદાવાદ વેરાવળમાં બે સ્લીપર કોચ
  2. 17મી જૂન, 2022ના રોજ  ઉપડનારી ટ્રેન નંબર 22957,  અમદાવાદ વેરાવળમાં ચાર સ્લીપર કોચ
  3. 14મી જૂન, 2022ના રોજ  ઉપડનારી ટ્રેન નંબર 22958, વેરાવળ- અમદાવાદમાં બે સ્લીપર કોચ
  4. 15મી જૂન, 2022ના રોજ  ઉપડનારી ટ્રેન નંબર 22958, વેરાવળ- અમદાવાદ માં ચાર સ્લીપર કોચ
  5. 13મી જૂન, 2022ના રોજ  ઉપડનારી ટ્રેન નંબર 22923, બાંદ્રા ટર્મિનસ-જામનગરમાં બે સ્લીપર કોચ
  6. 14મી જૂન, 2022ના રોજ  ઉપડનારી ટ્રેન નંબર 22924, જામનગર-બાંદ્રા ટર્મિનસમાં બે સ્લીપર કોચ
  7. 13મી જૂન, 2022ના રોજ  ઉપડનારી ટ્રેન નંબર 20955 , સુરત-મહુવામાં બે સ્લીપર કોચ
  8. 14મી જૂન, 2022ના રોજ  ઉપડનારી ટ્રેન નંબર  20956 , મહુવા -સુરતમાં બે સ્લીપર કોચ
  9. 14મી જૂન, 2022ના રોજ  ઉપડનારી ટ્રેન નંબર 19015, મુંબઈ સેન્ટ્રલ-પોરબંદરમાં બે સ્લીપર કોચ
  10. 17મી જૂન, 2022ના રોજ  ઉપડનારી ટ્રેન નંબર 19015, મુંબઈ સેન્ટ્રલ-પોરબંદરમાં ચાર સ્લીપર કોચ
  11. 14મી જૂન, 2022ના રોજ  ઉપડનારી ટ્રેન નંબર 19016, પોરબંદર- મુંબઈ સેન્ટ્રલમાં ચાર સ્લીપર કોચ
  12. 15મી જૂન, 2022ના રોજ  ઉપડનારી ટ્રેન નંબર 19016, પોરબંદર- મુંબઈ સેન્ટ્રલમાં ચાર સ્લીપર કોચ
  13. 17મી જૂન, 2022ના રોજ  ઉપડનારી ટ્રેન નંબર 19016, પોરબંદર- મુંબઈ સેન્ટ્રલમાં બે સ્લીપર કોચ
Next Article