Ahmedabad: ટ્યુશન કલાસીસ સંચાલકોએ સરકાર સામે બાંયો ચઢાવી, 50 ટકા કેપેસિટી સાથે કલાસીસ શરૂ કરવાની માંગ કરી

Ahmedabad: ટ્યુશન કલાસીસ સંચાલકોએ સરકાર સામે બાંયો ચઢાવી, 50 ટકા કેપેસિટી સાથે કલાસીસ શરૂ કરવાની માંગ કરી

| Edited By: | Updated on: Jun 27, 2021 | 5:40 PM

Ahmedabad : સમગ્ર દેશમાં કોરોનાકાળમાં સ્કૂલ કોલેજો સાથે ટ્યુશન ક્લાસ (Tuition class) પણ બંધ રાખવા સરકારે આદેશ આપ્યા હતા. જેના કારણે છેલ્લા કેટલાક મહિનાથી ક્લાસીસો બંધ છે.

Ahmedabad: અમદાવાદમાં ટ્યુશન ક્લાસ (Tuition class) શરૂ કરવાની મંજૂરી ન અપાતા સંચાલકોમાં રોષ ફેલાયો હતો, સંચાલકો દ્વારા સરકારને એક સપ્તાહમાં ટ્યુશન ક્લાસ ખોલવાની પરવાનગી આપવાની માંગ કરવામાં આવી હતી. જો અઠવાડિયામાં આ માંગણી નહીં સંતોષાય તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી.

 

સમગ્ર દેશમાં કોરોનાકાળમાં સ્કૂલ કોલેજો સાથે ટ્યુશન ક્લાસ (Tuition class) પણ બંધ રાખવા સરકારે આદેશ આપ્યા હતા. જેના કારણે છેલ્લા કેટલાક મહિનાથી ક્લાસીસો બંધ છે, વિદ્યાર્થીઓનું ભણતર પણ બગડી રહ્યું છે, સાથે સંચાલકોની આજીવિકાનો પ્રશ્ન પણ ઉભો થયો છે.

 

 

ટ્યુશન ક્લાસીસ સંચાલકોએ સરકાર સામે બાંયો ચઢાવી છે. કોચિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (Coaching Federation of India) સાથે ગુજરાતના સંચાલકોની બેઠક યોજાઈ હતી. તેમજ કલાસીસ ખોલાવા બેઠકમાં રણનીતિ ઘડવામાં આવી હતી, સમગ્ર દેશમાં કલાસીસ ખોલવા કોચિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (Coaching Federation of India)એ માંગ કરી હતી.

 

રાજ્યમાં કોરોનાના કેસો ઓછા થયા છે. ત્યારે સરકારે નિયંત્રણો પણ હળવા કર્યા છે. પરંતુ હજુ સુધી ખાનગી કોચિંગ ક્લાસીસ ખોલવાની મંજુરી ન આપતા ટ્યુશન સંચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ટ્યુશન સંચાલકોનું કહેવું છે કે ગુજરાતની અંદર 10 લાખથી વધુ ટ્યુશન ક્લાસીસ છે, તમામ છેલ્લા 18 મહિનાથી બંધ છે. ત્યારે અમારી સરકારને વિંનતી છે કે, જો જીમ, હોટલો, સ્વીમિંગ પુલ ખુલી ગ્યા છે તો અમને પણ 50 ટકાની કેપિસીટી સાથે ટ્યુશન ક્લાસીસ ખોલવાની મંજુરી આપવામાં આવે.

 

ક્લાસીસ બંધ હોવાથી આવક બંધ છે અને ખર્ચાઓ ચાલું છે, ત્યારે હવે ઘર કેમ ચલાવવું અને ક્લાસીસનું ભાડું કેમ ચુકવવું મુશ્કેલી પડી રહી છે. તમામ વ્યવસાયોને તક આપી છે તો ટ્યુશન ખોલવાની પણ તક આપે, કલાસીસ બંધ હોવાથી એક લાખ શિક્ષકોની રોજગારી બંધ થઈ છે.

 

આ પણ વાંચો: Ahmedabad: કોરોનાકાળમાં વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે તે માટે ઘરે જઈ ભણાવવાનો પ્રયાસ

 

આ પણ વાંચો: ગુજરાતમાં શાળાની ફી માફી અંગે સરકાર અને વાલી મંડળ આમને સામને, ફી માફીનું જાહેરનામું બહાર પાડવા કરી માંગ