Ahmedabad: પત્નીએ દીકરી સાથે મળી દારૂડિયા પતિની ઠંડા કલેજે કરી નાખી હત્યા, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખૂલ્યો હત્યાનો ભેદ

Ahmedabad: દારૂડિયા અને શંકાશીલ પતિના ત્રાસથી કંટાળી પત્નીએ નાની દીકરી સાથે મળી પતિની ગળુ દબાવી હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યુ છે. પતિ શંકાશીલ અને બેકાર હોવાથી આખો દિવસ ત્રાસ આપતો હતો અને માર મારતો હતો. આ મારના ડરથી પત્નીએ પતિને જ મોતને ઘાટ ઉતારી દીધો.

Ahmedabad: પત્નીએ દીકરી સાથે મળી દારૂડિયા પતિની ઠંડા કલેજે કરી નાખી હત્યા, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખૂલ્યો હત્યાનો ભેદ
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Feb 27, 2023 | 8:41 PM

અમદાવાદના મારના ડરથી પત્નીએ દીકરી સાથે મળી પોતાના જ પતિની ઠંડા કલેજે હત્યા કરી નાખી. દારૂડિયા અને શંકાશીલ પતિની રોજની મારઝૂડ અને ત્રાસથી કંટાળેલી પત્નીએ દીકરી સાથે મળી દુપટ્ટાથી પતિનું ગળુ દબાવી હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યુ છે. પતિ રોજ માર મારતો હોવાથી તે મારશે તેવો ડર સતત પત્નીને સતાવતો હતો. આથી કંટાળેલી પત્નીએ તેની હત્યાનું ષડયંત્ર રચ્યુ હતુ. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળુ દબાવવાથી મૃત્યુ થયુ હોવાનો ખુલાસો થતા પોલીસે હત્યારી પત્ની અને તેની દીકરીની ધરપકડ કરી છે.

હત્યારી પત્ની ગીતાબેન જાદવ અને દીકરી ભાવના જાદવએ ભેગા મળી પતિની હત્યા કરી હતી. ત્યારબાદ હત્યાના બનાવને કુદરતી મોતમાં ખપાવવા પત્નીએ અનેક પ્રયત્નો કર્યા પરતું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનો ખુલાસો થયો હતો.

સૂતેલા પતિની રૂમાલથી ગળુ દબાવી હત્યા કરી

સમગ્ર  ઘટનાની વિગત અનુસાર મૃતક પતિ કિશોર જાદવ દરરોજ પત્ની અને બે દીકરીઓને ઢોર માર મારતો હતો. રવિવારના રોજ પણ પતિ કિશોરે પત્નીને માર મારી અને દીકરીને વાળ પકડીને માર માર્યો હતો. જેથી ઉશ્કેરાયેલી માતા-દીકરીએ મૃતક કિશોરની હત્યાનું ષડ્યંત્ર રચ્યું. મૃતક કિશોર જ્યારે સુઈ રહ્યો હતો, ત્યારે પત્ની ગીતાબેન દુપટ્ટાથી કિશોરનું ગળું દબાવ્યું. જ્યારે દીકરીએ પિતાના ચહેરા પર રૂમાલ મૂકી મોઢું દબાવી રાખ્યું હતું.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જે બાદ હત્યારી ગીતાબેન ભત્રીજા પરાગ જાદવને ફોન કરીને કહ્યું કે કિશોર ઉઠી રહ્યા નથી. જ્યાં હોસ્પિટલમાં લઈ જતા હાજર ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. જો કે ભત્રીજાને શંકા જતા અને પોસ્મોર્ટમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનું સામે આવતા સરદારનગર પોલીસે ગુનો નોંધી માતા-દીકરીની ધરપકડ કરી છે.

રોજ પતિ મારતો હોવાથી પતિને જ પતાવી દેવાનું નક્કી કર્યુ

20 વર્ષના લગ્ન જીવનનો કરુણ અંત આવ્યો છે. બેકાર પતિ કિશોરથી કંટાળીને પત્નીએ હત્યા કરી હોવાનું કબૂલાત કરી છે. પતિ કિશોર અને પત્ની ગીતાના લગ્ન જીવન દરમિયાન ચાર સંતાનો છે, જેમાં બે દીકરીઓ સોડા ફેકટરીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી, જ્યારે બેકાર કિશોર દારૂ પીને પત્ની અને દીકરી પર શંકા રાખી અત્યાચાર કરતો હતો. કિશોરના મારના ડરથી ગીતા અને તેની દીકરીઓ દહેશતમાં જીવતી હતી, પરંતુ ડરમાંથી બહાર આવવા માટે ડરને જ પતાવી દેવાનું નક્કી કર્યું અને રવિવારના રોજ પતિની હત્યા કરી અકસ્માતનું રૂપ આપ્યું.

આ પણ વાંચો: Gujarati Video: અમદાવાદમાં નહોર વિનાના વાઘ જેવો બન્યો હેરિટેજ વારસાની જાળવણીનો કાયદો, નુકસાનકર્તાઓને મળી રહ્યુ મોકળુ મેદાન

વારંવારની હિંસા સહન ન થતા પતિની હત્યા કરી નાખી

પોલીસ તપાસમાં સામે આવ્યું કે હત્યા દરમિયાન માતા અને દીકરી પર હત્યાનું ઝુનુન સવાર થઈ ગયું હતું. મોટી દીકરી હત્યા કરતા જોઈ ગઈ તો તેને મારવાની ધમકી આપી હતી. એટલું જ નહીં પત્ની ગીતાબેન પર ડર એટલો હાવી થઈ ગયો હતો કે સેકન્ડોમાં પતિ કિશોરનું મોત થઈ ગયું હતું છતાં પત્ની પતિ કિશોરના ગળા પર એક કલાક સુધી દુપટ્ટો બાંધી બેસી રહી હતી કે કિશોર જીવી જશે તો તેને ફરી મારશે. ત્યારે હત્યા કેસ લઈ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

g clip-path="url(#clip0_868_265)">