Ahmedabad: લો બોલો, પોલીસ જ નથી સુરક્ષિત, વટવા GIDC પોલીસ મથકમાં પોલીસકર્મી પર હુમલો કરી આરોપી ફરાર

|

Aug 26, 2022 | 6:25 PM

Ahmedabad: વટવા GIDC પોલીસ મથકમાં અરજી લખાવી રહેલા શખ્સે પોલીસકર્મીને માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારતા પોલીસકર્મીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘાયલ પોલીસકર્મીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે હુમલો કરનાર આરોપી હજુ ફરાર છે.

Ahmedabad: લો બોલો, પોલીસ જ નથી સુરક્ષિત, વટવા GIDC પોલીસ મથકમાં પોલીસકર્મી પર હુમલો કરી આરોપી ફરાર
આરોપી બિરબલ

Follow us on

અમદાવાદ(Ahmedabad)ના વટવા GIDC પોલીસ મથકમાં પોલીસકર્મી પર હુમલા(Attack)ની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાની વિગત અનુસાર GIDC વિસ્તારમાં બિરબલ પલાશ અને તેનો ભાઈ જિજ્ઞેશ પલાશ એક જ છાપરા નીચે અલગ અલગ રહેતા હતા. કડિયા કામ અને છૂટક મજૂરી કરતા આ બંને ભાઈઓ વચ્ચે ગુરુવારે રાત્રે મોબાઈલ ચાર્જિંગની વાતને લઈને ઝઘડો થયો હતો. જેમા બીરબલે 100 નંબર પર ફોન કર્યો હતો. સમગ્ર મામલે પોલીસકર્મી પોપટભાઈ અને અન્ય સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો. પોલીસે બિરબલ અને અને તેના ભાઈ જિજ્ઞેશને પોલીસ મથકે લઈ આવી હતી. બિરબલ તેના ભાઈ વિરુદ્ધ અરજી લખાવી રહ્યો હતો. એ સમયે પોલીસે જિજ્ઞેશને અંદર બેસાડ્યો હતો. અરજી લખ્યા બાદ એક પોલીસકર્મી તે અરજીને PSOને આપવા માટે ગયા હતા. આ દરમિયાન બિરબલ અને પોલીસકર્મી વચ્ચે કોઈ વાતચીત થઈ હતી. જેમા ઉશ્કેરાયેલો બિરબલ પોલીસને જ માથામાં બોથડ પદાર્થના ઘા મારી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

બુટલેગર છે હુમલો કરનાર બિરબલ

પોલીસકર્મી પર હુમલો કરનાર બિરબલ વટવા GIDC વિસ્તારમાં બુટલેગર છે, તેની સામે વટવા GIDC પોલીસ મથકમાં અનેક પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુના પણ નોંધાયેલા છે. બિરબલ અને તેના ભાઈ જિજ્ઞેશ વચ્ચે થયેલા ઝઘડામાં પોલીસ કાર્યવાહી કરી રહી હતી ત્યારે જ પોલીસ મથકના ઈનવે રૂમમાં પોલીસકર્મી પોપટભાઈ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમા તેમને માથાના ભાગે ગંભીર ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં તેમનુ ઓપરેશન કરવામાં આવ્યુ છે.

હાલતો હુમલાની ઘટના બાદ વટવા GIDC, વટવા અને મણિનગરના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી હુમલાખોર બિરબલની શોધખોળ હાથ ધરાઈ છે. બિરબલ વિરુદ્ધ વટવા GIDC પોલીસ મથકમાં પોલીસકર્મી પર હુમલો, સહિતની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. જો કે હજુ સુધી આરોપી બિરબલ પોલીસ પકડમાં આવ્યો નથી. પોલીસે પણ તેને પકડી લેવા તમામ ચક્રો ગતિમાન કર્યા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પોલીસકર્મી પર હુમલાની આ ઘટના ઘણી ગંભીર છે. જ્યાં આરોપીઓથી પોલીસ ખુદ સુરશ્રિત ન હોય ત્યાં સામાન્ય વ્યક્તિની શું સ્થિતિ હશે તે સવાલ પણ લોકોના મનમાં થઈ રહ્યા છે. આરોપીઓને કાયદાનો કે પોલીસનો જાણે કંઈ ડર જ ન રહ્યો તેમ બેખૌફ બની વર્તી રહ્યા છે.

Next Article