Ahmedabad : સુજલામ સુફલામ જળ અભિયાન, અમદાવાદ જિલ્લામાં જળસંગ્રહ ક્ષમતામાં 254.7 લાખ ઘન ફૂટ વધારો

|

Jun 23, 2021 | 7:44 PM

Ahmedabad : સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત અમદાવાદ જિલ્લામાં જળસંગ્રહ સંલગ્ન કામો હાથ ધરાયા હતા. જેના પગલે જિલ્લામાં સમગ્રતયા 415 કામો હાથ ધરાયા. અને તેના પગલે જળ સંગ્રહ ક્ષમતામાં 254.7 લાખ ઘન ફૂટનો વધારો થયો છે.

Ahmedabad : સુજલામ સુફલામ જળ અભિયાન, અમદાવાદ જિલ્લામાં જળસંગ્રહ ક્ષમતામાં 254.7 લાખ ઘન ફૂટ વધારો
સુજલામ સુફલામ જળ અભિયાનનું ઉત્તમ પરિણામ મળ્યું

Follow us on

Ahmedabad : સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત અમદાવાદ જિલ્લામાં જળસંગ્રહ સંલગ્ન કામો હાથ ધરાયા હતા. જેના પગલે જિલ્લામાં સમગ્રતયા ૪૧૫ કામો હાથ ધરાયા. અને તેના પગલે જળ સંગ્રહ ક્ષમતામાં 254.7 લાખ ઘન ફૂટનો વધારો થયો છે.

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના દૃષ્ટીવંત આયોજનના પગલે સમગ્ર રાજ્યમા સુજલામ સુફલામ જળ અભિયાન હાથ ધરાયું હતું. લગાતાર ચોથા વર્ષે યોજાયેલા આ અભિયાન અંતર્ગત અભૂતપૂર્વ સફળતા મળી છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પાટણના ચાણસ્મા તાલુકાના વડાવળી ગામેથી આ સુજલામ સુફલામ જળ અભિયાનની ચોથી કડીનો પ્રારંભ 1 એપ્રિલ 2021 ના રોજ કરાવ્યો હતો. ત્યારે અમદાવાદ જિલ્લામાં પણ તેના સારા પરિણામ પ્રાપ્ત થયા છે. જિલ્લામાં જળ સંચયના વિવિધ પ્રકારના 415 કામો હાથ ધરાયા અને તેના પગલે જળ સંગ્રહ ક્ષમતામાં 254.7 લાખ ઘન ફૂટનો વધારો થયો છે હોવાનું જિલ્લા કલેક્ટર શ્રી સંદીપ સાગલેએ જણાવ્યું છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ કામ થકી અમદાવાદ જિલ્લામાં 7,21,230 ઘન મીટરનું ખોદાણ થયું છે. અને છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ 18,325 માનવ દિનની રોજગારી પેદા થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુજલામ સૂફલામ જળ અભિયાન અંતર્ગત વર્ષ 2018, 2019 અને 2020 એમ કુલ ત્રણ વર્ષમાં સંગ્રહ શક્તિમાં અનુક્રમે 391.6 લાખ ઘન ફૂટ, 383.8 લાખ ઘન ફૂટ અને 222.5  લાખ ઘન ફૂટનો વધારો થયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળના સતત બીજા વર્ષે કોવિડ માર્ગદર્શીકાઓના પાલન સાથે સુજલામ સુફલામ જળ અભિયાનની ઉપલબ્ધીઓમાં અનેક ગણો વધારો થયો છે. વિશ્વવ્યાપી કોરોનાના સંક્રમણના કપરાકાળ વચ્ચે પણ આ વર્ષે 01 એપ્રિલથી 10 જુન દરમિયાન સમગ્ર રાજ્યમાં સફળતા પૂર્વક સંપન્ન થઇ છે.

રાજ્યમાં કુદરતી પાણીના સ્તર ઉંચા આવે તેમજ પાણીનો જળસંચય વધુને વધુ થાય તેનો લાભ નાગરિકો અને લાખો ખેડૂતોને થાય એ આશયથી હાથ ધરાયેલ રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાનને વ્યાપક જન પ્રતિસાદ સાંપડ્યો છે.

Published On - 7:35 pm, Wed, 23 June 21

Next Article