Ahmedabad: ફાયર એન્ડ ઈમરજન્સી, સેન્ટ્રલ વર્કશોપ, રોડ્ઝ એન્ડ બિલ્ડીંગ સહિતના રુ. 8675ના વિકાસ કામોને સ્ટેન્ડિંગ કમિટીએ આપી મંજૂરી

|

Aug 05, 2022 | 2:26 PM

સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં (Standing Committee Meeting) નાણાં વિભાગે શહેરમાં પાણી, રોડ, ડ્રેનેજ, બ્રિજ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ તથા લાઇટ જેવા માળખાગત પાયાની સુવિધાનાં વિકાસકીય કામો કરવાનાં નાણાંકીય આયોજનના ભાગ રૂપે રૂ. 200 કરોડના કામને મંજુરી આપવામાં આવી છે.

Ahmedabad: ફાયર એન્ડ ઈમરજન્સી, સેન્ટ્રલ વર્કશોપ, રોડ્ઝ એન્ડ બિલ્ડીંગ સહિતના રુ. 8675ના વિકાસ કામોને સ્ટેન્ડિંગ કમિટીએ આપી મંજૂરી
Ahmedabad municipal corporation (File Image)

Follow us on

અમદાવાદમાં (Ahmedabad) ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક (Standing Committee Meeting) મળી હતી. જેમાં પાણી, રોડ, ડ્રેનેજ, બ્રિજ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ સહિતની વિકાસની કામગીરી માટે રૂ. 8675 લાખથી વધુની રકમને મંજુરી મળી છે. તો સ્ટેન્ડિંગ કમિટીમાં સેન્ટ્રલ ઓફિસ, નાણાં, ઈ-ગવર્નનન્સ, ફાયર એન્ડ ઈમરજન્સી, સેન્ટ્રલ વર્કશોપ વિભાગ અને વોટર સપ્લાય એન્ડ સુઅરેજ, રોડ્ઝ એન્ડ બિલ્ડીંગ, હોસ્પિટલ, હેલ્થ એન્ડ સોલીડવેસ્ટ અને રેવન્યુ કમિટીના કામોને મંજૂરી (approved) આપી છે.

સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નાણાં વિભાગે શહેરમાં પાણી, રોડ, ડ્રેનેજ, બ્રિજ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ તથા લાઇટ જેવા માળખાગત પાયાની સુવિધાનાં વિકાસકીય કામો કરવાનાં નાણાંકીય આયોજનના ભાગ રૂપે રૂ. 200 કરોડના કામને મંજુરી આપવામાં આવી છે. તો ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ ખાતા માટે ફાયર ફાયટીંગ, રેસ્ક્યુ માટેના જરૂરી સાધનો ખરીદ કરવા માટેના કુલ રૂ. 211 લાખથી વધુના કામોને મંજુરી આપવામાં આવી છે. સેન્ટ્રલ વર્કશોપ ખાતા દ્વારા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ ખાતા માટે નવનિર્મિત 3 ફાય૨ સ્ટેશન અને 3 ફાય૨ ચોકીઓમાં ઉપયોગ કરવા માટે જરૂરી વાહનો પાંચ વર્ષના મેન્ટેનન્સ સહિત ખરીદ કરવા કુલ રૂ. 3200 લાખથી વધુના કામોને મંજુરી આપવામાં આવી છે. ઈ-ગવર્નન્સ ખાતા દ્વારા વર્ષ 2022-23ના AMCના પ્રોપર્ટી ટેક્સ બિલોના પ્રિન્ટીંગની કામગીરી માટે ખર્ચ કરવાના કામને મંજુરી આપવામાં આવી છે.

સુએજ કમિટીએ રજુ કરેલા રુ. 2240 લાખથી વધુના કામોને મંજુરી

તો વોટર સપ્લાય એન્ડ સુએજ કમિટી દ્વારા રજૂ કરવામાં આવેલ કામો પૈકી ઉત્તર, ઉત્તર પશ્ચિમ, પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમ, મધ્ય અને પશ્ચિમ ઝોનના જુદા જુદા વોર્ડોમાં ડ્રેનેજ લાઈન કે સ્ટ્રોમ વોટર લાઈન સી.સી.ટી.વી. કેમેરા તેમજ સુપર સકર મશીનથી ડીસીલ્ટીંગ કરવાનું કામ, નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન માટે ઈલે.-મીકે. ઈક્વીપમેન્ટના એસ.આઈ.ટી.સી. સહિતની કામગીરીને મંજુરી આપવામાં આવી છે. સ્ટ્રોમ વોટર લાઈન નાંખવા, કેચપીટ બનાવવા અને રીપેરીંગ કરવા, હાઉસીંગ વસાહતોમાં મશીનહોલ ઊંચા નીચા કરવા, અપગ્રેડેશન કરવા, પાણીના લીકેજ રીપેરીંગ કરવા, નવી લાઈન નાંખવા, સીસ્ટેમેટીક ડ્રેનેજ લાઈન નાંખવા, પાણીની લાઈન અપગ્રેડ કરવા, પેવર બ્લોક -સી.સી. પેવીંગ કરવા, પાઈપલાઈનમાં આવતું પ્રદુષણ દૂર કરવા, ટેન્કર દ્વારા પીવાના પાણીનો પુરવઠો પૂરો પાડવા, બોર ઓપરેટર તથા મજુર પૂરા પાડવા, પત્થર પેવીંગ કરવા તથા વસ્ત્રાપુર તળાવમાં ડેમેજ થયેલ ભાગમાં નવી આર.સી.સી. રીટેઇનીંગ દિવાલ બનાવવા અને શીલજ તળાવને ડેવલપ કરવા માટે કુલ રૂ. 2240 લાખથી વધુના કામોને મંજુરી આપવામાં આવી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના રૂ. 2124ના કામોને મંજુરી

રોડ એન્ડ બિલ્ડીંગ કમિટી દ્વારા રજૂ કરવામાં આવેલા કામો પૈકી પૂર્વ, દક્ષિણ પશ્ચિમ, પશ્ચિમ, ઉત્તર અને મધ્ય ઝોનના જુદા જુદા વોર્ડોમાં રોડ ગ્રાઉટીંગ લેવલે પાકા કરવા, બ્રીક મેશનરીવાળી આંગણવાડી બનાવવા, મ્યુ. બિલ્ડીંગોમાં જરૂરિયાત મુજબ રીપેરીંગ અને રીનોવેશન કરવું તથા નવી ઓફિસો બનાવવી, સિનિયર સિટીઝન પાર્ક બનાવવા, શાસ્ત્રીનગર પાસે જીમ્નેશિયમના પ્રથમમાળે લાયબ્રેરી બનાવવી, નવી ફુટપાથ બનાવવી, આર.સી.સી. રોડ બનાવવા, પેવર બ્લોક નાખવા, કાળીગામ ગાર્ડનમાં પથ્થરનો ચબુતરો બનાવવા, ફુટપાથ નવી બનાવવી- રીપેર કરવી, સેન્ટ્રલ વર્જ બનાવવું-રીપેર કરવું, સોસાયટીઓમાં એમ.એસ. બોર્ડ લગાવવા, કમ્પાઉન્ડ વોલ બનાવવી, ૨૧ પંપીંગ સ્ટેશનોમાં પંપ સેટ, ઈલેક્ટ્રીક પેનલ તેમજ ઈલેક્ટ્રીક મિકેનીકલ કામગીરીનો મેઇન્ટેનન્સ કોન્ટ્રાક્ટ આપવો, હોટમીક્ષ મટીરીયલ પાથરવા, કોલ્ડમીક્સ ઇંજેક્શન પોટહોલ પેચીંગ ટેકનોલોજીથી પેચવર્ક કરવા માટે કુલ રૂ. 2124 લાખથી વધુના કામોને મંજુરી આપવામાં આવી છે.

હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટી દ્વારા અમદાવાદ શહેરના અલગ અલગ સ્લમ અને ગરીબ વિસ્તારોમાં મેડીકલ કેમ્પ માટેના યોગ્ય સ્થળોની પસંદગી કરી જરૂરીયાત મુજબના “ નિ:શુલ્ક મેગા મેડીકલ કેમ્પો “ યોજવાના કામને મંજુરી આપવામાં આવી. તો રેવન્યુ કમિટી દ્વારા ચાલુ વર્ષ 2022માં ભારતની આઝાદીના 75 વર્ષ નિમિત્તે “આઝાદીનું અમૃત મહોત્સવ” યોજવાના ભાગરૂપે 8 ઓગસ્ટ 2022 થી તા. 21 ઓક્ટોબર 2022 એટલે કે 75 દિવસ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રોપર્ટી ટેક્સના રહેણાંક અને બિન રહેણાંકના તમામ કરદાતાઓને 75 દિવસના સમયગાળા માટે વ્યાજમાં 75% રાહત આપવાના કામને મંજુરી આપવામાં આવી.

Next Article