Ahmedabad: જંતુનાશક દવાના ઓનલાઈન વેચાણને પગલે વેપારીઓનો વિરોધ

|

Jul 31, 2022 | 9:57 PM

જંતુનાશક દવા (pesticides), ખાતર, બિયારણના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ ઓનલાઈન જંતુનાશક દવાના વેચાણ સામે વિરોધ નોંધાવ્યો છે. નારોલ  ખાતે 600થી વધુ વેપારીઓએ બેઠક યોજી જંતુનાશક દવાના ઓનલાઇન વેચાણ સામે વેપારીઓનો વિરોધ નોંધાવ્યો હતો.

Ahmedabad: જંતુનાશક દવાના ઓનલાઈન વેચાણને પગલે વેપારીઓનો વિરોધ
Ahmedabad: Traders have come together to protest against the online sale of pesticides

Follow us on

અમદાવાદમાં (Ahmedabad) જંતુનાશક દવા, ખાતર, બિયારણનું ઓલ ઓવર ઈન્ડિયામાં 40 હજાર કરોડનો બિઝનેસ (Business) છે. ત્યારે આ બિઝનેસ પર હવે ઓનલાઈન વેચાણ કરતા વેપારીઓએ તરાપ મારી છે. આથી 600 જેટલા વેપારીએ આ અંગે વિરોધ નોંધાવ્યો છે. જંતુનાશક દવા (pesticides), ખાતર, બિયારણના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ ઓનલાઈન જંતુનાશક દવાના વેચાણ સામે વિરોધ નોંધાવ્યો છે. નારોલ  ખાતે 600થી વધુ વેપારીઓએ બેઠક યોજી જંતુનાશક દવાના ઓનલાઈન વેચાણ સામે વેપારીઓનો વિરોધ નોંધાવ્યો હતો. જંતુનાશક દવાનું ઓનલાઈન વેચાણ બંધ નહીં થાય તો સરકારને ગાંધી ચિંધ્યા માર્ગે રજૂઆત કરવાની રણનીતિ ઘડવામાં આવી છે.

ઓનલાઈન વેચાણથી ખેડૂતોને નથી મળતું માર્ગદર્શન

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

જંતુનાશક દવાના ઓનલાઈન વેચાણ સામે વેપારીઓ હવે આક્રમક મૂડમાં જણાઈ રહ્યા છે. એગ્રો ઈનપુટ વેલ્ફેર એસોસિએશન સાથે સંકળાયેલ વેપારીઓએ આ મુદ્દે વિરોધ નોંધાવ્યો છે. જે માટે 600થી વધુ વેપારીઓએ બેઠક કરી વિરોધની રણનીતિ ઘડી કાઢી છે. ગુજરાત એગ્રો એસોસિએશન પ્રમુખ પ્રવિણ પટેલે આ મુદ્દે જણાવ્યું હતું કે ગુજરાતમાં દવા, ખાતર અને બિયારણનો સૌથી મોટો બિઝનેસ છે. પરંતુ ઓનલાઈન વેચાણની પ્રક્રિયા શરૂ કરી તે ટેક્નિકલ રીતે પણ ખોટી છે. ઓનલાઈન વેચાણથી ખેડૂતોને મળતું માર્ગદર્શન મળતું નથી. માર્ગદર્શનના અભાવે પાકને અસર થાય છે. ઓનલાઈન વેચાણ કરવા વાળા કોઈ જવાબદારી લેતા નથી. ડિગ્રી વગરના લોકો પણ જંતુનાશક દવાનું વેચાણ કરી રહ્યા છે.

જંતુનાશક દવાઓના ઓનલાઈન વેચાણને પગલે 600 વેપારીઓનો એક મંચ પર વિરોધ

વેપારીઓની માંગ છે કે જંતુનાશક દવાના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવે. ઓનલાઈન વેચાણ બંધ નહીં થાય તો સરકારને ગાંધી ચિંધ્યા માર્ગે રજૂઆત કરવામાં આવશે. આખા દેશમાં ઓલ ઈન્ડિયા ઈનપુટ વેલફેરના 7 લાખ મેમ્બર છે. જો 7 લાખ મેમ્બરને ત્યાં 10 જણા પણ નોકરી કરતા હોય તો ઑનલાઈન બિઝનેસથી 70 લોકોની રોજગારી પર અસર થાય તેમ છે. એસોસિએશનના સેક્રેટરી અરવિંદભાઈ પટેલે જણાવ્યું  હતું કે જંતુ નાશક દવાનું ઓનલાઈન વેચાણ બંધ નહીં થાય તો સરકારને ગાંધી ચિંધ્યા માર્ગે રજૂઆત કરવામાં આવશે.

Next Article