ટ્રાફિક પોલીસકર્મીએ મહિલાને લાફો ઝીંકવા મામલે મોટો ખૂલાસો, મહિલાએ પહેલા પોલીસકર્મીનું આઈકાર્ડ ફેંક્યુ અને બેશર્મીની હદ વટાવતા અપશબ્દો કહ્યા- જુઓ Video

અમદાવાદમાં અંજલિ ચાર રસ્તા નજીક મહિલા અને ટ્રાફિક પોલીસ વચ્ચે થયેલી રકઝકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમા પોલીસકર્મી મહિલાને લાફો મારતો જોઈ શકાય છે. જો કે આ જ ઘટનાનો અન્ય એક વીડિયો સામે આવ્યો છે. જેમા મહિલા પોલીસને ગંદી ગંદી ગાળો બોલી રહી છે. બેશર્મીની હદ વટાવી મહિલાએ પોલીસકર્મીને મા-બહેન સામે તેમજ જાતિવિષયક ગાળો બોલી હતી.

| Edited By: | Updated on: Dec 20, 2025 | 5:53 PM

અમદાવાદમાં પાલડી પોલીસ સ્ટેશન વિસ્તારમા અંજિલ ચાર રસ્તા નજીક ટ્રાફિક પોલીસ અને મહિલા સાથે થયેલ રકઝકનો વીડિયો વાયરલ થયો હતો. જેમા પોલીસકર્મીએ મહિલાન લાફો માર્યો હતો. આ ઘટના બાદ પોલીસકર્મી ફરિયાદ નોંધવામાં આવી છે અને ખાતાકીય તપાસના આદેશ અપાયા છે. જો કે આ સોશિયલ મીડિયા પર માત્ર એવો જ વીડિયો સામે આવ્યો છે, જેમા પોલીસકર્મીએ મહિલના લાફો જીંક્યો. પરંતુ મહિલાએ ગેરવર્તણુક કરવામાં બેશર્મીની તમામ હદો પાર કરી દીધી હતી. જેનો વીડિયો સામે આવ્યો નથી.

મહિલાએ અભદ્રતાની હદ વટાવતા અપશબ્દો પોલીસકર્મીને કહ્યા

હાલ સમગ્ર ઘટનાનો આગળ-પાછળના તમામ 4 વીડ઼િયો સામે આવ્યા છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે પહેલા મહિલાએ પોલીસકર્મી સાથે ગેરવર્તણુક કરી હતી. પહેલા મહિલાએ પોલીસકર્મીને અત્યંત અશ્લિલ અપશબ્દો બોલ્યા હતા. જે બાદ પોલીસકર્મીને ગુસ્સો આવતા તેમણે મહિલા પર હાથ ઉપાડયો હતો. આ સમગ્ર ઘટના વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે.  મહિલા સતત બેશર્મીની હદ વટાવતા અશ્લિલ શબ્દો પોલીસકર્મીને કહી રહી હતી.  વીડિયોમાં મહિલા પોલીસકર્મીને તેની વર્દી ઉતરાવી દેવાની પણ ધમકી આપતી જોવા મળી છે.

મહિલાએ પહેલા પોલીસકર્મીનું આઈકાર્ડ માગી તેના જ મોં પર ફેંક્યુ હતુ

ન માત્ર આ એક ઘટના આ મહિલાએ અગાઉ પણ અન્ય મહિલા ટ્રાફિક પોલીસકર્મી સાથે અભદ્ર વર્તન કર્યુ હતુ અને જાહેરમાં મહિલા પોલીસકર્મીને પણ અપશબ્દો કહ્યા હતા. એક મહિલાને ન છાજે તેવા અશ્લિલ શબ્દો સતત તે બોલતી જોવા મળી હતી. એકતરફ મહિલાએ સિગ્નલ તોડ્યુ અને જ્યારે તેમને ટ્રાફિક પોલીસે રોક્યા તો તેમણે મહિલા પોલીસકર્મી પર પૈસા માગવાનો ખોટો આરોપ પણ લગાવ્યો હતો અને લુખ્ખાગીરી કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. મહિલાની ગેરવર્તણુકના બંને વીડિયો હાલ સામે આવ્યા છે. ત્યારે હાલ તો આ સમગ્ર ઘટનામાં ચોંકાવનારો ખૂલાસો થયો છે.

લાફો મારનાર હેડ કોન્સ્ટેબલને તાત્કાલિક અસરથી કરાયા સસ્પેન્ડ

સમગ્ર મામલે ટ્રાફિક DCPનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું મહિલાએ ટ્રાફિક સિગ્નલનો ભંગ કર્યો હતો અને ટ્રાફિક પોલીસે મહિલાને રોકીને હેલમેટ નહીં પહેરવા અંગે પૂછપરછ કરી હતી. જે બાદ મહિલાએ પોલીસકર્મીનું આઈકાર્ડ માંગ્યું હતું અને પછી તેના મોં પર ફેંક્યુ હતુ. જેને લીધે પોલીસકર્મી જયંતીભાઈ ઝાલા ઉશ્કેરાઈ ગયા હતા. પોલીસકર્મીની ભૂલ હોઈ તેમની સામે પગલાં લેવાયા છે અને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે. DCPએ જણાવ્યું હતું કે બોડીવોર્ન કેમેરામાં સમગ્ર ઘટના રેકોર્ડ થઈ હશે તો તેની પણ તપાસ કરવામાં આવશે.

શું હતો સમગ્ર ઘટનાક્રમ?

વાસણામાં રહેતા બંસરી ઠક્કર નામના મહિલા શુક્રવારે સાંજે 6:30 કલાકે પાલડી ચાર રસ્તા પાસે સિગ્નલ ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન ટ્રાફિક પોલીસના કર્મચારીએ તેમને રોકીને લાયસન્સ માંગ્યું હતું. મહિલાનો દાવો છે કે લાયસન્સ પર્સમાં હોઈ તેણે પોલીસને બે મિનિટ રાહ જોવાની વિનંતી કરી હતી, જે બાદ પોલીસ ઉશ્કેરાઈ ગયા હતા. ત્યારે મહિલાએ સામે કહ્યું કે “પોલીસ છો તો આવી રીતે કેમ વાત કરો છો ? તમારું આઈડી બતાવો.” મહિલાએ પોલીસનું આઈડી જોયું અને તે પરત આપતી વખતે નીચે પડ્યું. જે બાદ પોલીસે હાથ ઉપાડ્યો. જોકે પોલીસકર્મીએ આક્ષેપ કર્યો કે મહિલાએ આઈકાર્ડ તેના મોં પર ફેંક્યુ હતુ અને કેમેરામાં પણ મહિલા આઈકાર્ડ ફેંકતી જોવા મળી છે. આઈ કાર્ડ ફેંકતા પોલીસકર્મી ઉશ્કેરાઈ ગયા હતા.

Input Credit- Harin Matravadia- Ahmedabad

અમદાવાદના આ પોલીસ કર્મીએ ઝાડ્યો વર્દીનો રોફ, મહિલાને જાહેરમાં લાફા ઝીંકી ખાખી વર્દીને લજવી…- જુઓ Video

Published On - 5:51 pm, Sat, 20 December 25