Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: અમદાવાદના વેજલપુરમાં વેપારીના બંધ ઘરમાં થયેલી ચોરીનો બેદ ઉકેલાયો, બે આરોપીની ધરપકડ

વેજલપુર માં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલીને બે આરોપીની પોલીસે કરી ધરપકડ કરવામાં આવી છે. સીસીટીવીમાં કેદ થયેલી શંકાસ્પદ રીક્ષાના ફૂટેજ પરથી ઘરફોડ ચોર સુધી પોલીસ પહોંચી હતી. જાણભેદુ પર શંકાના આધારે કરી રહેલી તપાસમાં પોલીસ રીઢા ઘરફોડ ચોર સુધી પહોંચી બંનેને ઝડપી પાડ્યા હતા. વેપારીના બંઘ ઘરે ચોરી કરવાની ટીપ આપનાર ફરિયાદીના ઘરે અગાઉ આવતો ડ્રાઇવર નિકળ્યો હતો.

Ahmedabad: અમદાવાદના વેજલપુરમાં વેપારીના બંધ ઘરમાં થયેલી ચોરીનો બેદ ઉકેલાયો, બે આરોપીની ધરપકડ
બે આરોપીની ધરપકડ
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Sep 27, 2023 | 9:47 PM

વેજલપુર માં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલીને બે આરોપીની પોલીસે કરી ધરપકડ કરવામાં આવી છે. સીસીટીવીમાં કેદ થયેલી શંકાસ્પદ રીક્ષાના ફૂટેજ પરથી ઘરફોડ ચોર સુધી પોલીસ પહોંચી હતી. જાણભેદુ પર શંકાના આધારે કરી રહેલી તપાસમાં પોલીસ રીઢા ઘરફોડ ચોર સુધી પહોંચી બંનેને ઝડપી પાડ્યા હતા. વેપારીના બંઘ ઘરે ચોરી કરવાની ટીપ આપનાર ફરિયાદીના ઘરે અગાઉ આવતો ડ્રાઇવર નિકળ્યો હતો.

આ પણ વાંચોઃ Aravalli: દારુની પાર્ટી માણનારા બે પોલીસ કર્મીને SP એ કર્યા સસ્પેન્ડ, TRBના 2 જવાનોને ફરજથી દૂર કર્યા

આરોપી ઇરફાન વોરા અને મહેબુબ મહંમદ સિપાઇની ઘરફોડ ચોરીમાં ધરપકડ કરાઇ છે. તાજેતરમાં જુહાપુરાના રસુલા પાર્ક સોસાયટીના બંઘ મકાનમાં ચોરી થઇ હતી. વેપારી અનિષભાઇ પોતાના પરિવાર સાથે 3 દિવસ ધાર્મિક કાર્ય માટે પોતાના વતન ગયા હતા. આ મોકાનો લાભ ઉઠાવતા તસ્કરોએ ચોરી આચરી હતી.

કિંમતી સામાન કાગળમાં લપેટ્યો છતા ચોરી થયો

જેથી ઘરમાં કિમતી સામાન ચોરી થઇ જવાના ડરથી સ્ટોર રૂમમાં છાપાની પસ્તી માં કિમતી સામાન બેંગ મુકીને ગયા હતા. જે ઘરે પરત આવતાં જ કિમત સામાન રહેલી બેંગ ચોરી થઇ હતી. જેથી પોલીસને ચોરીના બનાવમાં જાણભેદુ હોવાની શંકાના આધારે તપાસ કરતા પોલીસને એક સીસીટીવી મળી આવ્યા હતા. જ્યાં એક શંકાસ્પદ રીક્ષા આવે છે. જેના આધારે તપાસ કરતા પોલીસ એક રીઢા આરોપી ઇરાફન વોરા સુઘી પહોચી હતી.

ક્યા 5 મેડિકલ ટેસ્ટ છે જે વર્ષમાં એક વાર જરૂર કરાવવા જોઇએ ?
ડિલિવરી પછી પેટની ચરબી કેવી રીતે ઘટાડવી?
IPL 2025માં શ્રેયસ અય્યર એક કલાકમાં કેટલા પૈસા કમાઈ રહ્યો છે?
આ કોરિયોગ્રાફરની માસિક આવક 2 કરોડ રૂપિયાથી વધુ છે, જુઓ ફોટો
Waqf Meaning: વક્ફનો અર્થ શું છે, આ શબ્દ ક્યાંથી આવ્યો?
પિતૃદોષ હોય તો દેખાય છે આ સંકેત

જે બાદ પોલીસ તપાસમાં ખૂલ્યુ હતુ કે, આરોપી ઇરફાનને ચોરી કરવા માટે મહેબુબ સિપાઈએ ટીપ આપી હતી. તેણે કહ્યુ હતુ કે, આ મકાન 3 દિવસ સુઘી બંઘ છે ચોરી કરીશ તો સારા પૈસા મળશે. જેના આધારે આરોપી ઇરફાન વોરા એ ચોરી કરીને ઘરમાં રહેલ બેગમાં સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને અમેરિકન ડોલર મળી કુલ 20 લાખની ઘરફોડ ચોરી કરી હતી. બાદમાં વેજલપુર પોલીસે 500થી વઘુ સીસીટીવી તપાસ કરીને બંન્ને આરોપી સુઘી પહોચવામાં સફળતા મેળવી હતી.

મહેબુબ વેપારીથી હતો પરિચિત

પકડાયેલ આરોપી મહેબુબ સિપાઇની પુછપરછ કરતા સામે આવ્યુ હતુ કે આરોપી મહેબુબ વેપારી અનિષ ધનાણીથી પરિચિત છે. કારણકે વેપારી કરિયાણાના હોલસેલનો વ્યવસાયી છે જેમના કામ માટે અનેક વખત ડ્રાઇવરની જરૂર પડતી હોય છે, તે સમયે આરોપી મહેબુબને બોલાવતા હતા. જેથી ફરિયાદી બહારગામ જવાનો હોવાની આરોપી મહેબુબને જાણ હતી. એટલુ જ નહિ પૈસા અને કિમતી સામાન પણ ઘરના સ્ટોર રૂમમાં મુકતા હોવાનુ ખ્યાલ હોવાનુ આરોપી કબુલાત કરી છે. જેથી જ રીઢા આરોપી ઇરફાન વોરાને ચોરી કરવા માટે મહેબૂબએ ટીપ આપી હતી. જે બાદ ચોરી કરેલા પૈસા અને સોના-ચાંદીના દાગીના ચોરી કરી બંન્ને સરખા ભાગે વેચી દીઘા હતા. જો કે પોલીસે સીસીટીવી આધારે બંન્ને આરોપીને ઝડપી લઇને ચોરીનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

વેજલપુર પોલીસ તપાસ કરતા આરોપી ઇરફાન વોરા એક રીઢો ચોર છે.જેના વિરુદ્ધમાં 7 થી વધુ ગુના ચોરીના નોધાઇ ચુક્યા છે,ત્યારે પોલીસ તપાસ શરૂ કરી છે કે ચોરી કરવામાં અન્ય કોઇની સંડોવણી છે કે કેમ જેને લઇ બંન્ને આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">