Ahmedabad: કોરોનાકાળમાં વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે તે માટે ઘરે જઈ ભણાવવાનો પ્રયાસ
Ahmedabad: મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળની સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓનો સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેમાં જાણવા મળ્યુ કે કુલ 200થી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસે સ્માર્ટ ફોન નથી.

Ahmedabad: કોરોનાકાળમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે ઓનલાઈન શિક્ષણ (Online Education) દરમિયાન અનેક વિદ્યાર્થીઓને ઈન્ટરનેટ કનેક્શન તેમજ સ્માર્ટફોન ન હોવાના કારણે તકલીફ પડી રહી છે. જેની અસર તેમના અભ્યાસ પર પણ જોવા મળી રહી છે. ઘણીવાર સારી ઈન્ટરનેટ કનેક્ટીવીટી ના હોવાના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસથી વંચિત રહેવુ પડે છે.
વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલ હેઠળના બાળકોને ઘરે જઈ ભણાવવાની શરુઆત કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળની સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓનો સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેમાં જાણવા મળ્યુ કે કુલ 200થી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસે સ્માર્ટ ફોન નથી. સ્માર્ટફોન ન હોવાના કારણે વિદ્યાર્થીઓ ઓનલાઈન ભણી શકતા નથી. આ કારણે વિદ્યાર્થીને ભણતરમાં ઘણું નુકસાન વેઠવું પડે છે.
આ ઉપરાંત ઘણા માતા-પિતાની ફરિયાદ પણ છે કે વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણમાં સમજાતુ નથી, જેને કારણે તેમનો અભ્યાસ બગડી રહ્યો છે. વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળની સ્કૂલના વિદ્યાર્થીઓને શિક્ષકો ફોન કરીને તેમને જે ન સમજાયું હોય તેના વિશે પૂછે છે અને ત્યારબાદ તેઓ જે ન સમજાયુ હોય તે વિશે ઘરે જઈને સમજાવે છે.
આ સમગ્ર વિષય પર મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારી જણાવે છે કે શિક્ષકો ધોરણ 1થી8ના વિદ્યાર્થીઓના ઘરે સમયાંતરે જાય છે અને ઓનલાઈન શિક્ષણમાં તેઓને જે તકલીફ પડતી હોય તેમજ જે વિષયમાં તેઓને સમજ ન પડતી હોય તે અંગે વિદ્યાર્થીઓને ઘરે જઈ સમજણ પૂરી પાડે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં શાળાની ફી માફી અંગે સરકાર અને વાલી મંડળ આમને સામને, ફી માફીનું જાહેરનામું બહાર પાડવા કરી માંગ