Ahmedabad: વાતાવરણમાં આવ્યો પલટો, વાદળછાયાં વાતાવરણ વચ્ચે વેજલપુર, મોટેરા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં

|

Oct 06, 2022 | 9:49 AM

અમદાવાદમાં જાણે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.  ગઈ કાલે નોંધાયેલી  37 ડિગ્રી ગરમી બાદ  આજે સવારથી વાતાવરણમાં  પલટો નોંધાયો હતો અને વેજલુપર સહિત મોટેરા તેમજ અન્ય  વિસ્તારોમાં ક્યાંક વરસાદી  ઝાપટા તો ક્યાંક વરસાદી  છાંટા પડ્યા હતા.

Ahmedabad: વાતાવરણમાં આવ્યો પલટો, વાદળછાયાં વાતાવરણ વચ્ચે વેજલપુર, મોટેરા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં
અમદાવાદમાં વાતાવરણમાં આવ્યો પલટો

Follow us on

અમદાવાદના (Ahmedabad) વાતાવરણમાં  આજે સવારથી પલટો જોવા મળ્યો  હતો. સવારથી  શહેરમાં વાદળછાયું વાતાવરણ  (Weather Change) જોવા મળ્યું હતું અને સવારે સાત વાગ્યાના સમયે  વેજલપુર, જીવરાજ પાર્ક, જુહાપુર સહિતના વિસ્તારમાં અચાનક વરસાદી ઝાપટું વરસ્યું હતું.  જેના કારણે  સવારે શાળાએ જતા બાળકો તેમને વહેલી સવારે નોકરી પર જનારા લોકો  હેરાન થઈ ગયા હતા.  અમદાવાદમાં જાણે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.  ગઈ કાલે નોંધાયેલી  37 ડિગ્રી ગરમી બાદ  આજે સવારથી વાતાવરણમાં  પલટો નોંધાયો હતો અને વેજલુપર સહિત મોટેરા તેમજ અન્ય  વિસ્તારોમાં ક્યાંક વરસાદી  ઝાપટા તો ક્યાંક વરસાદી  છાંટા પડ્યા હતા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

 

અમદાવાદમાં બેવડી ઋતુનો અનુભવ

અમદાવાદમાં સતત બેવડી ઋુતુનો અનુભવ થઈ રહ્યો છે.   નોંધનીય છે કે  બે દિવસ પહેલા ચોમાસાની વિદાયની સત્તાવાર જાહેરાત કરી હતી આથી જતા ચોમાસે  વાતાવણમાં પલટાનો અનુભવ થઈ રહ્યો છે.

&n

ગુજરાતમાં સતાવાર રીતે ચોમાસાએ વિદાય લીધી છે,પરંતુ હજુ કેટલાક શહેરોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે.  હવામાન વિબાગ દ્વારા આજે  રાજ્યના મોટા ભાગના શહેરોમાં વાદળછાયા વાતાવરણની આગાહી  કરવામાં આવી છે તેમજ દરિયાકાંઠા  નજીકના શહેરોમાં  ભારે બફારાનો અનુભવ થઈ રહ્યો છે. હવામાનની વિગતવાર વાત કરીએ તો 06 ઓક્ટોબરે અમદાવાદમાં (Ahmedabad) ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 37 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદ 54 ટકા વાદળછાયુ વાતવરણ રહેશે. ગાંધીનગરની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 37 રહેશે. તેમજ દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશે. તો આણંદમાં (Anand) વાદળછાયુ વાતવરણ જોવા મળશે. જ્યાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 રહેશે.જો ઉતર ગુજરાતમાં અરવલ્લીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 36 રહેશે.

 

Next Article