ગુજરાતમાં સરકાર બદલાતા સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રના સંયોજકોને પણ છૂટા કરાયા, નવા લોકોની નિમણૂક કરાશે

|

Sep 23, 2021 | 7:14 AM

ગુજરાતમાં સરકારના મંત્રીમડળમાં ફેરફાર થતાં સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર સાથે સંકળાયેલા અનેક લોકોને છૂટા કરવામાં આવ્યા છે. તેમજ તેમના નવા સ્થાને નવા સંયોજકોને નીમવામાં આવશે.

ગુજરાતમાં(Gujarat)વર્ષ 2018માં સ્વામી વિવેકાનંદની(Swami Vivekanand)જન્મજયંતીની ઊજવણીના ભાગરૂપે તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ(Vijay Rupani)સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રની શરૂઆત કરી હતી. આ કેન્દ્રએ દરેક ગામ અને નગરપાલિકામાં મંડળ બનાવીને તેના દ્વારા યુવાનોને સકારાત્મક રીતે પ્રોત્સાહન આપવાનું કામ કરવાનું હોય છે.

પરંતુ રાજ્યમાં સરકારના મંત્રીમડળમાં ફેરફાર થતાં વિવેકાનંદ યુવા કેન્દ્ર સાથે સંકળાયેલા અનેક લોકોને છૂટા કરવામાં આવ્યા છે.જોકે ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશનના રિજનલ ડિરેક્ટર ડોક્ટર જીગર ઈનામદારનું કહેવું છે કે જીલ્લા, તાલુકા અને નગરપાલિકાના યુવા કેન્દ્રોને સંભાળતા સંયોજકો બદલાશે પરંતુ યોજનાની કામગીરી તો ચાલુ જ રહેશે.

આ પણ વાંચો : ગુજરાતની બનાસ નદી બે કાંઠે, દાંતીવાડા ડેમમાં પાણીની આવક શરૂ

આ પણ વાંચો : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે સામાન્ય વહીવટ વિભાગની કામગીરીની સમીક્ષા કરી

Next Video